SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ-અધિકાર [ પ્રથમ પદાર્થો સાથે આધાર-આધેય સંબંધ ધરાવે છે, માટે એ અપેક્ષાએ પણ એના અનંત સ્વધર્મો ગણાય તેમ છે. વળી, સ્વ સ્વામીને સંબંધ, જન્ય-જનકને, નિમિત્ત-નૈમિત્તિકને, છ કારક, પ્રકાશ્યપ્રકાશકને ઈત્યાદિ અસંખ્ય સંબંધની અપેક્ષાએ પણ એક એકના અનંત ધર્મો ઘટે છે. અહીં જે ઘટના અનંતાનંત સ્વપર્યા અને પરપર્યાયે કહ્યા છે, તે બધાની ઉત્પત્તિ, વિનાશ અને સ્થિરતા અનંત કાળે અનંતી વાર થયાં છે, થાય છે અને થશે એ અપેક્ષાએ પણ ઘટના અનંત ધર્મો સંભવે છે. આ પ્રમાણે પીળા રંગથી માંડીને તે આટલે સુધી ભાવની અપેક્ષાએ ઘટના અનંત ધર્મોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી દ્રવ્ય વગેરેની અપેક્ષાએ ઘડાના જે સ્વધર્મો તેમજ પરધર્મો દર્શાવ્યા છે તે ઉભય ધર્મોનું એકી સાથે કથન કરનાર એક પણ શબ્દ નથી, કેમકે શબ્દ તે કમસર જ ધર્મોને નિર્દેશ કરી શકે તેમ છે. સૂર્ય—ચન્દ્રવાચી પુષ્પદંત જેવો કોઈ સાંકેતિક શબ્દ પણ યુગપ-એકી સાથે આવું કાર્ય કરવા સમર્થ નથી, એટલે કે આ દષ્ટિએ ઘટમાં અનંત અવ્યક્ત સ્વધર્મો ઘટે છે. વિશેષમાં પૂર્વની જેમ કહી શકાય (વકતવ્ય) એવા અનંત ધર્મોથી અને ૧ (અ) કતાં, (આ) કર્મ (કાય), (ઈ) કરણ કે કારણ, (ઈ) સંપ્રદાન, (ઉ) અપાદાન અને (9) આધાર એ છે “ કારક' કહેવાય છે એ જ કારક છવ-અજીવ સમસ્ત પદાર્થો સાથે સ ( કથંચિત તાદામ્ય ) સંબંધે સાધક, બાધક કે સાધ્ય રૂપે પ્રવર્તે છે. આનો અર્થ છુટ રીતે સમજાય તે માટે એક ઉદાહરણ વિચારીશું. ઘરરૂપ કાર્યના છ કારકોને વિચાર કરીએ તો જણાશે કે ઘડે બનાવનાર યાને કુંભાર તે ‘કર્તા' છે; ઘટ તે કાર્ય'; માટી તે “ ઉપાદાન-કારણ” અને ચક્ર, દંડ ઇત્યાદિ “નિમિત્તકારણ'; માટીના પિંડને નવા પર્યાયની પ્રાપ્તિ તે “ સંપ્રદાન '; સ્થાન વગેરે પૂર્વ પર્યાયને વ્યય—નાશ અથત જુદાપણું તે “ અપાદાન '; અને ઘટાદિ પર્યાયનું આધારપણું તે “ આધાર '. ભવાનંદી આત્મા પર છ કારકનું ચક્ર બાધકરૂપે કેવી રીતે પરિણમી રહ્યું છે તેનું સ્થળ સ્વરૂપ એ છે કે સંસારી આત્મા વિભાવ રાગાદિ જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યરૂપ કર્મને “કર્તા ' છે; તે રાદિની પરિણતિરૂપ ભાવ-કમેં કરીને જ્ઞાનાવરણીયાદિ દ્રવ્ય-કર્મને ગ્રહણ કરવા રૂપ “ કાય ' કરે છે: અશહ વિભાવ પરિણામરૂપ ભાવાશ્રવ તે “ ઉપાદાન -કારણ” અને હિંસાદિ ૧૮ પાપસ્થાનકના સેવનરૂપ દ્રવ્યાશ્રવ તે “નિમિત્ત-કારણુ’ છે; અશુદ્ધ ક્ષપશમની તથા દ્રવ્ય-કર્મની પ્રાપ્તિ તે ‘સંપ્રદાન છે સ્વધર્મને અટકાવે, શુદ્ધ ક્ષપશમની હાનિ અને પરભાવનું અનુસરણ એ “અપાદાન ' છે અને અનંતી અશુદ્ધ વિભાવતા તથા જ્ઞાનાવરણીયાદિ કર્મને રાખવા રૂપ શકિતને વિષે જ ચેતનાની વિશ્રામા અને સ્થિતિ તે ‘આધાર’ છે. આ જ ષકારક ચક્રને જ્યારે સાધક આત્મા પિતાના મૂળ સ્વરૂપના આવિર્ભાવ માટે ઉપયોગમાં લે, ત્યારે તે બાધક મટી સાધક બને છે અને સિદ્ધ પરમાત્માને તો તે સાધ્યરૂપે પરિણમ્યું છે. સાધક જીવે એ પ્રમાણે પિતાના આત્માને સંબોધો કે હે ચેતન ! તું પરભાવને કર્તા, ભક્તા કે ગ્રાહક નથી. પરંતુ હું તો ચિદાનન્દ સ્વરૂપનો ભગી છે; તારું કાર્ય તો અનંત ગુણ પરિણામિક સ્વરૂપને ભોગવવાનું છે, વાતે વીતરાગની વાણીનું યથાર્થે પાન કરી, અનાદિ વિભાવરૂપ વિષ નિવારી સ્વત સંભારી, સ્વપરને વિવેક ધારી સહજાનંદ પદ પ્રાપ્ત કરવું એ જ તારૂ “ કાર્ય' છે, તું તેનું ઉત્પાદન કારણ' છે; તારી ગુણ-સંપત્તિને તારા પ્રદેશ પ્રદેશે પ્રકટાવવા રૂપ દાનને તું “સંપ્રદાની' છે, માટે અનાદિ અશુદ્ધ પરિણામને ત્યજી દે અને તારી સત્તાને આધાર એ તું આત્મરમણતા કેળવ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy