SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા ૨૮૫ શ્રીરત્નપ્રભસૂરિકૃત સ્તુતિ-દ્વાત્રિશિકાનું નિમ્નલિખિત પદ્ય પણ આ વાતની સાક્ષી પૂરે છેઃ" अहो चित्रं चित्रं तव चरितमेतन्मुनिपते ! स्वकीयानामेषां विविधविषयव्याप्तिवशिनाम् । विपक्षापेक्षाणां कथयसि नयानां सुनयतां । विपक्षक्षेप्तृणां पुनरिह विभो ! दुष्टनयताम् ॥" અર્થાત્ હે મુનીશ્વર ! તારું આ ચરિત્ર અહે આશ્ચર્યકારી છે. કેમકે હે પ્રભુ! તું વિવિધ વિષયની વ્યાપકતાને વશ થયેલા તેમજ વિપક્ષ (વિરૂદ્ધ પક્ષ)ની અપેક્ષા રાખનારા એવા આ (તારા) પિતાના નયને તું “સુનય' કહે છે, જ્યારે વિપક્ષને તિરસ્કાર કરનારા નયને તું અત્ર “દુર્નય” કહે છે. આ સંબંધમાં શ્રી પદ્મસાગર ગણિકૃત પજ્ઞ નયપ્રકાશસ્તવવૃત્તિમાંથી છેક પંક્તિઓને ઉલ્લેખ કરે અસ્થાને નહિ લેખાય. ' दुर्नयवाक्यं हेयं, नयवाक्यं चोपेक्ष्यं, प्रमाणवाक्यं तूपादेयम् " (पृ० ३); અર્થાત સપ્તભંગી-નયનું નિરૂપણ વાય દ્વારા થાય છે. આ વાક્યના (૧) દુર્નય-વાય, (૨) નય-વાક્ય અને (૩) પ્રમાણ-વાક્ય એમ ત્રણ પ્રકારે છે. તેમાં દુર્નય-વાય ત્યાજ્ય છે, નય-વાકય ઉપેક્ષા કરવા લાયક છે અને પ્રમાણ-વાક્ય ગ્રહણ કરવા ગ્ય છે. વિશેષમાં પ્રમાણ વાક્ય સકલાદેશાત્મક છે, નય-વાક્ય વિકલાદેશાત્મક છે, જ્યારે દુર્નય-વાક્ય તે નથી સકલાદેશાત્મક કે નથી વિકલાદેશાત્મક; એ તે હેય હવાથી એને બહિષ્કાર કરવામાં આવે છે. આ ભાવસૂચક પંક્તિઓ નીચે મુજબ છે – " इत्युक्तं सकलादेशस्वरूपम् ; अयं च प्रमाणवाक्यापरपर्याय एव ।.... विकलादेशस्य सकलादेशवैपरीत्यं तु नयवाक्यात्मकत्वेनैभिरेव कालादिभिरष्टभिः कृत्वा भेदग्राहकत्वादेव । दुर्नयवाक्यं तु न सकलादेशात्मकम् , नापि विकलादेशात्मकम् , किन्तु सर्वथा हेयत्वाद् बहिष्कृतमेष ।" (पृ०८) આ ધ્યાનમાં આવે તે માટે આપણે સકલાદેશ અને વિકલાદેશનું સ્વરૂપ વિચારવું જોઈએ, કિન્તુ ગ્રન્થ-ગૌરવના ભયથી તેમ ન કરતાં ન્યાયકુસુમાંજલિનું સ્પષ્ટીકરણ (પૃ. ૧૮૧-૧૮૫, ૧૮૮-૧૯૬૨), સમભંગીપ્રદીપ (પૃ. ૩૭–૩૯) અને પ્રમાણુનય૦ (પ. ૪, સૂ. ૪૩-૪૭) જેવા ઉત્તરોત્તર વિશેષ જિજ્ઞાસાવાળાને ભલામણ કરવામાં આવે છે. અત્ર તે આ ત્રણ પ્રકારનાં વાક્યોનાં લક્ષણે વિચારવા બસ થશે. ૧ સામાન્ય રીતે જે વિપક્ષ ( શત્રુ )ની અપેક્ષા રાખે–તેને આશ્રય લોકે આપે તે દુષ્ટ ગણાય છે, જ્યારે જે શત્રુ સાથે સંબંધ ન રાખે તેને પિતાથી દૂર રાખે તે સજજન છે. અત્રે એથી વિપરીત હકીકત છે અને એથી જ કરીને આ વાત આશ્ચર્યજનક હોવાનું કવિરાજ સૂચવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy