SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલ જીવન કથા મનસુખે આ બધું જોયું અને જાણ્યું કે મોટા ભાઈ સખ્ત બિમાર છે. ભાઈ તરફની પ્રેમે એના હૃદયમાં દુઃખ પેદા કર્યું પણ એ અફસોસ કરે કે ન કરે તેટલામાં નેહીઓના કારમાં રુદનની એક વજા જેવા સખ્ત હૃદયને ધ્રુજાવી નાખે તેવી ચીસ સંભળાણી અને ઘરમાં કકળાટ મચી ગયો. મનસુખે વિલાપ કરતા જેનાથી જાણ્યું કે “ભાઈ, માતા જે રસ્તે ગઈ, તે રસ્તે સીધાવી ગયો,” રુદન કરતાં સ્નેહીઓ શબને બાંધી શ્મશાને લઈ ગયા. પેલાં ત્રણ વર્ષ પહેલાનાં હસતાં નેહીઓ આજે રડતાં હતાં, છાતી ફુટતાં હતાં. પેલી નવોઢા તે જાણે રુદનથી આકાશના ટુકડા કરવા ચાહતી ન હોય તેમ વિલાપ કરી રહી હતી. એને વિલાપ દેખી કઈ પિશાચહદયનું માનવી પણ પીગળી જાય. અરે ! પત્થરને પણ જે હૃદય હોય તે પાણું થઈ જાય. પણ ક્રૂર મૃત્યુએ તે પિતાના કાન જ કાપી નાખ્યા હતા. એણે તે પિતાનું ધાર્યું કર્યું. સ્મશાનમાં મનસુખે ભાઈનું સુંદર શરીર સવભક્ષી અગ્નિજવાળામાં સ્વાહા થતું જોયું અને સાથે જ પ્રથમને વિચાર ઉો કે “ શું સાચું સુખ આ છે ?” અત્યારે એના હદયે જવાબ વાળે કે “જે સાચું સુખ બધા માનતા હતા તે 'તું તે તો રે જ છે, અને બીજું જ છે.” મનસુખને પ્રશ્ન ઉઠો કે “ કયાં છે? અને કેવું છે ?” ત્યાં ફરી એનું હૃદય અટવાઈ ગયું. જવાબ ન મળે, એથી ફરી એ મુંઝવણમાં પડશે. થોડા સમય પહેલાના આનંદને બદલે અત્યારે ઘરમાં શેકની ઘેરી છાયા પથરયેલી હતી. બધાનાં મુખે ઉદાસી હતાં. પેલી નવેઢા જેના હાથ પર અને શરીર પર સુંદર ભૂષણે શોભતાં હતાં તેના શરીર પર આજે એક પણ આભૂષણ અસ્તિત્વમાં ને'તું. એ એક શ્યામલ વસ્ત્રથી પિતાના શરીરને વીંટાળી ખુણામાં બેઠી હતી. એનું મુખ જાણે અનન્ત વર્ષોની ચિન્તાઓથી કરમાઈ ન ગયું હોય તેવું થઈ ગયું હતું. અરેરે ! જે સુખને અન્ત દુઃખમાં છે તે સુખ શાનું? All's well that ends well અર્થાત્ જેને અન્ત સારે તે વસ્તુ સારી. આ બધાં દશ્યો અને વિચાર મનસુખને મુંઝવી રહ્યાં હતાં. જેમ આકાશમાં ઘેરાયેલાં ઘનઘોર વાદળાં વેરાઈ જાય અને સૂર્યદેવને સોનેરી પ્રકાશ જગત પર ફેલાય એમ તે જ અરસામાં આચાર્ય શ્રી વિજયધર્મસૂરિજી ત્યાં પધાર્યા. પ્રાતઃકાલનાં વ્યાખ્યાન બધાં સાંભળવા જતાં. મનસુખ પણ ચાલ્યું, ત્યાં એણે એ સાધુશિરોમણિના મુખથી સાંભળ્યું કે “વા જાતતન મધ્યા, રાઘા = તગિરિ .. निरीक्ष्यते भवेऽस्मिन् हि, पदार्थानामनित्यता ॥" અનિત્ય ભાવનાને પૂર્ણ પરિચય કરાવનારા આ લેકની વ્યાખ્યા ચાલી. રાજા, રાણ કે શેઠીઆઓને-કેઈને પણ સુખ નથી; સાચું સુખ તે સંસારથી વિરક્ત થયેલ-જેણે મેહ અને માયા ત્યાગી છે એવા પુણ્યશ્લેક સાધુને છે. મનસુખે આ સાંભળ્યું. એના હૃદય પરથી વજન ઓછું થતું લાગ્યું. હૃદયમાંથી ઘણાં વર્ષોની મુંઝવણ જાણે નાશ ન પામતી હોય તેમ લાગ્યું. એના હૃદયમાંથી ઘર અજ્ઞાનને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy