SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલ જીવન કથા અંગમાં નકામી સુકુમારતા અને કમળતા ન ભરાણું. એ ગામડાની ખણે અને ખેતરમાં ફરતે નિર્ભય બન્યું. સાત વર્ષ વીત્યાં અને તે નિશાળે ભણવા ગયે. ગામડાની નિશાળમાં પણ મનસુખને ભણવાને શેખ લાગે. તેણે ઉત્સાહથી પોતાને અભ્યાસ કરવા માંડ્યો. વર્ગમાં પણ તેને ઉંચે નંબર રહેતા. પણ સ્થિતિની પરિવર્તનશીલતાનાં ચક્રમાં કયો સંસારી નથી સપડાતે ભગવાનદાસ મહેતાની સ્થિતિ પલટાણ. પૈસાની તંગાશ વધી. કુટુમ્બનું એકલે હાથે ભરણપોષણ મુશ્કેલ બન્યું. તેમણે પુત્રને ધંધામાં જોડ્યા. મનસુખને પણ પિતાના પાંચ વર્ષના અભ્યાસને તિલાંજલી આપવી પદ્ધ અને અણગમતી રીતે પિતાની આજ્ઞાને માન આપીને વેપારી લાઈન સ્વીકારવી પડી. પણ પાણીમાં રહેતાં કમળને જેમ પાણીને પાસ લાગતું નથી તેમ આવા વ્યવસાયમય જીવનમાં પણ મનસુખનું મન આ સર્વ વાતેથી નિરાળું રહ્યું. માતાને સ્વર્ગવાસ “ સુખે ચાલ્યો જાતે દિવસ સુખમાં ના ગત થશે, મળ્યા અપાનંદ મનુજ દિલને તે ખરી જશે; રહેશે રોવું, તે જન મનુનું બાન્ધવ ખરૂં, બધું વહાલું બીજું મરણ સમયે જાય વહતું” -કલાપી. મનસુખે સંસારની સોળ સોળ પાનખર ઋતુઓ જોઈ અને તેને કાળના અનન્ત ઉદરમાં લીન થતી પણ જોઈ. હવે તે યુવાની તેના દ્વાર પર આવી ડેકીયાં કરી રહી હતી. મનસુખ સંસારની પેટ ભરવા માટેની ધુરાને ઉદાસી મને ધીરે ધીરે ખેંચી રહ્યો હતે. ત્યાં તેના હૃદય ઉપર એક સખ્ત ફટકો લાગ્યા. એ દુઃખીયારી સાલ ૧૯૪ત્ની હતી. મનસુખની પ્રેમાળ માતા થી બીમારી ભેગવી સંસારથી હંમેશને માટે ચાલી ગઈ. મનસુખ અકલિત મુંઝવણ સાથે માતાના દેહને રાખમાં મળી જતે જોઈ રહ્યો. સાથે એનું પુત્રાહુદય પ્રેમથી હન કરી રહ્યું. એ વિચારતું હતું કે –“અરે આ શું ? જેના પર આટલે પ્રેમ તેને પણ મને છેડીને જવું પડયું તે પછી ક્યાં છે સંસારમાં અવિચળ પ્રેમ અને અવિચળ જીવન ?” મનસુખે જોયું કે જ્યારે પિતે છાતી ફાટ રડતું હતું ત્યારે બીજ હલકા મને જાણે કાંઈ ખાસ દુઃખદાયક બનાવ ન બન્યા હોય તેવી રીતે વાત કરી રહ્યાં હતાં. તેણે વિચાર્યું કે સંસારમાં મેહ જ રડાવે છે, રુદનની માતા મેહ છે; એને છોડું તે આ બધી ગભરામણ છૂટી જાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy