SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આત દર્શન દીપિકા. અર્થાત જૈન દર્શનમાં નય રહિત કઈ સૂત્ર કે અર્થ નથી. આથી કરીને નાવિશારદ (નયમાં નિષ્ણાત ગુરુ )ગ્ય શ્રોતા મળતાં નયનું વિવિધ પ્રકારે કથન કરે.' આ પ્રમાણેના ગૌરવવાળા નયના લક્ષણ પરત્વે પૂર્વ મુનિવર્યોનું શું કથન છે તે જોઈ લઈએ, નયનાં લક્ષણે– (૧) નયચકસારમાં નય પરત્વે કહ્યું છે કે ___ " अनन्तधर्मात्मके वस्तुन्येकधर्मोन्नयनं ज्ञानं नयः " અર્થાત્ અનંતધર્માત્મક પદાર્થને વિષે (એટલે કે કઈ પણ વસ્તુના અનંત ધર્મો પૈકી) એક ધર્મનું મુખ્યપણે ગ્રહણ તે “નય ” છે. (૨) ન્યાયાવતાર (લે. ૨૯ )ની ટીકા (પૃ૦ ૭૩)માં શ્રીસિદ્વર્ષિ નયની વ્યાખ્યા નીચે મુજબ રજુ કરે છે – ___"अनन्तधर्माध्यासितं वस्तु स्वाभिप्रेतैकधर्मविशिष्टं नाति-पापयति संवेदनमारोहयतीति नयः " અર્થાત્ અનંત ધર્મોથી વિશિષ્ટ વસ્તુને પિતાને અભિમત એવા એક ધર્મથી યુક્ત જે જણાવે છે તે “નય” છે. (૩) આ સંબંધમાં પ્રમાણુનય, (૫૦૭, સૂ૦ ૧)ને મુદ્રાલેખ એ છે કે – "नीयते येन श्रुताख्यप्रमाणविषयीकृतस्यार्थस्यांशस्तदितरांशौदासीन्यतः स प्रतिपत्तुरभिप्रायविशेषो नयः " અર્થાત સિદ્ધાન્તમાં કહેવા પ્રમાણ વડે વિષયરૂપ બનેલા (એટલે કે પ્રત્યક્ષાદિ પ્રમાણેથી નિશ્ચય કરાયેલા) અર્થના અંશરૂપ અને ઈતર અશે તરફ ઉદાસીનતા (એટલે કે નહિ તેનું ગ્રહણ કે નહિ તેને નિષેધ) પૂર્વકને અભિપ્રાય–વિશેષ તે “નય” છે. ૧ નયની મહત્તાને લક્ષ્યમાં રાખીને તો અનેક વિબુધવએ નયના વિવરણના પ્રસંગને જો ન કરતાં સાનન્દ વધાવી લીધો છે. ૨ આ ઉપરથી એ ફલિત થાય છે કે નયરૂપે ગણાવા લાયક કોઈ પણ આશય–અભિપ્રાયવિચાર પ્રત્યક્ષ, અનુમાન કે અન્ય કઈ પણ પ્રમાણથી બાધિત ન જ હોવો જોઈએ. અમુક વિચાર cત છે, અસંદિગ્ધ છે, દોષરહિત છે એવી પ્રતીતિ પ્રમાણ દ્વારા થાય ત્યાર પછી જ તે વિચાર નયસમિતિને સભ્ય બની શકે છે. વિશેષમાં આ પ્રમાણે સભ્ય બનેલા વિચારે પોતાનાથી ભિન્ન કે વિરૂદ્ધ વિચાર સાથે ઝપાઝપી કરવા કે ઝુંબેશ ઊઠાવવા તૈયાર થવું નહિ, પરંતુ પિતાનું કાર્ય તેના તરફ ઉદાસીન રહી બજાવવું જોઇએ. જે આ પ્રમાણે નહિ વ તે ન સમિતિ તેને પિતાની સમિતિમાંથી કાઢી મૂકેતેને “ નયાભાસ ની પદવી આપી તેને પોતાના સંઘ બહાર મૂકી દે. 86 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy