SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૯ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. પણ બંધ કરાવે છે. ક્ષેત્રથી તેને વિષય લોકાલોક છે અર્થાત લેક અને અલકમાં રહેલ પદાર્થોને મતિજ્ઞાની જઈ શકે છે. કાળથી તે અતીત, વર્તમાન અને અનાગત એટલે સૈકાલિક છે તથા ભાવથી દયિકાદિ પાંચે ભાવ વિષયક છે. શાસ્ત્રના બળથી શ્રતજ્ઞાની સર્વ દ્રવ્ય, સમગ્ર ક્ષેત્ર, સમરત કાળ અને બધા ભાવેને સામાન્ય રૂપે જાણે છે. વિશેષાની ૯૩ મી ગાથામાં સૂચવ્યા મુજબ જોકે શ્રુતજ્ઞાન કેવળ સ્વ પર્યાયથી કે પર પર્યાયથી કેવલજ્ઞાનની બરાબરી કરી શકે તેમ નથી, તોપણ સ્વ અને પર અર્થાત્ ઉભય પર્યાયે વડે વસ્તુને જાણવામાં તે તેનાથી ઉતરે તેમ નથી, તેના સમાન જ છે. પરંતુ વિશેષતા એ છે કે શ્રુત પરાક્ષ છે, જ્યારે કેવલજ્ઞાન પ્રત્યક્ષ છે. એથી તે શ્રતના વિશિષ્ટ જ્ઞાનીને “મૃતકેવલી” કહેવામાં આવે છે અને એમણે મધુકરી–વૃત્તિ પૂર્વક આણેલા ભેજનને સર્વ પણ સ્વીકારે છે. અવધિજ્ઞાની દ્રવ્યથી જઘન્યપણે ભાષા અને તેજસના રૂપી પદાર્થોને અને વધારેમાં વધારે તે સમસ્ત સૂમ અને બાદર રૂપી દ્રવ્યને વિશેષાકારથી જાણે છે. અવધિજ્ઞાની ક્ષેત્રથી જઘન્યપણે અંગુલના અસંખ્યાતમા ભાગને જાણે છે અને વધારેમાં વધારે તે અલકાકાશમાં લોકાકાશ જેવડા અસંખ્યાત ગેળાઓને જાણી શકે છે. કાળથી અવધિજ્ઞાની ઓછામાં ઓછા આવલિના અસંખ્યાતમા ભાગને અને ઉત્કૃષ્ટપણે અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણી જાણી શકે. ભાવથી અનંત પર્યાએ જાણી શકે, પરંતુ દરેક દ્રવ્યના અનંત પર્યાને તે જાણી શકે નહિ. ૧ આ સંબંધમાં આ ઉલ્લાસમાં આગળ ઉપર વિચાર કરવામાં આવનાર છે. ૨ જેમ મધુકર અન્યાન્ય પુષ્પોમાંથી મકરન્દ ચૂસી લે છે અર્થાત એક જ ફૂલનો સમગ્ર રસ ચૂસી તેને નીરસ બનાવવાનું તેને બગાડવાનું કાર્ય ભમરો કરતો નથી, તેમ જિનની આજ્ઞામાં રહેલા મુનિવરે એક જ ગૃહસ્થને ત્યાંથી ય આહાર ન લેતાં જુદે જુદે સ્થળેથી ભોજન ગ્રહણ કરે છે કે જેથી અમુક એક ગૃહસ્થને તેઓ બેજારૂપ ન થઈ પડે, તેને ત્યાં પાછળ જમનારાને અડચણ ન પડે કે તેને માટે ફરીથી રસોઈ તૈયાર કરવી પડે. અવિસ્મૃતિ પણ આ સંબંધમાં કથે છે કે – “चरेद् माधुकरी वृत्ति-मपि म्लेच्छकुलादपि । एकान्नं नैव भुजीत, बृहस्पतिसमादपि ॥" અર્થાત બ્લેક કુળમાંથી પણ માધુકરી વૃત્તિએ ભિક્ષા ગ્રહણ કરવી, કિ-તું એકના ઘરથી–ભલે પછી તે બહસ્પતિના સમાન કેમ ન હોય તેવાને ત્યાંથી પણ સંપૂર્ણ ભેજન લેવું નહે. માધુકરી વૃત્તિનો “ ગોચરી ” પર્યાયવાચક શબ્દ છે. ગાય જેમ ભૂમિ ઉપર ઉગેલું ઘાસ ઉપર ઉપરથી ચરી ખાય છે, કિન્તુ તેને સમૂળ નાશ કરતી નથી તેમ એક ગૃહસ્થને અપ્રીતિ કે સંકોચ ઉપજાવ્યા વિના તેને ત્યાં ખૂટી ન પડે તેવી રીતે થોડુંક ભજન તેને ઘેરથી લે અને એવી રીતે સમગ્ર ભિક્ષા અન્યાન્ય ગૃહસ્થને ઘેર ફરી ફરીને મેળવે. કે અલોકમાં આકાશ સિવાય કોઈ અન્ય પદાર્થ નથી. વળી આકાશ તો અરૂપી છે એટલે આ જ્ઞાનનું સામર્થ્ય સૂચવવા આ અસત્કલ્પના કરવામાં આવી છે એમ સહેલાઈથી સમજાય છે. 32 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy