SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ જીવ-અધિકાર [ પ્રથમ તે પ્રથમ દર્શન અને પછી જ્ઞાન એ વાત છદમસ્થના ઉપયોગ પરત્વે સુવિદિત છે, કારણ કે પ્રથમ સામા યને અનુભવ કરાય છે અને ત્યાર બાદ વિશેષને અનુભવ થાય છે. એવી રીતે કેવધીમાં ક્રમથી પ્રાપ્ત થયેલા ભેદે હવા જોઈએ; હા, એટલી વિશેષતા જરૂર છે કે કેવલીમાં પ્રથમ જ્ઞાન અને પછી દર્શન છે, કેમકે બધી લબ્ધિઓ સાકાર ઉપયોગવાળાને જ પ્રાપ્ત થાય છે એટલે કે કેવલીમાં જ્ઞાનહેતુક દર્શન છે. આ પ્રમાણે ક્રમિકવાદી કહેવા તત્પર હોય તે તે તેની અજ્ઞાનતા છે. કેમકે “ ઇવં તો નથિ વવના ” એ કથન તે એક કાલમાં બે ઉપગની ઉપપત્તિની ના પાડે છે, નહિ કે સમકાલમાં તે બેના અવસ્થાનની. ઉભય ઉપગની ધારણમાં અન્તરાયરૂપ કેઈ સામગ્રી નહિ હેવાથી સહાવસ્થાનમાં કશું જ નથી. વળી અવગ્રહરૂપ મતિજ્ઞાનને આપ દર્શન કહે છે અને અપાયરૂપ મતિજ્ઞાનને જેમ જ્ઞાન કહે છે તેમ કરવાથી તે મતિજ્ઞાન દશનરૂપ બનશે અને એ વાત તે યુક્તિ-વિરુદ્ધ છે અને વળી મતિજ્ઞાનના ૨૮ ભેદને ઉચ્છેદ થશે તે વધારામાં. અત્રે એ પણ ઉમેરવામાં આવે છે કે યથાસ્થિત તત્ત્વનું શ્રદ્ધાન પણ સમ્યજ્ઞાનરૂપ સમજવું. સમ્યગદર્શન પણ સમ્યજ્ઞાનની એક પ્રકારની વ્યાપ્ય જાતિ હોવાથી આ સમજણમાં કંઈ આફત આવતી નથી. આ પ્રમાણે આપણે જ્ઞાન-દર્શનનું દિગ્દર્શન કર્યું. હવે જૈન દર્શનની વિશિષ્ટતાને સિદ્ધ કરનારા નયના માર્ગનું અવલોકન કરીએ. નય-મીમાંસા નય એ તત્ત્વજ્ઞાનના ભંડારને ઉઘાડનારી સુવર્ણની કુંચી છે, વિકટમાં વિકટ પ્રશ્નને સુન્દર અને સચોટ રીતે ઉકેલનારી બારાખડી છે, જગના સમગ્ર વિચાનયને પ્રભાવ રાખ્યું અને વતનનું--સામાજિક કે વ્યક્તિગત બંધારણના પાયાનું નિરીક્ષણ કરાવનારી દીપિકા છે, મતાંતર-સહિષ્ણુતારૂપ વલ્લીને પિપનારી મેઘ-વૃષ્ટિ છે અને અસંતેષ અને ગેરસમજને બહિષ્કાર કરનારી રાજાજ્ઞા છે. આવા અનુપમ નયને જૈન દર્શનમાં કેન્દ્ર-સ્થાન આપવામાં આવ્યું છે નયની વ્યાપકતા એટલું જ નહિ, કિન્તુ તેની સર્વવ્યાપકતા સ્વીકારવામાં આવી છે, એ વાત શું વિશેષાની નિમ્નલિખિત ગાથા ઉપરથી તરી નથી આવતી?— ___ " नेत्यि नएहिं विहुणं, सुत्तं अत्थो य जिणमए किंचि। आसज्ज उ सोयारं, नए नयविसारओ बूमा ॥ २२७७ ।।" ૧ છાયા - नास्ति नर्यविहीनं सूत्रमर्थश्च जिनमते किश्चित् । આઇ તુ છોતાાં નવાર નાવિહાર ગૂગાત | ૨ આ ગાથા ટાંચણરૂપે અનુગદ્વારની શ્રી હેમચન્દ્રસૂરિકૃત વૃત્તિ (પત્રાંક ૧૭)માં નજરે પડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy