________________
૨૦૨ છવ-અધિકાર.
[ પ્રથમ સ્વદ્રવ્યાદિ ગ્રાહક દ્રવ્યાર્થિક નય–
આ નયનું એ કથન છે કે પિતાના દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવને જે બંધ કરાવે તે દ્રવ્ય” છે; એટલે કે દ્રવ્ય સ્વદ્રવ્યાદિ-ચતુષ્ટયન બોધ કરાવનાર છે. પદ્રવ્યાદિ ગ્રાહક દ્રવ્યાર્થિક નય
જેમ ઘટાદિ સ્વ દ્રવ્યાદિની અપેક્ષાએ સત છે, તેમ તે પર દ્રવ્યાદિની વિવક્ષાએ અસત છે. આ નયનું એમ કહેવું છે કે દરેક દ્રવ્ય પર દ્રવ્યના અસતુ ભાવને બેધક છે. આથી દરેક દ્રવ્ય પર દ્રવ્યના અસત્ ભાવવાળું છે. પરમભાવગ્રાહી વ્યાર્થિક નય–
આ નય પદાર્થના પરમ––અસાધારણ ગુણને પ્રધાનતા આપે છે. જેમકે આત્મામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય વગેરે અનેક ગુણ છે, છતાં અન્ય દ્રવ્યોથી એને ભેદ જણાવવા માટે જ્ઞાન મુખ્ય હેવાથી–એના સર્વ સ્વભાવમાં જ્ઞાન ઉત્કૃષ્ટ હેવાથી આત્મા જ્ઞાનવાનું છે એમ એ કહે છે, નહિ કે દર્શનવાનું અથવા ચારિત્રવાન ઈત્યાદિ.
આ પ્રમાણેના દ્રવ્યાર્થિક નયના દશ ભેદે અને તેનું સ્વરૂપ દિગંબર મતાનુયાયી શ્રીદેવસેનકૃત નયચક્રમાં વર્ણવેલ છે, પરંતુ આથી દ્રવ્યાર્થિક નયન દશ જ ભેદે છે એમ ન સમજવું. આ તે ઉપલક્ષણ-માત્ર છે. અર્થાત્ કેઈએ એમ કહ્યું કે દહીંનું કાગડાથી રક્ષણ કરવું એથી એમ ન સમજવું કે બિલાડી કે કૂતરાથી તેને વિનાશ થવા દે. કહેવાની મતલબ એ છે કે અત્ર જેમ બિલાડી, કૂતરા વગેરે ઉપલક્ષણથી ઘટાવી લેવાના છે તેમ આ દશ પ્રકારો ઉપરાંત અન્ય પ્રકારે છે એ ધ્યાનમાં રાખવું. આ સંબંધમાં દ્રવ્યાનુયોગ (અ) ૮)માં કહ્યું પણ છે કે –
ટ્રા મેટાવિત્ર, સંન્તિ યુવક્ષTI.
ન જમવેત પુત્ર, પરેશાર્થનો વર | ૨૦ | '' વિશેષમાં જેમ કમરૂપ ઉપાધિની અપેક્ષા રાખનાર જીવ–ભાવને ગ્રહણ કરવાવાળા નયને દ્રવ્યાર્થિક નયને એક પ્રકાર ગણે છે તેમ છવના સંગની અપેક્ષા રાખનારા પુદ્ગલભાવને ગ્રહણ કરાવનાર નયને પણ નિર્દેશ કરે જોઈએ. આ પ્રમાણે જો જીવ–સંગ-સાપેક્ષા પુદગલભાવ ગ્રાહક નયને પૃથક સ્વીકારવામાં આવે તે એવી રીતે નાની સંખ્યા વધતી જ જાય. વળી પ્રસ્થક વગેરેનાં ઉદાહરણો દ્વારા તૈગમાદિ નાના અશુદ્ધ, અશુદ્ધતર, અશુદ્ધતમ શુદ્ધ, શુદ્ધતર, શુદ્ધતમ એવા જે ભેદ અનુયોગમાં સૂચવ્યા છે તેને સમાવેશ થાય તે માટે પણ ઉપર્યુક્ત દશ ભેદ ઉપલક્ષણ-માત્ર છે એમ સ્વીકારવું સમુચિત છે. અશુદ્ધ વગેરેના અતર્ભાવ માટે સંગ્રહાથે અમે ઉપચાર કર્યો છે અને એ ઉપચાર ઉપનયે બને છે એમ કહેવાનું સાહસ કરશો નહિ, કેમકે આ ઉપનયો નથી, પરંતુ નયે છે એમ અનુગટ સ્પષ્ટ રીતે નિવેદન કરે છે. વિશેષમાં એ વાત ધ્યાનમાં લેવા જેવી છે કે ઉપનય કંઈ નવીન વસ્તુ નથી, કેમકે એને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org