SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ રેપર ઉલ્લાસ. 1 આહંત દર્શન દીપિકા. સોટ્ટવિટી, દારૂ નુ વધે તુ નાના मुत्तूण व्वसुयं अक्खरलंभो न सेसेसु ॥" અર્થાત શ્રોત્રેન્દ્રિપલબ્ધિ (જ) તે શ્રત છે, જ્યારે નેત્ર વગેરે ચાર ઈન્દ્રપલબ્ધિરૂપ જ્ઞાન તે મતિજ્ઞાન છે. દ્રવ્ય-શ્રુત સિવાય શેષ ઈન્દ્રિયોમાં અક્ષરને લાભ તે પણ શ્રત છે. વળી મતિજ્ઞાનના ૨૮ ભેદે પડે છે, જ્યારે શ્રુતજ્ઞાનના ચૌદ કે વીસ છે એ દષ્ટિએ પણ એ બેમાં ભિન્નતા રહેલી છે. વિશેષમાં મતિ-જ્ઞાન પિતાના ઉપર જ પ્રકાશ પાડી શકે છે, અર્થાત તે અન્ય જ્ઞાનેનું નિરૂપણ કરવા અસમર્થ છે; જ્યારે શ્રુતજ્ઞાન તે વપરપ્રકાશક છે એટલે કે તે પિતાના સ્વરૂપનું તેમજ મતિજ્ઞાનાદિનું પ્રરૂપણ કરવા સમર્થ છે એ વાત પણ આ હકીકતને પુષ્ટિ આપે છે. વળી મતિજ્ઞાન અનક્ષર અને સાક્ષર એમ ઉભયસ્વરૂપી છે, જ્યારે શ્રુતજ્ઞાન તે સાક્ષર જ છે, કેમકે અવગ્રહરૂપ મતિજ્ઞાન અનક્ષર છે અને હાદિરૂપ મતિજ્ઞાન સાક્ષર છે. કહેવાનો મતલબ એ છે કે જેને નિર્દેશ ન થઈ શકે એવા સામાન્ય માત્ર પ્રતિભાસરૂપે અવગ્રહ હોવાથી - ૧ છાયા– श्रोत्रेन्द्रियोपलब्धिर्भवति श्रुतं शेषकं तु मतिज्ञानम् । मुक्त्वा द्रव्यश्रुतमक्षर लाभो न शेषेषु ॥ ૨ આ સમાસને વિગ્રહ ત્રણ પ્રકારે થાય છેઃ (અ) શ્રોત્રેન્દ્રિય વડે ઉપલબ્ધિ ( જ્ઞાન ) તે શ્રીનિપલબ્ધિ, (આ ) શ્રીન્દ્રિયની ઉપલબ્ધિ તે શ્રોત્રેન્દ્રિપલબ્ધિ, (ઈ) શ્રોત્રેન્દ્રિય વડે જેની ઉપલબ્ધિ થાય તે શ્રોત્રન્દ્રિપલબ્ધિ. આ પૈકી પ્રથમના બે વિગ્રહમાં ઍન્દ્રિયદ્વારા શબ્દલ્લેખ સહિત ઉપલબ્ધિરૂપ ભાવકૃત સૂચવાય છે, જ્યારે ત્રીજા વિગ્રહમાં ઉપગ રહિત બોલનારાને દ્રવ્ય-શ્રત અને ઉપયોગ પૂર્વક બોલનારાને દ્રવ્ય-શ્રત તેમજ ભાવ-શ્રત એમ બંને પ્રકારના શ્રત સૂચવાયાં છે. ૩ અત્રે એ ધ્યાનમાં રાખવું કે જેમ મુનિવર્ય શ્રીમદ્ મંગલવિજય ઉપાધ્યાય જ છે એ વાક્યથી મંગલવિજય નામની વ્યક્તિમાં ઉપાધ્યાયતાના સંબંધને વ્યવચ્છેદ કરવામાં આવ્યા છે, નહિ કે એમના સિવાય કોઈ પણ ઉપાધ્યાય પદથી અલંકૃત નથી, તેમ અતજ્ઞાન પણ શ્રોત્રેન્દ્રિયલબ્ધિવાળું જ-શ્રોત્રેન્દ્રિયના વિષયવાળું જ છે, કિન્તુ શ્રોત્રન્દ્રિપલબ્ધ શ્રત જ છે એમ નહિ. કેમકે શ્રોત્રેન્દ્રિપલબ્ધિ તે શ્રતજ્ઞાન હોય તેમજ મતિજ્ઞાન પણ હોય. અવગ્રહ, ઈહિ, અપાય વગેરે રૂ૫ શ્રોત્રેન્દ્રિપલબ્ધિથી મતિજ્ઞાન ઉદભવે છે, જયારે પ્રતાનુસારી ઢોન્દ્રિપલબ્ધિથી શ્રત થાય છે. એથી એ ફુટ થાય છે કે શ્રોત્રેન્દ્રિપલબ્ધિને છોડીને નેત્ર વગેરે ચાર ઈન્દ્રિપલબ્ધિરૂપ જ્ઞાન તે જ મતિજ્ઞાન છે એમ નહિ, કિન્તુ અવગ્રહાદિરૂપ શ્રોત્રદ્રિપલબ્ધિ પણ મતિજ્ઞાન છે. વિશેષમાં પુસ્તકાદિમાં લખેલું હોય તે સર્વે મતિજ્ઞાન નથી, કેમકે આ તો શબ્દની પેઠે ભાવ-મૃતનું કારણ હોવાથી દ્રવ્ય-મૃત જ છે. વળી અક્ષરનો લાભ થાય તેટલા ઉપરથી જ તે શ્રત ન કહેવાય, કેમકે અક્ષર લાભ તે ઈહા અને અપાયરૂપ મતિજ્ઞાનમાં પણ થાય છે, તેથી મૃતાનુસારી સાભિલાષ વિજ્ઞાનરૂપ અક્ષરને લાભ તે “શ્રુતજ્ઞાન જાણવું. તાત્પર્ય એ છે કે કેવળ શ્રોન્દ્રિપલબ્ધિ જ શ્રત છે એમ નહિ, પરંતુ આ ઉપરાંત બાકીની નેત્રાદિ ઇન્દ્રિમાં પરપદેશથી જિન-વાયાનુસારી ઉપલબ્ધિ અક્ષર-લાભ થાય તે પણ “શ્રુતજ્ઞાન' છે. નેત્રાદિ ઇનિદ્રામાં અક્ષરલાભ સિવાયનું અમૃતાનુસારી અવગ્રહાદિ૫ જે જ્ઞાન તે “ મતિજ્ઞાન' છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy