SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ જીવ-અધિકાર [ પ્રથમ દશનથી જુએ છે એમ પણ કહી શકાય તેમ નથી, કેમકે શાસ્ત્રમાં ચક્ષુર્દશનાદિ ચાર પ્રકારે જ દર્શાવ્યા છે, મન:પર્યાયદર્શનને ઉલલેખ જ નથી. નન્દીસત્રના ઉપયુક્ત (પૃ. ૨૬૨) ઉલ્લેખ પરત્વે કેટલાક આચાર્યોનું માનવું એમ છે કે આ ઉલ્લેખ તે મન:પર્યાયજ્ઞાનીને અવધિદર્શનને સંભવ છે એ લક્ષ્મીને કરવામાં આવે છે, એટલે કે જેને ચાર જ્ઞાન હોય તે અવધિદર્શનથી જુએ છે, પરંતુ જેને મતિ, શ્રત અને મન:પર્યાય એ ત્રણ જ્ઞાન હોય તે ફક્ત જાણે છે, જોતા નથી. પ્રજ્ઞાપનાના ત્રીસમા પદમાં મન:પર્યાયજ્ઞાનને સારી રીતે જવા રૂપ સાકાર ઉપયોગસ્વરૂપી પશ્યન્તા કહી છે તે વડે મન:પર્યાયજ્ઞાની જુએ છે એમ પણ કહેવામાં આવે છે. કેવલજ્ઞાન અને કેવલદર્શન સંબંધી વિચાર-સ્વાતંત્ર્ય આપણે પૃ. પર-૫૮ માં ઉપયોગ સંબંધી ડોક નિર્દેશ કર્યો છે. અત્રે એ સંબંધમાં ખાસ કરીને જ્ઞાનબિન્દુના આધારે વિશેષ વિચાર કરવામાં આવે છે. સૌથી પ્રથમ તે એ ઉલ્લેખ કરે આવશ્યક સમજાય છે કે શ્વેતાંબર આચાર્યોમાં ત્રણ પક્ષ છેઃ (૧) ભગવાન શ્રીજિનભદ્રગણિ અને એમના અનુયાયીઓ–સૈદ્ધાન્તિકે કેવલજ્ઞાન અને કેવલદર્શનને ઉપગ ક્રમશઃ છે એમ માને છે; (૨) પ્રભુ શ્રીમદ્ભવાદી અને એમના ભક્ત જને યુગપત્ ઉપગની માન્યતા ધરાવે છે; (૩) ન નનમણિ શ્રીસિદ્ધસેન દિવાકર અને એમને ચીલે ચાલનારા તાર્કિકે કેવલજ્ઞાન અને કેવદર્શનને ભિન્ન ન ગણતાં એક માને છે. આ પ્રમાણે (૧) કમિક ઉપગવાદી, (૨) યુગપટ્ટ ઉપગવાદી અને (૩) એકવાદી એમ ત્રણ મંતવ્યથી ભવેતાંબર શાસન શોભી રહ્યું છે. બાલઅને એકાન્તવાદની જાળમાંથી બચાવનાર આ મંતવ્યને શોભાસ્પદ કહેવાં તેમાં કશી અતિશયોક્તિ નથી. આ મંતવ્યની ઈમારત જુસૂત્ર, વ્યવહાર અને સંગ્રહ નયરૂપ ઈટથી ચણાયેલી છે, એ વાત આપણે પ૫ મા પૃષ્ઠમાં જોઈ ગયા છીએ. આથી આ સંબંધમાં વિશિષ્ટ - વિવેચન તરફ હવે દષ્ટિપાત કરવામાં આવે છે. પ્રથમ તે આ ત્રણ મતેના વિવરણમાં સરલતા થાય તે માટે ક્રમિક, યુગપટ્ટ અને ઐક્ય એવી ત્રણ સંજ્ઞાઓ જી યુગપ૬ અને કમિક વાતની ચર્ચા રજુ કરીએ. ૧ જુએ પૃ૦ ૫૮-૫૯. ૨ નન્દીસત્રની વૃત્તિમાં તાકિ કમૌલિમૌલિ શ્રીસિદ્ધસેન દિવાકરને યુગપ૬ ઉપગવાદી તરીકે આલેખ્યા છે, પરંતુ તે અભ્યપગમવાદ અનુસાર સમજવું, નહિ કે સ્વતંત્ર સિદ્ધાન્તના અભિપ્રાય મુજબ, કેમકે એમને મત સંમતિત ( કાદ ૨ )ની નિમ્ન-લિખિત ગાથામાં સ્પષ્ટ રીતે તરી આવે છે – " मणपन्जवणाणतो णाणस्त य द रिसणस्त य विसेसो। केवलणाणं पुण दंसणं ति णाणं ति य समाणं ॥ ३॥" [ મનઃvar જ્ઞાનાત્ત: જ્ઞાનક્ય ના ૪ વિકg: ! - યક્ષને પુનનિમિતિ ઇ કાન || ] અર્થાત મન:પર્યાવજ્ઞાન સુધીનાં જ્ઞાને આથીને જ્ઞાન અને દર્શનમાં વિશેષતા છે, પરંતુ કેવલજ્ઞાન પરત્વે તે જ્ઞાન અને દર્શન સમાન છે-એમાં કંઇ ભેદ-ભાવ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy