SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ જીવઅધિકાર. [ પ્રથમ તે અનક્ષરાત્મક છે, જ્યારે હાદિ તે પરામદે સ્વરૂપવાળાં હોવાથી તે અક્ષરાત્મક છે; અને અક્ષર વિના શબ્દાર્થાંના પર્યાલાચનની ઉપપત્તિ નહિ હેાવાને લીધે શ્રુત તા સાક્ષર જ છે.` અવધિજ્ઞાન અને મનઃપ વમાં ભિન્નતા— મનઃપ`વજ્ઞાન મુનિરાજને જ હોઇ શકે છે એથી આ બે જ્ઞાનેામાં સ્વામિત્વની અપેક્ષાએ ભેદ જણાય છે. વળી ત્રણ જ્ઞાનવાળી વ્યક્તિને મતિ અને શ્રુત ઉપરાંત આ બેમાંથી ગમે તે એક હાય એ હકીકત પણ આની ભિન્નતા સૂચવે છે. આ ઉપરાંત મનાવારૂપે પરિણમેલાં જ દ્રવ્યે મન:પર્યાયજ્ઞાનના વિષય બને છે, જ્યારે સમગ્ર રૂપી પદાર્થા-અન્યાન્ય વણાએ અવધિજ્ઞાનને વિષય છે એ પણ આ બેના અંતરમાં વધારો કરે છે, પૂર્વાચાએ એક એક વસ્તુને અન્યાન્ય દૃષ્ટિથી ચર્ચા છે-એકના એક પદાર્થનો વિચાર જુદા જુદા નય અનુસાર કર્યા છે, એથી કેટલીક વાર વિરૂદ્ધ અભિપ્રાયા જોઇને બાલ–જીવા ભડકી ઊઠે છે; પરંતુ જેમણે નયાના અભ્યાસ યથૈષ્ટ રીતે કર્યો છે તેમને માટે તે આ માર્ગ જરા પણ ભયાનક નથી એટલું જ નહિ, કિન્તુ તેમને તેા આ ઊહાપોહુ આનંદજનક થઇ પડે છે. માલ–જીવા અને પ્રૌઢ જ્ઞાનીઓ વચ્ચે ભેદ પડે છે તેનુ કારણ એ છે કે અમુક વસ્તુનું શું રહસ્ય છે એ સમજવું વિચારકની દૃષ્ટિને અધીન છે. જેવા વિચારક હોય તેવું તત્ત્વ ગ્રહણ કરી શકે તેમજ તેના નિર્દેશ કરવાની રીતિ પણ અધિકારીના ઉપર આધાર રાખે છે. પ્રસ્તુતમાં સૌથી પ્રથમ આપણે શ્રુતજ્ઞાન એ મતિજ્ઞાનથી ભિન્ન છે કે નહિ એ જટિલ પ્રશ્ન સંબંધી ઊહાપાહ કરીશુ તે સમજાશે કે ખાલ–જીવે શ્રુતને મતિથી ભિન્ન ગણે તેમાં અડચણ નથી, જ્યારે બુદ્ધિશાળી તેને અભિન્ન માને તેમાં કાઇ દ્વેષ નથી. મતિજ્ઞાનમાં શ્રુતજ્ઞાનના અંતર્ભાવ— મતિજ્ઞાન વડે જ શ્રુતજ્ઞાનના કાર્યની ઉપપત્તિ થઇ શકે છે, તે પછી શ્રુતજ્ઞાનને મતિજ્ઞાનથી પૃથક્ ( અલગ ) માનવાની કલ્પના કરવી તે બ્ય છે--ગેરવ્યાજબી છે, એથી જ કરીને તે શબ્દથી ઉત્પન્ન થતા સામાન્ય જ્ઞાનના ઉત્તર કાળમાં જ્યારે વિશેષ જિજ્ઞાસા થાય, ત્યારે તેને લઈને મતિજ્ઞાનના અપાયરૂપ અંશની પ્રવૃત્તિ થતી હાવાથી, અવગ્રહની પૃથક્ કલ્પનારૂપ ગૌરવદોષ અત્ર લાગુ પડી શકતા નથી, કેમકે શબ્દનું સામાન્ય જ્ઞાન જ ત્યાં અવગ્રહરૂપ છે એટલે કે અવગ્રહની અલગ કલ્પનાને ત્યાં અવકાશ જ ક્યાં રહ્યો ? આ સબધમાં જો કોઇ એમ દલીલ કરે કે શબ્દથી ઉત્પન્ન થતા જ્ઞાનમાં અશબ્દથી ઉત્પન્ન થતું ( અશાબ્દ ) જ્ઞાન કે તેની સામગ્રી ખચ્ચિત નિયમેન પ્રતિબધક હોવાથી આ કથન દૂષિત છે, તે તે પાયા વિનાની દલીલ છે. આનુ ૧ આદ્ય કબ્રન્થની સ્વાપન્ન વૃત્તિના સાતમા પત્રમાં કહ્યું છે કે—— ' अवग्रहज्ञानमनक्षरं तस्यानिर्देश्यसामान्यमात्र प्रतिभासात्मकतया निर्विकल्पस्वात्; ईहादिज्ञानं तु साक्षरं; तस्य परामर्शादिरूपतयाऽवश्यं वर्णारूषित्वात् ૨ વિઘ્ન, આવરણુ. Jain Education International For Private & Personal Use Only "" www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy