SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલસ. ] આત દર્શન દીપિક. ૨૫૧ અપેક્ષાએ કાળની દષ્ટિએ આ બે જ્ઞાન તુલ્ય છે. વળી ક્ષયોપશમ, ઈન્દ્રિય અને મનરૂપ કારણ પણ ઉભય જ્ઞાનમાં સમાન છે. આ બંને જ્ઞાને સર્વ દ્રવ્યાદિ ઉપર પ્રકાશ પાડનાર હોવાથી એ બેને વિષય એક છે અર્થાત્ વિષયની દષ્ટિએ તે બેમાં સમાનતા રહેલી છે. આ બંને જ્ઞાને ઈન્દ્રિય અને મનરૂપ પર નિમિત્તથી ઉદ્ભવતાં હોવાથી પક્ષ છે એટલે કે પરોક્ષતાની દૃષ્ટિએ આ બેમાં તુલ્યતા છે. આ પ્રમાણે આ બે જ્ઞાને પરસ્પર સમાન હોવાથી તેને ઉપન્યાસ સાથે જ થાય એ ન્યાચ્ય છે, પરંતુ એથી આ બંને પાંચ જ્ઞાનોમાં આદ્ય પદ મળી જતું નથી. તે માટેની તેમની લાયકાત તે એ છે કે અત્યાર સુધી એ કઈ આત્મા થયો નથી, છે નહિ અને થશે પણ નહિ કે જે આ બે જ્ઞાન પ્રાપ્ત કરવા પૂર્વે સ્પષ્ટ જ્ઞાનરૂપ અવધિ આદિ મેળવવા પામ્યો હોય, પામે છે અથવા પામવાને છે. આથી એ ફલિત થાય છે કે પાંચ જ્ઞાનમાં મતિ અને શ્રુતને આદ્ય સ્થાન આપવું એગ્ય છે. પરંતુ એ બેમાં મતિજ્ઞાનને કેમ પ્રથમ પદ આપ્યું તે જાણવું બાકી રહે છે. આને ઉત્તર શાસ્ત્રકારે એક તે એમ આપે છે કે તીર્થકર-ગણધરના કથન મુજબ મતિજ્ઞાનપૂર્વક શ્રતજ્ઞાન છે, કેમકે અવગ્રહાદિરૂપ મતિજ્ઞાન થયા વિના શ્રુતજ્ઞાનની પ્રવૃત્તિ થતી નથી. બીજે ઉત્તર એ છે કે શ્રુતજ્ઞાન પણ મતિજ્ઞાનની જેમ ઇન્દ્રિય અને અનિન્દ્રિયરૂપ નિમિત્તથી જ ઉદભવે છે, તેથી શ્રતજ્ઞાન તે એક પ્રકારનું મતિજ્ઞાન જ છે–તે મતિજ્ઞાનને વિશિષ્ટ ભેદ જ છે. આથી કરીને મૂળ પ્રથમ અને તેની વિશિષ્ટતા પછી હોય તે ન્યાય અનુસાર મૂળરૂપ મતિજ્ઞાન પ્રથમ અને તેના વિશિષ્ટ પ્રકારરૂપ શ્રુતજ્ઞાન પછી એ કમ સયુક્તિક જણાય છે. મતિ અને શ્રતનું અવાધ સાથે સાધમ્ય— મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની સાથે અવધિજ્ઞાનની (૧) કાળ, (૨) વિપર્યય, (૩) સ્વામિત્વ અને (૪) લાભની દ્રષ્ટિએ સમાનતા-સાધમ્ય છે. જેમકે અનેક જીવોની અપેક્ષાએ તેમજ એક જીવની અપેક્ષાએ આદ્ય બે જ્ઞાનેને જેટલે સ્થિતિ-કાલ છે, તેટલે જ અવધિજ્ઞાનને છે એટલે આથી કાલ-દષ્ટિએ સાધમ્ય સિદ્ધ થયું. મિથ્યાત્વને ઉદય થતાં, પૂર્વે સમ્યક્ત્વની પ્રાપ્તિને લઈને મતિ અને શ્રુત એ જ્ઞાનરૂપે ગણાયાં હોય તે પણ અજ્ઞાનરૂપ ગણાય, અર્થાત્ તેને વિપર્યય થાય છે,એ વાત અવધિજ્ઞાનના વિપર્યયરૂપ વિર્ભાગજ્ઞાનને પણ લાગુ પડે છે. આથી આ ત્રણ જ્ઞાનમાં વિપર્યયથી સાધર્યા છે. મતિ અને શ્રુતનો સ્વામી જ અવધિજ્ઞાનને સ્વામી બને છે એટલે આ ત્રણમાં સ્વામિત્વથી પણ સધર્મતા છે. વળી આ ત્રણે જ્ઞાનને લાભ પણ સાથે થાય છે. દાખલા તરીકે મિથ્યાત્વના ઉદયથી વિર્ભાગજ્ઞાનવાળા સુરાદિને સમ્યત્વ પ્રાપ્ત થતાં ત્રણે અજ્ઞાને જ્ઞાનરૂપે પરિણમે છે. આથી આ જ્ઞાનમાં લાભથી પણ સાધમ્ય છે. આ પ્રમાણે અવધિજ્ઞાનનું તેની પૂર્વેનાં જ્ઞાન સાથે સામ્ય હેવાથી તેને તેમના પછી નિર્દેશ કરે તે સ્થાને છે. અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનમાં સામ્ય– અવધિજ્ઞાન અને મન:પર્યવ જ્ઞાનમાં (૧) છદ્મસ્થતા, (૨) વિષય અને (૩) ભાવ એ દષ્ટિએ સમાનતા છે. જેમકે અવધિજ્ઞાન જેમ છમરથને થાય છે, તેમ મન પર્યવ પણ તેને જ થાય ૧ જુએ પૃ૦ ૨૫૪૨૫૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy