________________
ઉલ્લાસ. ]
આહંત દર્શન દીપિકા.
૨૫૫
કારણ એ છે કે અશાબ્દ જ્ઞાનમાં પ્રતિબદ્ધતા હોવાથી પ્રતિયોગીની કટિમાં શબ્દમૂલક મતિજ્ઞાનને પણ પ્રવેશ થઈ શકે છે, એટલા માટે શ્રુતજ્ઞાનને મતિજ્ઞાનથી ભિન્ન ગણવું તે યોગ્ય નથી. આમ છતાં પણ જો આ બે જ્ઞાનેને ભિન્ન જ ગણવામાં આવે તો શ્રતનિશ્રિત મતિજ્ઞાનના ઉચછેદને દુર્ઘટ પ્રસંગ પ્રાપ્ત થવાને. વળી શબ્દ-જ્ઞાનરૂપ શ્રતને અવગ્રહાદિ કમવાળા મતિજ્ઞાનથી ભિન્ન માનવાને કદાગ્રહ કરવામાં આવે તો અનુમાન. સ્મરણ, તક, પ્રત્યભિજ્ઞાન વગેરેને પણ મતિજ્ઞાનથી ભિન્ન માનવાને અતિપ્રસંગે ઉપસ્થિત થશે અને પાંચ જ્ઞાનેને બદલે નવ કે એથી અધિક જ્ઞાનની કહપના કરવી પડશે. કહેવાની મતલબ એ છે કે જેમ શ્રતજ્ઞાનમાં સાંવ્યવહારિક પ્રત્યક્ષતાને અભાવ છે, તેમ અનુમાનાદિમાં પણ છે. તે પછી શ્રતને મતિથી ભિન્ન માનવું અને અનુમાનાદિ મતથી ભિન્ન ન માનવા એ ક્યાંને ન્યાય ? આ સંબંધમાં એ પ્રશ્ન કરે નિરર્થક છે કે અવગ્રહ વગેરે ભેદને જ સૂત્રમાં સાંવ્યવહારિક પ્રત્યક્ષરૂપ મતિજ્ઞાનના ભેદ તરીકે ઓળખાવ્યા છે અને અનુમાન, સ્મરણ, તક વગેરે પક્ષ મતિજ્ઞાનસ્વરૂપી સિદ્ધ છે, એથી કરીને જ્ઞાનાન્તરની કલ્પના માટે સ્થાન જ ક્યાં છે? આ પ્રશ્નને નિરર્થક કહેવાનું કારણ એ છે કે જેમાં અવગ્રહ વગેરે ભેદે માલુમ પડે તેને મતિજ્ઞાન કહેવાનું સ્વીકારવામાં આવે, તો શબ્દ-જ્ઞાનમાં પણ અવગ્રહાદિને સંભવ હોવાથી તેને પણ પક્ષ મતિજ્ઞાન તરીકે માનવું જોઈએ અને ન માનીએ તો આ તે અર્ધજરતી ન્યાયનું સેવન કર્યું ગણાય.
શ્રતને મતિથી ભિન્ન માનવું જોઈએ એ સંબંધી દલીલેમાં જે એમ ઉમેરે કરવામાં આવે કે મતિ વડે હું જાણું છું, અને શબ્દ સાંભળીને જાણું છું એ પ્રકારના અનુભવ જ આ બે જ્ઞાનેની ભિન્નતાનું કારણ છે કે તે અસ્થાને છે. કારણ કે અનુમાનથી હું જાણું છું, યાદ કરીને હું જાણું છું, તર્કથી હું જાણું છું ઈત્યાદિ અનુભવે જગતુ-પ્રસિદ્ધ છે, તે અનુમાન વગેરે જ્ઞાનને પૃથ જ્ઞાનાન્તરરૂપે કેમ ન માનવાં જોઈએ ? આને ઉત્તર એમ આપ કે અનુમિતિત્વ, સ્મૃતિ વગેરેમાં તે મતિજ્ઞાન બરાબર વ્યાપ્ત છે, એથી ત્યાં તેને અલગ જ્ઞાન તરીકે સ્વીકારવાની જરૂર નથી, તે તે લૂલો બચાવ છે. કેમકે શું શબ્દ-જ્ઞાનમાં પણ મતિજ્ઞાનપણું વ્યાપ્ત નથી કે ? તે ઓતપ્રેત છે જ અને એથી કરીને તે શબ્દજ્ઞાનન-શ્રુતે પગને મતિજ્ઞાનથી–મતિ-ઉપગથી પૃથક્ માનવા તૈયાર થવું તે શું ઉચિત ગણાય ખરું?
હું મતિજ્ઞાન વડે જાણતો નથી એવી પ્રતીતિ પોતે જ જ્યારે શ્રુતજ્ઞાનને મતિજ્ઞાનરૂપે સ્વીકારવામાં બાધક છે તે પછી શ્રુતને મતિ તરીકે કેમ જ ઓળખાવાય એ પ્રશ્ન રજુ કરનારે
૧ ૬ પ્રતિયોગી ”ને વિપર્યાય “ અનુયોગી ' છે. આને અર્થ એ છે કે જેનો અભાવ હોય તે * પ્રતિવેગી ' કહેવાય અને જેને વિષે અભાવ હોય તે “ અનુગી ' કહેવાય. જેમકે “ મૂતરું ઘર aufen ' એમાં ઘટાભાવને પ્રતિયોગી “ ઘટ ” છે અને અનુગી “ ભૂલ ' છે. પ્રસ્તુતમાં શબ્દ જ્ઞાન પ્રતિયોગી છે.
૨ “અર્ધ” એટલે અડધી” અને “જરતી' એટલે વૃદ્ધા અર્થાત કોઈ નારીને અડધી જુવાન કે અડધી ઘરડી કહેવી તે આ ન્યાયનું કાર્ય છે. આવું કથન ઉપહાસને પાત્ર છે, કેમકે જગતમાં ક્યાં તે નારીને યુવતિ કહેવામાં આવે છે કે જ્યાં તે વૃદ્ધા સંબોધવામાં આવે છે, પરંતુ તેને અડધી જુવાન કે અડધી ડોશી એવા શબ્દોથી વ્યવહાર થતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org