SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલાસ ] આહંત દર્શન દીપિકા થઈ શકશે અને કેવલદર્શનમાં કેવલજ્ઞાનની વિશિષ્ટ હેતતા હોવાથી દ્વિતીય સમયમાં કેવલદર્શન નની ઉપપત્તિ માટે જરૂર અવકાશ રહેશે. આ પ્રમાણે કમિક સામગ્રીરૂપ ઉભય સંપત્તિ વડે ક્રમિક ઉપગ-દ્રયની ધારને નિર્વાહ થવાને અને એક ક્ષણ ન્યૂનાધિક આયુષ્યવાળાઓમાં એક ક્ષણમાં કેવલજ્ઞાનની ઉત્પત્તિને સ્વીકાર નહિ કરવાથી પણ સર્વ જાતની ઉપપત્તિ સંભવે છે તે શા માટે અમારે કામિક ઉપગ વાદ ન માન ? યુગપ૬–એક ક્ષણ પૂનાધિક આયુષ્યવાળાઓમાં એક ક્ષણમાં કેવલજ્ઞાનની ઉત્પત્તિ નહિ સ્વીકારવાનું સાહસ તમે કરી શકે તેમ નથી, કેમકે રજપુર્વ રાજ ઇત્યાદિ કથનથી વિરોધ ઉપસ્થિત થાય છે. વળી તેવી હેતુતામાં કઈ પણ પ્રમાણુ નથી, કારણ કે ઉત્પન્ન થયેલું કેવલજ્ઞાન ક્ષાયિક હેવાથી તેને નાશ કઈ પણ રીતે સંભવતે જ નથી તેમજ તેની અનુપપત્તિ માટે પણ અવકાશ નથી. આ પ્રમાણે ક્રમિક ઉપયોગ-વાદ પ્રમાણ-વિકલ જણાય છે એથી કરીને એક કાળમાં બને ઉપયોગો સ્વીકારવા એ ઉત્તમ માર્ગ છે એવી શ્રીમદ્ભવાદી ઉલ્લેષણ કરે છે. એય –ભગવાન શ્રીસિદ્ધસેન દિવાકર ક્રમિક કે અક્રમિક ઉપગવાઇને ન સ્વીકારતાં ત્રીજો જ માર્ગ ગ્રહણ કરે છે. તેમનું કહેવું તે એ છે કે જે જ્ઞાન છે તે જ દર્શન છે. જ્ઞાન-ઉપગથી દર્શન-ઉપગ પૃથક છે જ નહિ, કેમકે બંને કારણની સામગ્રીના સદ્ભાવમાં સમૂહના આલંબનરૂપ ઉત્પાદ જ અન્યત્ર જણાય છે, માટે પૂર્વોકત અપરિદઈ કલેશમાં પડવાની કશી જરૂર નથી. વળી ઐક્યવાદરૂપ પક્ષમાં જ કેવલીને સર્વજ્ઞ કહી શકાય તેમ છે; અન્ય પક્ષોમાં તેમ કરવું અશકય છે. આ વાતને તેઓ સંમતિતર્ક ( કા ૨)ની નિમ્ન-લિખિત ગાથા દ્વારા પ્રઘોષ કરે છે – “ 'जह सव्वं सायारं, जाणइ एक्कसमएण सव्वण्णू। जुज्जह सया वि एवं. अहवा सव्वं ण याणाइ ॥ १० ॥" અર્થાત જાતે-વ્યક્તિ સહિત ધર્મવાળું સાકાર જગત સામાન્ય–વિશેષાત્મક છે. જે એક સમયમાં કેવલી સર્વ સાકાર જગને જાણે છે તે જ સમગ્ર કાળમાં તેનું સર્વજ્ઞપણું સંભવે છે. અથવા મતિજ્ઞાનની જેમ તે સર્વને ન જાણે તો તેની સર્વજ્ઞતા ઘટી શકતી નથી. સાથે સાથે એ ભૂલવા જેવું નથી કે દર્શનમાં તે સામાન્યનું જ ગ્રહણ કરવાની શક્તિ છે, તે કંઇ વિશેષ ઉપર પ્રકાશ પાદ્ધ શકે તેમ નથી. આથી કેવલદશનને કેવલજ્ઞાનથી ભિન્ન ન માનતાં જે કેવલજ્ઞાન છે તે જ કેવલદર્શન છે એમ સ્વીકારવું, કેમકે જ્ઞાનના પ્રકાશમાં તમામ પ્રકાશને અન્તર્ભાવ થઈ જાય છે. વિશેષમાં જ્ઞાન વ્યક્તસ્વરૂપ છે, જ્યારે દર્શન અવ્યક્તસ્વરૂપી છે; એથી ક્ષીણ આવરાણ ૧ છાયા કરિ સર્ષ રાજા ગાનાર પ્રથામા ? | पुस्पते सदाऽपि एवमथवा सर्वमानाति ॥ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy