________________
ઉલ્લાસ ] બાહત દર્શન દીપિકા.
૨૮૭ .. પ્રમાણુ અને નયમાં તફાવત–
એ તે સુવિદિત હકીકત છે કે દરેક પ્રવૃત્તિમાં નિર્ણાયક અને ગ્રાહક એમ બે પ્રકારની શક્તિની પ્રધાનતા છે. નિર્ણાયક શકિત પદાર્થના નિર્ણ તરફ ધ્યાન આપે છે, જ્યારે ગ્રાહક શક્તિ એ નિર્ણયને કમસર વ્યવહારરૂપ આપવામાં પ્રવૃત્તિ કરે છે. આ શક્તિઓને અનુક્રમે શાસકારેએ “પ્રમાણ” અને “નય”ની સંજ્ઞા આપી છે. અન્ય રીતે વિચારતાં જોઈ શકાય છે કે ઈન્દ્રિજેની મદદથી કે મદદ વિના ઉત્પન્ન થયેલું જ્ઞાન જ્યારે કોઈ વસ્તુ ઉપર યથાર્થ પ્રકાશ પાડે છેતેને સુનિશ્ચય કરાવે છે ત્યારે તે “પ્રમાણ” કહેવાય છે, જ્યારે પ્રમાણ દ્વારા પ્રકાશિત થયેલી વસ્તુને શબ્દ દ્વારા બીજાને જણાવવા માટે તે વસ્તુના વિષયમાં જે માનસિક વિચાર–ક્રિયા થાય તે ના” કહેવાય છે અર્થાત્ શબ્દમાં ઉતારાતી કે ઉતારવા યોગ્ય જ્ઞાન-કિયા તે “નય છે, જ્યારે તેને પુરેગામી ચેતના-વ્યાપાર તે “પ્રમાણ છે. આ ઉપરથી સમજી શકાય છે કે પ્રમાણની પેઠે નય પણ જ્ઞાન છે એટલે કે પ્રમાણ અને નય એ બને જ્ઞાનનાં રૂપાંતર છે, છતાં એ બેમાં ભિન્નતા છે. જેમકે પ્રમાણુ નિરપેક્ષ યાને સ્વતંત્ર છે, જ્યારે નય સાપેક્ષ યાને પરતંત્ર છે, કેમકે પ્રમાણે પિતાના સામર્થ્યથી પોતાને બચાવ કરી શકે છે, જ્યારે નયને તે પોતાનું રક્ષણ કરવા માટે પ્રમાણને આશ્રય લે પડે છે. કહેવાની મતલબ એ છે કે પ્રમાણ વસ્તુ-સ્વરૂપને નિર્ણય કરે છે, જ્યારે નય તે આ પ્રમાણે પ્રમાણે કરેલા નિર્ણય ઉપર જીવે છે. આ વાતનું નયનાં લક્ષણે (જુઓ પૃ૦ ૨૭૩-૨૭૪) સમર્થન કરે છે.
પ્રમાણ અને નય વચ્ચેની ભિન્નતા એ એના વ્યુત્પત્તિ-અર્થ ઉપરથી પણ જોઈ શકાય છે. જેમકે પ્ર+માન=જે જ્ઞાન વડે “પ્ર”એટલે અબ્રાન્તપણે વસ્તુનું “માન” એટલે પ્રકાશન (નિર્ણય) થાય તે પ્રમાણ”. ની+અ=નય તેમાં “ની” એટલે પ્રમાણ દ્વારા જાણેલી વરતને બીજાની અર્થાત છોતાની મતિમાં પહોંચાડવાની ક્રિયા અને “અ” એટલે કરનાર વક્તાને માનસિક વ્યાપાર
આ ઉપરાંત પ્રમાણ અને નયમાં એ તફાવત છે કે નય પ્રમાણના અંશરૂપ છે, જ્યારે પ્રમાણ નાયરૂપ અશોના સમૂહરૂપ છે એટલે કે તે અંશી છે, કેમકે પ્રમાણ વ્યાપારમાંથી જ નય વ્યાપારની ધારાઓ પ્રકટે છે. વળી આ બેને વિષય થનારી વસ્તુ જેકે એક જ છે, છતાં તેના ભાનની રીત જુદી જુદી હોવાથી પ્રમાણ અને નયમાં વિષય-ભેદ સ્પષ્ટ છે. અન્ય શબ્દોમાં કહીએ તે ભાનમાં અમુક વિશેષતાઓની મુખ્યતા હોવા છતાં જ્યારે ઉદ્દેશ્ય અને વિધેયના વિભાગ સિવાય જ વસ્તુ ભાયમાન થાય ત્યારે તે પ્રમાણને વિષય છે અને જ્યારે વસ્તુ ઉદેશ્ય-વિધેયના વિભાગ પૂર્વક ભાસે ત્યારે તે નયને વિષય છે. આ વાત ધ્યાનમાં આવે તે માટે આપણે એક ઉદાહરણ વિચારીશું. આપણું નજરે કઈ એક ઘેડે આવે ત્યારે અમુક કદ, અમુક રંગ ઈત્યાદિ તેની વિશેષતાઓ પ્રધાનપણે ભાસે છે પણ તે વખતે એ વિશેષતાઓનું પ્રાધાન્ય હોવા છતાં અભિરૂપે અન્ય વિશેષતાઓ સહિત સમગ્ર ઘેડે જ ચાક્ષુષ જ્ઞાનને વિષય બને છે. તે વખતે કાંઈ તેની અમુક વિશેષતાઓ બીજી વિશેષતાઓ કરતાં છુટી પડી ભાસતા નથી. માત્ર અમુક વિશેષતાઓ દ્વારા તે આ ઘડો જ અખંડિતપણે આંખને વિષય બને છે (આથી જ જ્ઞાનને વિષય બનતે ઘેડો અને ધર્માત્મક વિષય બને છે) એ જ પ્રમાણને વિષય થવાની રીત છે. પ્રમાણને વિષય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org