SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આત દર્શન દીપિકા, ૨૮૯ : છે. ૧ જ્ઞાનનું ગૌરવ પ્રતિપાદન કરનારી નય તે ‘જ્ઞાન-નય ’ છે. જ્યારે ક્રિયાની મહત્તા સિદ્ધ કરવા મથતા નય તે ‘ક્રિયા–નય’ છે. વિશેષતઃ અ તરફ ષ્ટિ ફ્રેંકનારા નય તે ‘અ–નય' છે, જ્યારે મુખ્યત્વે કરીને શબ્દ તરફ નજર કરનારા નય તે ‘શબ્દ—નય' છે. ૧ અત્ર કાને શંકા થાય કે દ્રવ્યાર્થિક અને પર્યાયાકિની પેઠે ગુર્ણાક એવુ પણ વર્ગીકરણ થવું જોઇએ, કેમકે જૈન શાસ્ત્રમાં દ્રવ્ય, ગુણ અને પર્યાય એ ત્રણ સત્તાને સાથે પ્રયોગ થયેલા જોવામાં આવે છે ( દાખલા તરીકે જુએ અનુયાગનુ ૧૨૧મુ` સૂત્ર ), તે એનુ સમાધાન એ છે કે પર્યાયથી ગુણ અને પર્યાય એ ઉભય સમજવાના છે, કેમકે સહભાવી પર્યાયનું નામ જ ગુણ છે. વળી એ પ્રશ્ન પણ સંભવે છે કે જ્યારે દ્રવ્યાને જ પર્યાય છે તે પછી દ્રવ્યાર્થિ ક અને પાઁયાર્થિ ક એવા એ ભેદો કેવી રીતે પડી શકે ? આના ઉત્તર એ છે કે દ્રવ્ય અને પર્યાયના સ્વરૂપની વિવક્ષામાં કંઇક વિશેષતા છે. ( પર્યાય પરિણામરૂપ છે ત્યારે દ્રવ્ય પરિણામિસ્વરૂપ છે ) જેમકે રાહુનું મસ્તક એમાં કંચિત છઠ્ઠી વિભક્તિના અભેદ છે. વિશેષમાં પર્યાય દ્રવ્યથી પણ સૂક્ષ્મ છે. કેમકે એક દ્રવ્યમાં અનંત પાયા રહેલા છે. વળી દ્રવ્ય વધતાં પર્યાય પણ વધે છે, કારણ કે પ્રત્યેક દ્રવ્ય આશ્રીતે સંધ્યેય કે અસ`ધ્યેય અવધને પરિચ્છેદ છે; પરંતુ પર્યાયની વૃદ્ધિ થતાં દ્રવ્યની વૃદ્ધિ થાય પણ ખરી અને ન પણ થાય. વિશેષામાં કહ્યું પણ છે કે— k भयणाप खेत्त - काला परिवड्ढतेसु दव्ष - भावेसु । दव्वे वडढा भावो भावे दव्वं तु भयणिजं ॥ ६१९ ॥ [ મનનયા ક્ષેત્ર-જ્ઞાૌ વર્ધમાનોદ્રેક્ચ-માયોઃ । द्रव्ये वर्धते भावो भावे द्रव्यं तु भजनीयम ॥ ] વળા ક્ષેત્રથી પણ અનંત ગુણુ' દ્રવ્ય છે. આના સમનાથે નિવેદન કરવાનું કે— वित्तविसेसेहिं तो दन्त्रमणंतगुणियं परसेहि । दव्वेहिं तो भावो संखगुणोऽसंखगुणिओ वा ॥ Jain Education International k [ क्षेत्र विशेषैस्ततो द्रव्यमनन्तगुणितं प्रदेशः । द्रव्यैस्ततो भावः सख्येयगुणोऽसख्येयगुणिती वा ॥ ] આથી વિસ્તૃત વિવેચન તો નન્દીની ટીકામાં છે, કિન્તુ આટલાથી પણ દ્રવ્ય અને પાય સ્વરૂપની અપેક્ષાએ ભિન્ન છે એમ સમજાયુ હશે; અને એથી કરીને વ્યાર્થિ ક અને પર્યાયાધિક એમ એ ભેદે પાડવા તે સમુચિત છે એવી પ્રતીતિ થઇ હશે. વિશેષમાં એ પણ યાદ રાખવું કે સ્વભાવથી ભિન્ન એવાં દ્રવ્ય અને પર્યાયને પરસ્પર મેલાપ થતા હેાવા છતાં એ પ્રત્યેક પાતપેાતાને નથી. કહ્યું પણ છે કે— પૃથકભાવ છેડતાં “ અખોળું વિનંતા વિતા ગૌમાસ ( મન | मेलंता वि अ णिचं सगमगभावं न वि जहंति ॥ [ अन्योन्यं प्रविशन्तां ददतोऽवकाशं अन्योन्यस्य । मिलन्तोऽपि च नित्यं स्वकस्वकभावं नापि जहति ॥ ] કાઇ વળી એવી દલીલ કરે કે વસ્તુનુ વિચારવામાં આવતું કાઇ પણ સ્વરૂપ કયાં તે સામાન્ય હશે કે ક્યાં તા વિશેષ હશે એટલે સમગ્ર નયાના ‘સામાન્યગ્રાહી’ અને · વિશેષગ્રાહી ' એમ એ વિભાગે પાડવા જોઇએ તે આ પણ અસ્થાને છે, કારણ કે દ્રવ્ય અને પર્યાયથી સામાન્ય અને વિશેષ અતિરિક્ત–ભિન્ન નથી. એનું કારણ એ છે કે આપણે ૧૮૧મા પૃષ્ઠમાં જે ગયા તેમ સામાન્યના ઊર્ધ્વતા સામાન્ય અને તિર્થંકસામાન્ય એમ એ ભેદો છે. આ પૈકી ઊર્ધ્વતા સામાન્ય તે દ્રવ્ય જ છે, જ્યારે તિર્થંક્--સામાન્ય પ્રતિવ્યક્તિ સમાન પરિણામરૂપ હાઇ વ્યંજન-પોય જ છે, કેમકે પ્રવચનમાં સ્થૂળ, કાલાંતરસ્થાયી શબ્દોના સમ્રુત–વિષયને વ્યંજન-પર્યાય' કહેલ છે. વિશેષમાં વિશેષ તે। વિસદશતા વિવલક્ષણી હાઇ પર્યાય જ છે. 37 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy