SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ-અધિકાર. [ પ્રથમ લઘુ અને (૪) અગુરુલઘુ એમ જે ચાર પ્રકારે શાસ્ત્રમાં દર્શાવેલા છે, તેને નિશ્ચય–નય પ્રમાણે વિચાર કરતાં ગુરુલઘુ અને અગુરુલઘુ એમ બે પ્રકારના જ પરિણામ માની શકાય છે. વિશેષમાં મન્દ મતિશાળીને અનુમાન કરવામાં પાંચ અવયની અપેક્ષા રહે છે, કિન્તુ પ્રતિભાશાળીને તો બે અવય પણ પર્યાનું છે એ કયે સમીક્ષક નહિ સ્વીકારે? શું આને ઉત્સવ કહેવાનું કે સાહસ ખેડી શકે કે નહિ જ. તે પ્રસ્તુતમાં પણ નય-દષ્ટિએ વિચાર કરતાં મતિ અને શ્રતની તેમજ અવધિ અને મના પર્યાય જ્ઞાનેની એકતા સ્વીકારવી એમાં ઉસૂત્રની ગંધ સરખી પણ જણાતી નથી, જોકે સ્કૂલ બુદ્ધિવાળાઓને ઉદ્દેશીને એકતાને સ્થાને ભિન્નતાનું કથન કરવું તે અયોગ્ય નથી. જ્ઞાનનું માહાભ્ય આપણે આ પ્રમાણે જ્ઞાન સંબંધી વિવેચન કર્યું એ ઉપરથી એની મહત્તા ધ્યાનમાં આવી હશે. છતાં જ્ઞાનનું ગૌરવ પુટ કરવાના ઈરાદાથી તેમજ એને મહિમા ગાવાની અભિલાષાથી એ સબંધમાં ઉમેરો કરવા મન લલચાય છે. માણસમાધિ (મરણસમાહી) નામના દેશમાં પ્રકીર્ણકમાં જ્ઞાનને મહિમા વર્ણવેલ છે. તેમાંથી વાનગરૂપે અત્ર થોડુંક પીરસીશું. " जे अन्नाणी कम्मं खवेइ बहुआहि वासकोडीहिं । तं नाणी तिहिं गुत्तो खवेइ ऊसासमित्तेणं ॥ १३५ ॥" " नाणेण वजणिज्जं वज्जिजइ किज्जई य करणिज्ज । नाणी जाणइ करणं कजमकज्जं च वज्जेउं ॥ १३७॥" " नाणेण सवभावा णज्जती सबजीवलोमि । तम्हा नाणं कुसलेण सिक्खियवं पयत्तेणं ॥ १४० ॥" ૧ આનું અપર નામ “મરણવિભત્તિ ' છે, એમ આ પ્રકીર્ણકની નિમ્નલિખિત અંતિમ ગાથા ઉપરથી જાણી શકાય છે " इमाओ अट्ट सुयाओ भाषा उ गहियं मि लेत अस्थाओ। मरण विभत्ती रइयं पिय नाम मरणसमाहिं च ॥ ६६३ ॥" [मेभ्योऽष्टभ्यः श्रुतेभ्यो भावान् तु गृहीते लेशमर्थतः । मरण विभक्ती रचिता द्वितीयं नाम मरणसमाधिश्च ॥ ] ૨-૩-૪ છાયા - यदज्ञानी कर्म क्षपयति बहुकाभिर्वर्षकोटीभिः । तत ज्ञानी विभिगुप्तः क्षपयति उच्छवासमात्रेण ॥ ज्ञानेन वर्जनीयं वय॑ते क्रियते च करणीयम् । ज्ञानी जानाति करण कार्यमकार्य च वर्जयित्वा । ज्ञानेन सर्वभावा ज्ञायन्ते सर्वजीवलोके ।। तस्मात् ज्ञानं कुशलेन शिक्षयितव्यं प्रयत्नेन ॥ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy