SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ–અધિકાર. [ પ્રથમ ઠેઠ અમુક અપેક્ષાએ તે અનંત ગુણે પીળે છે. એવી રીતે આ ઘડામાં અમુક દ્રવ્ય કરતાં એ ગુણી પીળાશ આછી છે, અમુક કરતાં ત્રણ ગુણી આછી એમ ઠેઠ અમુક પદાર્થની પીળાશ કરતાં અનેક ગુણી ઓછી છે. આ પ્રમાણે પીળાશની જ ષ્ટિએ ઘડાના સ્વ પર્યાયાની સ ંખ્યા અનતની જોઇ શકાય છે. २७८ જેમ પીળા રંગની અપેક્ષાએ એના પેાતાના પર્યાયે અનંત થઇ શકે છે, તેમ કાળા વગેરે વણુની વિવક્ષા કરતાં એના પર પર્યાયે અનંત હાવાની કલ્પના થઇ શકે છે. એ પ્રમાણે છ જાતના રસ, બે પ્રકારની ગંધ, આહ તરેહના સ્પર્શની દ્રષ્ટિએ પણ ઘટાવી લેવું. શબ્દની અપેક્ષાએ સત્ત્વ— k ઘટ ’ એવા અ જુદા જુદા દેશમાં જુદા જુદા શબ્દથી દર્શાવાય છે. એટલે ‘ઘટ’ અ જણાવવા માટે વિવિધ ભાષાઓના ભેદને લીધે અનેક શબ્દોથી વ્યવહાર થાય છે. આ શબ્દોની અપેક્ષાએ ઘટ સત્ છે અને એ બધા એના સ્વ પર્યાય છે, જ્યારે જે શબ્દોથી ‘· ઘટ ’ના ભાવ જણાવી શકાતા નથી તે શબ્દોની અપેક્ષાએ એ અસત્ છે અને એ બધા એના પર પર્યાયા છે. આ ઉભય પોંચા અનંત છે. અથવા ઉપર આપણે જે જે ઘટના સ્વ ધર્મો અને પર ધર્માં દર્શાવ્યા છે, તે તે ધર્મને જણાવનારા જેટલા શબ્દો છે તે એના સ્વ કે પર ધર્મની કોટિમાં આવે છે. સખ્યાની વિવેક્ષાએ સત્ત્વ— કોઇ દ્રવ્યની અપેક્ષાએ આ ઘડા પહેલે ગણાય, તેમ કોઇની દૃષ્ટિએ બીજે, એમ છે અનંતમા પણ ગણી શકાય. આ બધી સ ંખ્યા ઘડાના સ્વ ધર્માં છે એટલે એ દૃષ્ટિએ તે સત્ છે, જ્યારે જે જે સ ંખ્યાથી એને વ્યવહાર થઇ શકે તેમ નથી, તે એના પર ધર્મ છે અને એની અપેક્ષાએ એ અસત્ છે. આ બધા ધર્માંની સંખ્યા અનત છે. અન્ય રીતે પણ આને વિચાર થઇ શકે છે. જેમકે આ ઘડામાં જેટલા પરમાણુ કે પલાદિ રહેલા છે, તે બધી સંખ્યા એના સ્વ ધર્માં છે અને એ સિવાયની સખ્યાઓ પર ધર્મો છે. એ પ્રકારે પણ સ્વ ધર્મોની અને પર ધર્માની સ ંખ્યા અનતની ખને છે. સયેાગ-વિયેાગની અપેક્ષાએ સત્ત્વ— આજે અનત કાળથી આ ઘડાના અનંત પદાર્થો સાથે સચેાગે. વિયેાગેા થયા છે, એ બધા સ્વધર્મ હાવાથી એ દૃષ્ટિએ એ સત્ છે, જ્યારે જે અનંત પદાર્થા સાથે એના સંચાગા-વિયેાગા થયા નથી, તે સંચાગા–વિચેાગા એના પરધમ હાવાથી એની અપેક્ષાએ એ અસત્ છે. પરિમાણુાદિની અપેક્ષાએ સત્ત્વ— અમુક દ્રવ્યની અપેક્ષાએ આ ઘડા નાના ગણાય અમુકની અપેક્ષાએ તે મેાટા ગણાય. એવી રીતે અન્યાન્ય અપેક્ષાએ તે લાંબા અને ટુ કા પણ ગણાય. એ રીતે એનું માપ અનંત પ્રકારવુ જોઇ શકાય છે. આ બધાં અનત માપો ઘડાના સ્વ ધર્માં છે એટલે એ અપેક્ષાએ એ સત્ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy