SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલ જીવન કથા દૃઢ વૈરાગ્ય અને બ્રહ્મચર્ય વ્રત 6. The glories of our blood and state Are shadows, not substantial things; There is no armour against fate, Death lays his icy band on kings. Sceptre and crown Must tumble down And in the dust be equal made With the poor crooked scythe and spade." -James Shirley. ધીરે ધીરે સમય પસાર થતે ગયે. માતાના વિયોગના દર્દની હવા સમય કરી રહ્યા હતા. એક દિવસ તે મનસુખના ઘરમાં વાજાં વાગવા માડયાં. ઘરનાં બધાં માણસે સુંદર અલંકારો અને સુંદર વસ્ત્રો પહેરી ફરવા માંડ્યાં. ઘરે રંગવા અને શણગારવા માંડ્યાં. મિઠાઈઓ તૈયાર થવા માંડે. ચારે કેર આનંદ આનંદ પ્રસરી રહ્યો. મનસુખે જાણ્યું કે મેટા ભાઈનું આજે લગ્ન હતું. પ્રત્યેક મનુષ્ય સમજતું હતું કે આજે ખરે આનંદને દિવસ છે. જીવનના લહાવા લુંટવાને સમય જ આ છે. પણ મનમુખ વિચારતે હસે કે-“શું? - આજ જીવનનું સાચું સુખ છે? આથી જીંદગીમાં સુખ મળે ?” પણ પ્રશ્નના ઉત્તરે ન જ મળતા. એનું અનભ્યાસી હદય જવાબ ને તું આપતું. અને ન સમજાય તેવી મુંઝવણ પેદા કરતું હતું. અસ્તુ. મનસુખે રાતે ખૂબ ધમાલ જોઈ. મોટા ભાઈ લગ્ન કરીને આવ્યા. એક નવેઢા ઘરમાં આવી. બધે ઉત્સાહ ઉત્સાહ અને આનંદ આનંદ ફેલાઈ રહ્યો. ત્રણ ચાર દિવસો વીત્યા કે બધું સમાપ્ત થયું અને ધીરે ધીરે માનવમંડળ વિખરાયું. બહારથી આણેલી નવોઢા હવે ઘરના કામકાજમાં ભાગ લેતી થઈ. અને ઘરમાં આનંદની લહરીઓ વતી લાગી. છતાં મનસુખ હજી મૂઢની જેમ વિચારતે કે- શું આમાં સાચું સુખ છે?” પણ તે પ્રશ્ન અનુત્તર જ રહેતો. - થોડાક સમય આનંદમાં પસાર થયો. એક દિવસ ઘરમાં ડોક્ટર આવ્યા. બધા ધમાધમ કરીને દેહતા જણાયા. ઘરમાં કઈ દવા તૈયાર કરતું તે કઈ કઈ બેરાક બનાવવાની ભાંજગડમાં પડયું હતું. પ્રત્યેકના મુખ પર થી વધતી ચિતાની રેખાઓ પથરાઈ ગઈ હતી. બિચારી પેલી થોડા સમય પહેલાં આવેલી નવેઢાના-સંસારના હાવો લેવાને તલસતી યુવતિના મુખ પર જતાં તે માલુમ પડતું હતું કે ક્યાંય પણ તેજનું અસ્તિત્વ ને તું. એ વ્યાકુળ અને ગભરાયેલી હતી. તેની આંખોમાં વિષાદની ઘેરી છાયા પથરાયેલી દષ્ટિગોચર થતી હતી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy