SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહુત દર્શન દીપિકા ૨૫૯ અર્થાત્ જે કમ અજ્ઞાની પુષ્કળ કરોડો વર્ષે ખપાવી શકે, કને ત્રણ ગુપ્તિથી અલંકૃત જ્ઞાની ઉચ્છ્વાસ-માત્રમાં ખપાવી શકે. જ્ઞાન વડે હેયને! ત્યાગ કરાય છે અને કરવા લાયક કાર્ય કરાય છે. કાર્યને વઈને જ્ઞાની કરણ અને કાર્યને ( બરાબર ) જાણે છે. સમગ્ર જીવ—લાકમાંના સવે ભાવા જ્ઞાનથી જણાય છે, વાસ્તે પ્રયત્નપૂર્વક કુશળ જને તેનુ શિક્ષણ લેવું. જ્ઞાનના પ્રભાવ પ્રદર્શિત કરતાં એક કવિએ કહ્યું છે કે— " ज्ञानं कर्ममहीघ्रभेदकुलिशं शंसन्ति मोहापहं ज्ञानं भूषणमङ्गिनां वरघनं ज्ञानं जगद्दीपनम् । एतत् तच्वमतश्वमेतदपरं ज्ञानेन विज्ञायते लोकालोकविलोकनैकपटवः स्युर्ज्ञानदानाज्जनाः || " અર્થાત્ જ્ઞાન એ કરૂપ પહાડને ભેદનારૂ વજા છે અને મેહને દૂર કરનાર તરીકે એના ( બહુશ્રુતા ) વખાણ કરે છે. જ્ઞાન એ પ્રાણીઓનું ઘરેણું છે; એ ઉત્તમ દાલત છે; એ દુનિયાને દીવો છે. આ તત્ત્વ છે, આ અતત્ત્વ છે, એમ જ્ઞાનથી વિશેષતઃ જણાય છે અને વળી એનુ દાન દેવાથી મનુષ્યા લાક અને અલેાકનુ અવલાકન કરવામાં અદ્વિતીય કુશળતા પામે છે. જ્ઞાન-નિરૂપણ અને પ્રમાણુ-વિચાર--- જૈન સાહિત્યમાં જ્ઞાન-નિરૂપણુની બે પદ્ધતિ જોવાય છેઃ (૧) આગમિક અને (૨) તાર્કિક. આગમિક પદ્ધતિમાં મતિ આદિરૂપે જ્ઞાનના પાંચ પ્રકારો પાડી જ્ઞાનવૃત્તિનું વર્ણન કરવામાં આવ્યુ છે, તાર્કિક પદ્ધતિના એ પ્રકારે છેઃ (૧) પ્રમાણુના પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે ભેદસૂચક અને (૨) પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ એ ચાર ભેદસૂચક. પ્રથમ પદ્ધતિને આમિક કહેવાનાં એ કારણા છેઃ એક તા જૈનેતર દર્શનમાં નિહ વપરાચેલા એવા મતિ, શ્રુત આદિ જ્ઞાનવિશેષવાચી નામેા વડે જ્ઞાનનું નિરૂપણું અને બીજું જૈન શ્રુતના ખાસ વિભાગરૂપ ક શાસ્ત્રમાંની કમપ્રકૃતિના વર્ગીકરણમાં જ્ઞાનાવરણીય કર્માંના વિભાગ તરીકે મતિજ્ઞાનાવરણુ, શ્રુતજ્ઞાનાવરણ ઇત્યાદિ શબ્દોની ચેાજના, નહિ કે પ્રત્યક્ષાવરણ, પરક્ષાવરણ, અનુમાનાવરણ કે ઉપમાનાવરણ જેવા શબ્દના ઉલ્લેખ. ૧ આ લેખ ન્યાયાવતારના ગૂર્જર વિવેચનના આધારે યોજાયેલે છે એટલે તેના કર્તા સાક્ષરવ ૫. સુખલાલજીને હું ઋણી હ્યું. ૨ ન્યાયાવતારમાં શરૂઆતમાં જોકે પ્રત્યક્ષ અને પરાક્ષ એમ એ જ પ્રમાણેાના નિર્દેશ છે, છતાં પરેાક્ષના નિરૂપણમાં અનુમાન અને આગમ એવા એ પ્રકારને ઉલ્લેખ હાવાથી એક ંદર રીતે તાકિકશિરોમણિ, શ્રીસિદ્ધસેન પ્રમાણના પ્રત્યક્ષ, અનુમાન અને આગમ એમ ઉપર્યુક્ત ત્રણ પ્રકારે સ્વીકારે છે. આવું નિરૂપણુ અન્ય કાઇ જૈન પ્રમાણુશાસ્ત્રમાં જણાતું નથી ત્રણ પ્રકારેા શ્રીઇશ્વરકૃષ્ણની સાંખ્યકારિકા અને શ્રીપત'જલિ મહર્ષિના ચાગસૂત્રમાં વર્ણવેલ પ્રત્યક્ષ, અનુમાન અને આગમનું સ્મરણ કરાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy