SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ જીવ-અધિકાર [ પ્રથમ યાદ રાખવું કે અનુમાન વડે હું જાણતું નથી, સ્મરણ દ્વારા હું જાણતું નથી એવી પ્રતીતિઓ સ્વયં અનુમાનાદિને મતિજ્ઞાનરૂપે માનવામાં બાધકતા ઉપસ્થિત કરે છે તે અનુમાનાદિને જ્ઞાન તરરૂપે કેમ ન માનવાં ? નિસર્ગ–સમ્યકત્વ અને અધિગમ-સમ્યકત્વરૂપ કાર્યો ભિન્ન હોવાથી તેનાં કારણરૂપ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પણ પૃથક હોવાં જોઈએ એ કથન પણ એક પ્રકારનું સાહસ છે, કેમકે ‘નિસર્ગ ને અર્થ સ્વભાવ જ કરવાનું છે. આ વાતની ભગવાન ઉમાસ્વાતિ ટેકો આપે છે. આ ઉપરથી સમજાય છે કે “નિસર્ગ ” શબ્દ અત્ર સ્વભાવવાચી છે, એથી કરીને નિસર્ગ–સમ્યત્વમાં મતિજ્ઞાનની કારણુતા અને અધિગમ-સમ્યકત્વમાં શ્રુતજ્ઞાનની કારણતાની વાત અપ્રાસંગિક છે. વિશેષમાં જ્યાં જ્યાં શાસ્ત્રમાં શ્રુતજ્ઞાનને મતિજ્ઞાનથી ભિન્ન ગણાવ્યું છે તે તે બ્રાહ્મણ-વશિષ્ઠ ન્યાયને યાને ગબલીવ ન્યાયને અવલંબને છે, એ વાત ભૂલવા જેવી નથી. આ ઊહાપોહને નિષ્કર્ષ આપણે મહાવાદી શ્રીસિદ્ધસેનના નિમ્ન-લિખિત ઉદ્ગાર દ્વારા સૂચવીશું– “ वैयर्थ्यातिप्रसङ्गाभ्यां न मत्यभ्यधिकं श्रुतमिति " અવધિજ્ઞાન અને મન પર્યાયજ્ઞાનની એક્તા આપણે ઉપર જોઈ ગયા તેમ શ્રુતજ્ઞાન એ એક જાતનું મતિજ્ઞાન છે એમ કુશાગ્ર બુદ્ધિશાળીએ વિચારી શકે છે. એવી રીતે તેઓ મન:પર્યાયજ્ઞાનને પણ અવધિજ્ઞાનના એક પ્રકાર તરીકે ઓળખાવી શકે છે. આ પ્રમાણેની ઘટના થઈ શકે એવું અવધિજ્ઞાનનું લક્ષણ જ્ઞાનબિન્દુના ૧૪૩મા પત્રમાં નીચે મુજબ આપવામાં આવ્યું છે. "अवधिज्ञानं रूपिसमव्याप्यविषयताशालिज्ञानवृत्ति ज्ञानत्वव्याप्यजातिमत्त्वम्" - આ લક્ષણ ધ્યાનમાં આવે તે માટે પ્રથમ સમવ્યાપ્તા એટલે શું તે જાણવું જોઈએ. જ્યાં જ્યાં સચેતનત્વ છે ત્યાં ત્યાં પ્રાણદિમત્ત્વ છે; અને જ્યાં જ્યાં સમવ્યાપ્યતા પ્રાણદિમત્ત્વ છે ત્યાં ત્યાં સચેતનત્વ છે. અર્થાત્ સચેતનત્વ અને પ્રાણદિમત્ત્વનાં ક્ષેત્ર સરખાં છે, એ બેમાંથી કેઇનું ક્ષેત્ર અન્યથી જૂનાધિક નથી. આનું નામ સમવ્યાપ્યતા છે. જે બેનાં ક્ષેત્રો વિષમ હોય તે બે વચ્ચે વિષમ૧ આ રહ્યો પ્રશમરતિગત તે ઉલ્લેખ – * fક્ષામrvફ-શaખાજોથwાધિગમ ! - પાર્થઃ ઇરિનાનો, મવતિ નિઃ રામાવતિ | ૨૬ રૂ . ” ૨-૩ બ્રાહ્મણ કહેવાથી વસિષ્ઠ પણ બ્રાહ્મણ હોવાથી તેનો ઉલ્લેખ થઈ જ જાય છે, છતાં આળ ના બેધ માટે બ્રાહ્મણને બેલાવો અને વસિષ્ઠને બોલાવે એમ કહેવાય છે. એવી રીતે “ગો ' કહેવાથી બલીવઈ ( બળદ )ને પણ નિર્દેશ થઈ જાય છે, છતાં વિશેષ સ્પષ્ટતાની ખાતર—બાળ જીવોની મુંઝવણ ટાળવાને માટે ભિન્નતાસૂચક કથન કરાય છે. આ કથને અનુક્રમે બ્રાહ્મણ-વસિષ્ઠ અને ગો–બલીવઈ નામના ન્યાય અનુસાર છે. આ બે ન્યાયમાં અર્થની દષ્ટિએ સમાનતા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy