________________
૨૫૦ જીવ-અધિકાર.
[ પ્રથમ બાજુમતિ મન:પર્યાયજ્ઞાની મનુષ્યક્ષેત્રમાં એટલે કે અઢી દ્વીપમાં રહેલા સંસી પર્યાપ્ત જીએ મનરૂપે પરિણુમાવેલા અનન્ત પ્રદેશવાળા અનંત સ્કંધને જુએ છે. તિર્ય-લેકના મધ્ય ભાગથી નીચે રત્નપ્રભા નરકમાં એક હજાર યોજન સુધીનું, ઊંચાઇમાં તિક્ષકના ઉપરના તલ સુધીનું અને તિથ્થુ બે સમુદ્ર અને અઢી કપ સુધીનું તેનું ક્ષેત્ર છે. કાળથી પાપમના અસંખ્યાતમા ભાગ જેટલા અતીત અને અનાગત કાળના મને ગત ભાવેને તે જાણે છે. ભાવથી સર્વ પદાર્થોના અનંતમા ભાગમાં રહેલા અનંત પર્યાને તે જાણે છે.
વિપુલમતિ દ્રવ્યથી બાજુમતિએ જોયેલા પદાર્થોને વધારે સ્કુટરૂપે તેમજ વિશેષ પર્યાય યુક્ત જુએ છે. વિપુલમતિનું ક્ષેત્ર પણ બાજુમતિના કરતાં પહોળાઈ, લંબાઈ અને જાડાઈમાં અઢી આંગળ વધારે છે. કાળની બાબતમાં બનેનું જ્ઞાન સરખું છે, જ્યારે ભાવમાં વિપુલમતિ વધારે સ્પષ્ટ
જુએ છે.
કેવલજ્ઞાની દ્રવ્યથી રૂપી તેમજ અરૂપી એમ સમસ્ત પદાર્થોને, ક્ષેત્રથી સર્વ ક્ષેત્રને, કાળથી ત્રણ કાળના પદાર્થોને તથા ભાવથી દ્રવ્યના સર્વ પર્યાને એક સમયમાં જાણે છે. વિવિધ જ્ઞાનીઓની સંખ્યા--
મનઃ પર્યાયજ્ઞાનીની સંખ્યા સૌથી ઓછી છે. અવધિજ્ઞાનીઓ એથી અસંખ્ય ગુણ છે. તેના કરતાં મતિજ્ઞાની અને શ્રુતજ્ઞાનીઓ અધિક છે. આ બંને જ્ઞાનીઓની સંખ્યા સરખી છે. આ સંખ્યા કરતાં અસંખ્ય ગુણ વિભંગાની છે. તેનાથી અનંત ગુણા કેવલીઓ છે અને તેથી અનંત ગુણ અને પરસ્પર તુલ્ય એવા મતિ-અજ્ઞાની અને શ્રુત-અજ્ઞાની છે.
પાંચ જ્ઞાનેને ક્રમ અને પરસ્પર સમાનતા
આપણે જોઈ ગયા તેમ જૈન શાસ્ત્રોમાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનપર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન એ કમપૂર્વક પાંચ જ્ઞાનેનું પ્રતિપાદન કરેલું છે. તે આ પ્રમાણે ક્રમ રાખવામાં કેઈ વિશિષ્ટ હેતુ છે કે નહિ એ સહજ પ્રશ્ન થાય છે. આને ઉત્તર એ છે કે આ કમ સકારણ છે. મતિ અને શ્રુત એ બે જ્ઞાનમાં (૧) સ્વામી, (૨) કાળ, (૩) કારણ, (૪) વિષય અને
(૫) પરેક્ષતા એમ પાંચ દષ્ટિએ સમાનતા છે. અર્થાત મતિ અને શ્રતની આ બે જ્ઞાનના સ્વામી એક જ છે, કેમકે સિદ્ધાન્તમાં સમાનતા કહ્યા મુજબ જ્યાં મતિજ્ઞાન હોય ત્યાં શ્રુતજ્ઞાન હોય છે જ
અને જ્યાં મુતજ્ઞાન હોય ત્યાં મતિજ્ઞાન હોય છે જ.' અનેક જીવોની અપેક્ષાએ આ બે જ્ઞાન સદા હોય છે અને એક જીવ આશ્રીને ૬૬ સાગરોપમથી કંઇક અધિક કાળ પર્યત હોય છે એટલે કે એક જીવ તેમજ અનેક જીવની
૧ આ રહ્યો તે મુદ્રાલેખ" जत्थ मानाणं तत्थ सुयनाणं, जत्थ सुयनाणं तत्थ मइनाणं " [यत्र मतिज्ञानं तत्र श्रुतज्ञानं यत्र शुतज्ञानं तत्र मतिज्ञानम् ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org