________________
૨૯૨
જીવ–અધિકાર.
[ પ્રથમ
નિત્ય ક્રિયારૂપ દેષ સત્કાર્યવાદમાં છે એમ કહેવું નિરર્થક છે, કેમકે શું અસત્કાર્ય–વાદમાં તે નથી કે? અર્થાત અવિદ્યમાન કાર્ય કરાય છે એમ માનનારે ક્રિયા ચાલૂ રહે છે સદા ક્રિયા કયાં જાઓ એ વાત રવીકારવી પડશે, અને તેમ થતાં કેઇ પણ અવિદ્યમાન કાર્ય ઉત્પન્ન થશે નહિ. વિશેષમાં વિદ્યમાન કાર્યનું કરવાપણું તે કથંચિત્ પર્યાય-વિશેષથી સંભવે છે. લેકમાં પણ પર્યાય-વિશેષ ધારણ કરવાની અપેક્ષાએ વિદ્યમાન આકાશદમાં કરવાપણું કહેવાય છે. જેમકે અવકાશ કર, પીઠ કર ઇત્યાદિ. અવિદ્યમાન કાર્યમાં તે કઈ પણ પ્રકારની કરણુતા સંભવતી નથી.
વળી પૂર્વે નહિ થયેલું થતું જોવાય છે એમ કહેવું એ સાહસ છે, કેમકે તદનુસાર ગધેડાનું શીંગડું પણ પૂર્વે અવિદ્યમાન છે તે શું તે ઉત્પન્ન થતું જણાય છે કે ?
વિશેષમાં ક્રિયા-કાલ લોબ છે એ કથન પણ ગેરસમજને આભારી છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો દરેક સમયે ઉત્પન્ન થતા પરસ્પર વિલક્ષણ અનેક કાર્યોને જેવાં કે માટી ખૂંદવી, તેને એકઠી કરવી, ગુણેમાં ભરવી, તે ગુણોને ગધેડાની પીઠ ઉપર મૂકવી, કુંભારવાડે આવતાં તેને પાછી ઉતારવી, માટીમાં પાણી નાખવું, તેને મસળીને તેને પિંડ કરે, તે પિંડ ચાક ઉપર મૂકે, ચાક ફેરવ-ભાવ, તેના શિવક, સ્થા, કેશ વગેરે આકારે બનાવવા એ બધાં કાચૅને-કિયા-કાલ લાંબો જણાય તેમાં છેલ્લી કિયાના સમયે થનારા ઘટને શું લાગે વળગે?
વળી પ્રારંભમાં કાર્ય જણાતું નથી એટલે કે માટી, ચક્ર, કુંભાર વગેરે સામગ્રીની પ્રવૃત્તિના પ્રથમ સમયે ઘટ કેમ જણાતું નથી એમ કહેવું તે અજ્ઞાન છે, કારણ કે પ્રારંભના પ્રથમ સમયે કંઈ ઘડ આરંભાયો નથી કે તે જણાય અન્ય કાર્યના આરંભમાં અન્ય કાર્ય ન જણાય એ સ્વાભાવિક છે, કેમકે શું પટરૂપ કાર્યના પ્રારંભમાં અન્ય કાર્યરૂપ ઘટ જણાય છે કે? આથી શિવકાદિના કાળમાં પણ ઘટ ન જણાય તે યુક્ત જ છે, કેમકે શિવકાદિ કંઈ ઘટ નથી. તેમજ કિચાના અંતમાં કાર્ય જણાય તે પણ વ્યાજબી છે, કારણ કે અન્ય સમયે આરંભેલું કાર્ય અન્ય સમયે જણાય તેમાં શી નવાઈ ? અત્રે એ ધ્યાનમાં રાખવું કે સમય નિરંશ હોવાથીએ જઘન્ય કાળ હોવાથી–એના વિભાગ નહિ પડી શકતા હોવાથી ક્રિયા–સમયે કરાતું કાર્ય કરાયેલું જ છે.જે કરાયેલું હોય તે વિદ્યમાન જ છે, માટે વિદ્યમાન જ કરાય છે, અવિદ્યમાન કરાતું નથી. , વળી જમાલિની જેમ આ મતની અવગણના કરવામાં આવે-જે સમયે કરાતું હોય
ભગવતી નામના ચતુર્થ અંગ ( શ૦ ૧, ઉ ૧ )ને પ્રારંભમાં કહ્યું પણ છે કે" चलमाणे चलिए, उदी रिजमाणे उदीरिए जाव णिज रिजमाणे णिजरिए" [ જ ત5, ૩રર્થકાળમુર્જ વાવત્ નિર્ણમાને રિમ ].
ર કાબર સાહિત્ય મુજબ શ્રીવીરને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું ત્યાર પછી ચૌદ વર્ષે શ્રાવસ્તિ નગરીમાં જમાલિ આચાર્ય બહુરત નિનવ થયા. એમના પછી બે વર્ષ તિવ્યગુપ્ત નામના નિહનવ થયા. પ્રભુના નિવાણ બાદ બીજા છ નિન થયા. આ પૈકી અન્તિમ-આઠમા નિનવ તરીકે બેટિક ( દિગંબર )નો નિર્દેશ કરવામાં આવે છે. આ બધાનાં મન્ત, તેને નિરાસ વગેરે હકીકત વિશેષા ( ગા. ૨૩૦૪-૨૬૨૦ )માં નજરે પડે છે. નિહનવ-વાદની મનનીય ચર્ચાના દર્શન તે ઉત્તરાધ્યયન
અ ૩ )ની વાદિવેતાલ શ્રી શાંતિસૂરિકત * શિષ્યહિતા ' નામની વૃત્તિ ( પત્રાંક ૧૫૩-૧૮૦ )માં થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org