SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ છવઅધિકાર [ પ્રથમ ઉત્તર એ છે કે ખરેખર નયની સંખ્યા અનન્ત છે. એ વાતને તાર્કિકચકચૂડામણિ શ્રીસિદ્ધસેન દિવાકર પણ સમ્મતિની ૧૪૪મી ગાથા દ્વારા સમર્થિત કરે છે, કેમકે તેમણે કહ્યું છે કે " 'जावइया वयणपहा, तावइया चेव हंति नयवाया" जावइया नयवाया, तावइया चेव परसमया ॥ અર્થાત જેટલા વચન-માગે છે તેટલા નય-વાદ છે જ-નયાત્મક વચને છે. એવી જ રીતે જેટલા નય-વાદે છે એટલા જ પર સમયે-અન્યાજ દર્શને છે. નયના ભેદ-પ્રભેદને વિચાર કરીએ તે પૂર્વે એ ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે યથાર્થ અભિપ્રાય ન છે, પરંતુ જો તેઓ પિતપોતાની મર્યાદાનું દય એટલે શું? ઉલ્લંઘન કરે છે તે માનનીય નથી અર્થાત પિતાના મતનું મંડન કરવા ઉપરાંત અન્ય મતને નિષેધ કરવા–તેનું ખંડન કરવા તત્પર થાય તે તે નય મટીને “કુનય બને છે. આથી કરીને તે નયના લક્ષણમાં “અન્ય ધર્મો તરફ ઉદાસીન” એ શબ્દ ઉપર ભાર મૂકવામાં આવ્યું છે. જો કે કુનય પણ વસ્તુ ઉપર પ્રકાશ નાખવામાં નયથી ઉતરે તેમ નથી, તે છતાં પણ તેને “કુનય', “દુર્નય” કે “નયાભાસ' કહેવામાં આવે છે તેનું કારણ એ છે કે એ દ્વારા મળેલા જ્ઞાનને સર્વાશ માનવારૂપ ભૂલ કરવામાં આવે છે અર્થાત તે બીજા યથાર્થ અભિપ્રાયે--નાને તિરસ્કાર-નિષેધ કરે છે અને તેમ કરીને એકાન્તિક બને છે. આ પ્રમાણે જે નયે પિતાના મર્યાદા-ક્ષેત્રની બહાર જઈ અન્યને ઉતારી પાડવા પ્રયાસ કરે એટલે કે એક બીજા સાથે સહકાર નહિ રાખતાં પરસ્પર નિરપેક્ષ બને તેને દુર્નયન ઇલ્કાબ મળે છે. આ સંબંધમાં પંચાશતનું નિમ્નલિખિત પદ્ય પ્રકાશ પાડે છે – ___ " निःशेषांशजुषां प्रमाणविषयीभूयं समासेदुषां वस्तूनां नियतांशकल्पनपराः सप्त श्रुतासङ्गिनः । औदासीन्यपरायणास्तदपरे चांशे भवेयुर्नया श्वेदेकान्तकलङ्कपङ्ककलुषास्ते स्युस्तदा दुर्नयाः ॥" અર્થાત્ પ્રમાણને વિષય થયેલ તેમજ સમગ્ર અંશોથી યુક્ત એવી વસ્તુઓના નિયમિત અંશની કલ્પના કરવામાં–અમુક અંશને વિચાર કરવામાં તત્પર તથા અન્ય અંશે પ્રતિ ઉદાસીનતા રાખવામાં પરાયણ તેમજ કૃતને સંગ કરનાર સાત નો છે, પરંતુ જે એકાન્તરૂપ કલંકના કાદવથી તે ન મલિન બને, તે તે (નય મટીને) દુનય થાય. ૧ છાયા – यावन्तो बचनपथास्तावन्तश्चैध भवन्ति मयवादा यावन्तो नयवादास्तावम्तव परसमयाः ।। ર, આ પૃ. ૨૭૩ તેમજ ૨૭૫. . . . . . . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy