SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ-અધિકાર. [ પ્રથમ પ્રસ્તુત પ્રશ્નને એટલે કે કોઈ પણ એક વસ્તુમાં અનન્ત ધર્મે કેવી રીતે ઘટી શકે છે તેને ઉત્તર આપણે એક માત્ર સેનાના ઘડાના દષ્ટાન્તથી આપીએ. આ વિવક્ષિત ઘડો પિતાનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ હૈયાતી ભેગવે છે–અસ્તિત્વ ધરાવે છે, જ્યારે બીજાનાં દ્રવ્યાદિની અપેક્ષાએ તેનું અસ્તિત્વ નથી. સત્ત્વ, યત્વ, પ્રમેયત્વ ઇત્યાદિ ધર્મોની અપેક્ષાએ આ ઘડાને વિચાર કરતાં તેના સત્ત્વ વગેરે સ્વ પર્યાય જ છે, કેઇ પર પર્યાય નથી. અર્થાત્ આ ઘડો સર્વદા સત્ જ છે, કેમકે સત્ત્વાદિ ધર્મો વસ્તુ-માત્રમાં દ્રવ્યની અપેક્ષાએ હેવાથી એ ધર્મોની અપેક્ષાએ પ્રત્યેક વરતુ પરસ્પર સમાન છે, સત્ત્વ અને અસત્વ સજાતીય છે; વિજાતીય માટે તેમાં અવકાશ નથી–એ ધર્મોમાં પરની કલ્પના માટે સ્થાન નથી. આ ઘડાને આપણે વિશેષ વિચાર કરીશું તે જણાશે કે આ ઘડો પુદગલના પરમાણુઓથી બનેલું છે, વાસ્તુ એ પગલિક દ્રવ્યરૂપે સત્ કહેવાય, પરંતુ ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાળ એ પૈકી કઈ પણ રૂપે તે તે અસત્ કહેવાય. અત્ર પૌગલિકપણું એ આ ઘડાનો સ્વ પર્યાય છે અને એ પર્યાય ધર્માસ્તિકાય, જીવાસ્તિકાય વગેરે અનંત પર પર્યાયાથી છૂટો (વ્યાવૃત્ત) છે એટલે કે ઘડાનો સ્વ પર્યાય એક છે, જ્યારે તેના પર પર્યાયે અનંત છે. વળી ઘડો પૃથ્વીને બનેલ હેવાથી તે રૂપે-પાર્થિવરૂપે સત્ છે, પરંતુ જળ, અગ્નિ, વાયુ ઇત્યાદિ રૂપે અસત્ છે. અહીં પણ પાર્થિવરૂપ ઘડાને સ્વ પર્યાય એક છે, જ્યારે તેના જલાદિપ પર પર્યાની સંખ્યા અનંતની છે. આ પ્રમાણે આગળ ઉપર પણ સ્વ-પર પર્યાની સંખ્યા ઘટાવી લેવી. આ પાર્થિવ ઘટ પણ ધાતુરૂપે સત્ છે, પરંતુ માટી વગેરે રૂપે તે અસત્ છે. ધાતુમાં પણ તે સેનાને બનેલો છે, નહિ કે ત્રાંબુ, પિત્તળ, કે ચાંદી વગેરે ધાતુને; વાતે તે સેનારૂપે સત્ છે, જ્યારે ત્રાંબુ વગેરે રૂપે તે અસત્ છે. સેનામાં પણ એ ઘડેલા સોનાને હેવાથી તે રૂપે સત્ છે, પરંતુ ઘડ્યા વિનાના સોનારૂપે તે અસત્ છે. ઘડેલા સેનારૂપે સત્ એ આ ઘડા અમુક સોની (મોતીરામ કારીગર)ના હાથે તૈયાર થયેલો હેવાથી તે રૂપે સત્ છે, જ્યારે બીજા નરોત્તમ વગેરે કારીગરેની અપેક્ષાએ તે અસત્ છે. વિશેષમાં આ ઘડેલે ઘડો સાંકડા મુખવાળો અને વચ્ચેથી પહેળા આકારનું હોવાથી તે રૂપે સત્ છે, જ્યારે મુગટ વગેરેના આકારરૂપે તે અસત્ છે. ઉપર્યુકત જે આકારરૂપે આ ઘડો સત્ છે તે આકાર ગેળ છે એટલે તે ગળાકારે સત્ હેઈ એ સિવાયના લાંબા, ચેરસ ઇત્યાદિ આકારે અસત્ છે. વળી એને ગોળાકાર પણ પિતાના જ પરમાણુઓથી બનેલો હોવાથી તે દષ્ટિએ એ સત છે, પરંતુ બીજા પરમાણુઓની અપેક્ષાએ તે એ અસત્ છે. આ પ્રમાણે જે જે દષ્ટિએ એનું સત્ત્વ જોઈ શકાય છે તે તે દષ્ટિ તે એને સ્વ પર્યાય છે, જ્યારે બાકીની દષ્ટિ-અપેક્ષાઓ એના પર પર્યા છે. આ પ્રમાણે દ્રવ્યની અપેક્ષાએ ફક્ત એક ઘડાના સ્વ પર્યાયે થડા છે, જ્યારે તેના પર પર્યાયે તે અનંત છે. ક્ષેત્રની વિચક્ષાએ સવ-- ક્ષેત્રની અપેક્ષાએ આનું સત્ત્વ-અસત્વ વિચારીએ. ક્ષેત્રની અપેક્ષાએ જોતાં આ ઘડે ત્રિલેકવતી છે એટલે ત્રણે લેકમાં વર્તવાપણું એ ઘડાને પોતાના પર્યાય છે. આ પર્યાયને બીજે કઈ પર પર્યાય હેતું નથીત્રિલેકવર્તી આ ધડે તિય-લેકમાં હોવાથી એ રૂપે તે સત છે, પરંતુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy