SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલ જીવન કથા પહદે ખસી જઈ જાણે તેજ ન પ્રસરતું હોય તેમ લાગ્યું. એને સત્ય સુખ શામાં છે તેની ઝાંખી થવા માંડી. ઘણે વખત વિચારના વમળમાં ફસેલે આત્મા મહાત્માના શેડા ઉપદેશથી કંઈક સ્વતંત્રતા અને સુખ અનુભવવા લાગ્યું. જાણે બધા પાશે તૂટતા ન હોય તેમ એને લાગ્યું. અઘેર અને અંધકારમય વનમાં એક સ્વચ્છ અને પ્રકાશવંત માર્ગ દેખાય. વ્યાખ્યાન પૂર્ણ થયું. માનવમેદની વિખરા. મનસુખ સૂરિજી પાસે ગયે. તેણે પિતાની શંકાઓ જાહેર કરી. તેનું નિરસન થયું. પછી મનસુખ ઠાવક થઈ બે -“ગુરુદેવ! હું આ દુઃખમય સંસારમાં ન ફર્સ માટે મને આજીવન બ્રહ્મચર્ય વ્રત આપ. હું હજી મારા જીવનને પવિત્રતાના ઉંચા પગથિયે લઈ જવા ચાહું છું વાતે મને બ્રહ્મચર્ય વ્રત આપી, વર્તમાનમાં સંસારની વાસનાના મજા મારા ઉપર ન ધસી આવે માટે પાળ બાંધી આપે.” જનહૃદયના પરીક્ષક મહાત્મા શ્રીવિજયધર્મસૂરિજીએ એ કાંચનને તપાસ્યું. કથીર તે નહિ નીકળે? પણ કાંચન કેમ કથીર નીકળે ? અન્ને મહાત્માએ તેને બ્રહ્યચર્ય વ્રત આપ્યું. મનસુખ કંઈક ગુણ આનંદ અનુભવતે ગૃહ પ્રતિ પાછો ફર્યો. છેડે સમય વીત્યા બાદ એણે ઉપાશ્રયમાં “સમરાદિત્ય કેવલીને રાસ” વંચાતે સાંભળે. વૈરાગ્યના ઉત્તમ કોટિના એ ગ્રંથે મનસુખના હૃદય પર ખૂબ ઉંડે અસર કરી. આ તે બળતામાં ઘી હેમાવા જેવું થયું. વૈરાગ્યને અગ્નિ તે પ્રજ્વલિત થઈ ચૂક્યો હતો, આ રાસની ઉચ્ચ ભાવનાએ તેમાં ઘીની ગરજ સારી. તે બિલકુલ આ સંસારના ઝઘડાઓથી ઉદાસી બન્યો અને સાધુતા ગ્રહણ કરવાની ભાવના તેના હૃદયમાં દઢ થવા લાગી. દીક્ષા માટે પ્રયાણ-નિરાશા-પુનરાગમન શીતળ નહિં છાયા રે આ સંસારની કુડી છે માયા રે આ સંસારની કાચની કાયા રે છેવટ છારની સાચી એક માય રે જિન અણુગારની ” –બાર વ્રતની પૂજા. મનસુખને હવે સંસારમાં રહેવું બહુ કઠિન ભાસતું હતું. તેનું મન વેરાગ્યમય બન્યું હતું. આથી તેના મનમાં એમ થતું હતું કે આ બધી શી ઉપાધિઓ મારે તે બધું છે દઈ સંસારી મટી સાધુ થવું છે કે જેમાં સંસારનાં દુઃખનું અસ્તિત્વ નથી. આ ભાવના ધીરે ધીરે ૫કવ થતી જતી હતી. અને એનું મન વધારે ને વધારે સંસારી કાર્યોથી ઉદાસીન બનતું જતું હતું. તેમાં જાણે કુદરતે સહગ ન આયે હોય તેમ તેના પિતાશ્રી ભગવાનદાસ શેડી માંદગી બાદ આ ક્ષણિક સંસારને છે ચાલતા થયા. યદ્યપિ મનસુખને પિતા તરફના પ્રેમને લીધે દુઃખ તે અવશ્ય થયું, પણ જ્ઞાનદષ્ટિથી જોતાં તેને લાગ્યું કે “મારે માર્ગ હવે એકલો થયો. હવે મને ઈષ્ટ પથમાં પ્રગતિ કરતાં કઈ રોકવા નહિ આવે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy