SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ વિલાસ 1 આહત દર્શન દીપિકા. વ્યાપ્યતા છે. જેમકે ધૂમ અને અગ્નિ. આ બેનાં ક્ષેત્રો નાનાં મોટાં હોવાથી અત્ર વિષમ-વ્યાપ્યતા છે. પ્રસ્તુતમાં જ્યાં જ્યાં રૂપી સાક્ષાત્કાર જ્ઞાનની વિષયતા છે, ત્યાં ત્યાં અવધિજ્ઞાનની વિષયતા છે, અને જ્યાં જ્યાં અવધિજ્ઞાનની વિષયતા છે ત્યાં ત્યાં રૂપી સાક્ષાત્કાર જ્ઞાનની વિષયતા છે. આથી એ ભાવ નીકળે કે રૂપી સાક્ષાત્કાર વિષયતામાં અને અવધિજ્ઞાનની વિષયતામાં સમવ્યાયતા છે. આવી સમવ્યાપ્યતાથી વિભૂષિત જ્ઞાનમાં રહેલી જ્ઞાનત્વવ્યાખ્યાતિથી અલંકૃત જ્ઞાન તે “અવધિજ્ઞાન છે. જાતિમાં “જ્ઞાનત્વવ્યાપ્ય એવું વિશેષણ ન આપવામાં આવે તે એકલી જ્ઞાનત્વ જાતિને લઈને મતિજ્ઞાન વગેરેને પણ તે લક્ષણ લાગુ પડતું હોવાથી “અતિવ્યાપ્તિ' નામને દેવ ઉદ્દભવે છે. આના નિવારણાર્થે “જ્ઞાનત્વવ્યાપ્ય” વિશેષણની આવશ્યક્તા છે. અત્ર એમ શંકા ઊઠાવવી કે સંયમપ્રત્યય-અવધિજ્ઞાન અને મન પર્યાયજ્ઞાન--સાધારણુજાતિ વિશેષને લઈને મન પર્યાયજ્ઞાનમાં આ લક્ષણ જતું હોવાથી “અતિવ્યાપ્તિ રૂપ આપત્તિ ઉપસ્થિત થાય છે, તે તે અસ્થાને છે. કેમકે અવધિજ્ઞાન-વિશેષને જ મન:પર્યાયજ્ઞાનરૂપે સ્વીકારી આ લક્ષણ બાંધવામાં આવ્યું છે એટલે આ લક્ષણ લક્ષ્યમાં જ રહે છે, અલક્ષ્યમાં તે ગયું નથી, તે પછી અત્ર અતિવ્યાપ્તિ છે એમ કહેવાય જ કેમ? જે લક્ષણુ લક્ષ્ય તેમજ અલય ઉભયને લાગું પડતું હોય ત્યાં આ આપત્તિની સંભાવના છે. જેમકે શીંગડાંવાળું જનાવર તે ગાય કહેવાય એ લક્ષણ ભેંસ, ઘેટાં વગેરેમાં પણ જતું હોવાથી અત્ર અતિવ્યાપ્તિ છે. વિશેષમાં કુશાગ્ર તાકિકેનું કહેવું એ છે કે બાહૃા પદાર્થના આકારનું અનુમાન કરાવનારૂં અને મનરૂપે પરિણમેલા દ્રવ્યનું અર્થાત્ મને વગણને ગ્રહણ કરનારૂં જ્ઞાન અવધિજ્ઞાનાવશેષ જ છે. આનું કારણ એ છે કે અપ્રમત્ત સંયમ દ્વારા ઉત્પન્ન થયેલા જ્ઞાનમાં રહેલી જાન્યતાવછેદકત્વરૂપ જાતિને પણ અવધિજ્ઞાનની વ્યાપ્યજાતિ તરીકે સ્વીકારવામાં કશો વાંધો નથી.' આ પ્રમાણેના તર્કો સામે ટકી ન શકવાથી અને ઉત્સુત્ર કહેવા કેઈ તૈયાર થાય તે તે ભીંત ભૂલે છે એમ કહેવું પડશે. કારણ કે શું નયને ધ્યાનમાં લેતાં ચાર પ્રકારવાળી ભાષાને પણ દ્વિવિધ નથી કહેવાતી કહેવાની મતલબ એ છે કે પ્રજ્ઞાપના, દશવૈકાલિક વગેરે સૂત્રોમાં સત્યા, મૃષા સત્યામૃષા (મિશ્ર) અને અસત્યામૃષા એમ ચાર પ્રકારે ભાષાને જોરશોરથી નિર્દેશ કરેલો છે, છતાં નિશ્ચય-નયની અપેક્ષાએ સત્યા અને મૃષા એમ ભાષાના બે ભેદ માનવામાં કશી હાનિ નથી. આવી રીતે વ્યવહાર-નયને લક્ષ્યમાં રાખીને પરિણામના (૧) ગુરુ, (૨) લઘુ, (૩) ગુરૂ ૧ આ રહી જ્ઞાનબિન્દુના ૧૪૪ મા પત્ર–ગત પતિ--- “નકારતુ વાણઘારા નામનો રાજઘા જ્ઞાનyવધિવિશેષ પs, अप्रमत्तसंयमविशेषजन्यतावच्छेदकजातेरबधित्वव्याप्याया एक (कल्पनात) कल्पनाधर्मीति Fભાયાતા ” ૨ આ સંબંધમાં આગળ ઉપર વિચાર કરવામાં આવનાર છે. ૩ જુઓ દ્વિતીય ઉલ્લાસનું વિવેચન. 33 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy