________________
२४८
જીવ–અધિકાર.
[ પ્રથમ
નિ ય-સમયે એટલે ઉપયેગ-કાલમાં પણ તેમને અનત પર્યાયવાળી વસ્તુને મેધ નથી એટલુ જ નહિ, પરંતુ તેઓ અમુક પર્યાય સિવાયના અન્ય પર્યાયાના અપલાપ કરે છે. એથી તેા એમના નિશ્ચય અને સંશય અજ્ઞાનરૂપ જ છે. સમ્યક્ત્વરૂપ અમૃતનું પાન કરનારા જીવાના તેા સંશય અને અનધ્યવસાય પણ જ્ઞાનરૂપ છે, કેમકે સંશયથી જિજ્ઞાસા થાય છે અને તે દ્વારા સત્ય વસ્તુના વિશેષ પરિચય થાય છે તથા વળી આગમના અભિપ્રાય પ્રમાણે સંશયાદિ અજ્ઞાનનું કારણ નથી. કિન્તુ મિથ્યા ષ્ટિને સંબંધ તેમાં હેતુરૂપ છે.
વિશેષમાં મિથ્યાઢષ્ટિનું અજ્ઞાન સામાન્ય નથી, કિન્તુ તે અતિશય ભયંકર છે, કષ્ટકારી છે; કેમકે તેમનુ કહેવાતું જ્ઞાન પણ ભવ-ભ્રમણનું કારણ છે. 'ઉન્મત્તની પેઠે તેમને ઉપલબ્ધિ થાય છે. તેમનામાં સત્–અસટ્ના વિવેક પણ નથી. વળી આવા મિથ્યાત્વીઆને સર્વજ્ઞભાષિત યથાવ સ્થિત પદાર્થામાં કેવળ સંશય કે અનધ્યવસાય છે એમ નહિ, કિન્તુ સત્ર મિથ્યાભિનિવેશ હાવાથી તેમને તેમાં વિષય જ–વિપરીત અધ્યવસાય જ છે. જેમ સમ્યગ્દષ્ટિ પદાર્થને સ્યાદ્વાદ– દૃષ્ટિથી જુએ છે અનેકાન્તવાદપુરરસર સમજે છે, તેમ મિથ્યાદ્રષ્ટિ કરતા નથી. એ તે એકાન્તવાદનુ અનુચિત અવલંબન લે છે. મિથ્યાષ્ટિને એટલી તે અક્કલ હોય છે કે ઘાડા તે ગધેડો નથી, તેમ ગધેડા તે ઘેાડા પણ નથી. પરંતુ કુદેવમાં દેવની બુદ્ધિ, સુદેવમાં કુદેવની બુદ્ધિ એમ ગુરૂ અને ધ પરત્વે પણ વિપરીત બુદ્ધિ રાખવાથી તે મનુષ્ય અજ્ઞાની મિથ્યાષ્ટિ કહેવાય છે. મિથ્યાઢષ્ટિનાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન અજ્ઞાનરૂપ હાવાથી તેને મતિ-અજ્ઞાન અને શ્રુત—અજ્ઞાન કહેવામાં આવે છે.
વિભગજ્ઞાન—
‘ભગ’ એટલે ‘વિકલ્પ’. વિરૂદ્ધ વિકલ્પે જેમાં હાય, તે ‘વિભ’ગજ્ઞાન’ કહેવાય છે અથવા અવધિજ્ઞાનના જે વિષય ય—વિપરીત ભેદ તે ‘વિભગજ્ઞાન’ કહેવાય છે.
આ પ્રમાણે આપણે જ્ઞાનના આઠ પ્રકારા જોયા. આ ઉપરથી એમ ન સમજવું કે જ્ઞાનના આઠ જ પ્રકાર છે, કેમકે જેટલે અંશે અને જે પ્રકારના જ્ઞાનાવરણીય કર્માંના ક્ષયાપશમ થયા હોય તેટલે અંશે અને તે પ્રકારના જ્ઞાનના પ્રાદુર્ભાવ થાય. આ પ્રમાણે વિચારતાં તે જ્ઞાનના અનંત પ્રકારો પડી શકે તેમ છે. છતાં પણ એ બધા પ્રકારાના પાંચ જ્ઞાનમાં ( અજ્ઞાનની જુદી વિવક્ષા ન કરીએ તે ) અંતર્ભાવ થઇ શકે છે. અત એવ સામાન્ય રીતે જ્ઞાનના પાંચ
પ્રકાર બતાવવામાં આવ્યા છે,
જ્ઞાના સંબધી દ્રવ્યાદિની અપેક્ષાએ વિચાર
મતિજ્ઞાન સામાન્યથી સર્વાં દ્રન્ચે ઉપર પ્રકાશ પાડે છે અને વિશેષતઃ દેશાદિક ભેદોને
જ્ઞાનના અનંત પ્રકારો
૧ સરખાવા તત્ત્વાર્થા॰ ( અ॰ ૧ )નું નિમ્નલિખિત ૩૩ મું સુત્રઃ— सदसतोरविशेषाद् यदृच्छोपलब्धेरुन्मत्तवत् " વિશેષ માટે જાએ તેની ટીકા પૃ ૧૧૩-૧૧૪ ),
Jain Education International
16
For Private & Personal Use Only
www.jainelibrary.org