________________
૨૪૪
જીવ-અધિકાર.
[ પ્રથમ
કેવલજ્ઞાનના પ્રકારે–
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને ઉદ્દેશીને તે કેવલજ્ઞાનના પ્રકારે પડી શકે તેમ નથી, પરંતુ સ્વામિત્વની દષ્ટિએ વિચાર કરતાં એના ભેદ-પ્રભેદ સંભવે છે, નદીના ૧લ્મ આદિ સૂત્રો પ્રમાણે કેવલજ્ઞાનના(૧) 'ભવસ્થાનું કેવલજ્ઞાન અને (૨) સિદ્ધનું કેવલજ્ઞાન એમ બે ભેદે છે. વળી ભવસ્થ - કેવલજ્ઞાનના યોગ આશ્રીને સગર્ભવસ્થ-કેવલજ્ઞાન અને અગિર્ભવસ્થ-કેવલજ્ઞાન એમ બે ભેદ પડે છે. વળી આ પૈકી પ્રથમ ભેદના પ્રથમ-સમય-સચિત્ર અને અપ્રથમ-સમયસોગિક અથવા ચરમ-સમય-સચિત્ર અને અચરમ-સમય-સગિઢ એવા અવાંતર ભેદ છે. એવી રીતે અગિ-ભવસ્થ-કેવલજ્ઞાનના પણ પ્રથમ-સમયોગિક અને “અપ્રથમ-સમયાગિ અથવા “ચરમ-સમયાચોગિઢ અને ૧૦ અચરમ-સમાયોગિક એમ બે ભેદે છે. આ પ્રમાણે સિદ્ધકેવલજ્ઞાનના અનન્તર-સિદ્ધ અને પરંપર–સિદ્ધ એમ બે પ્રકારો પડે છે. જેમાં સમય વડે વ્યવધાન ( અંતર ) નથી તે અનન્તર છે. સિદ્ધત્વના પ્રથમ સમયમાં વર્તનારના કેવલજ્ઞાનને અનન્તર-સિદ્ધ કહેવામાં આવે છે. વિવક્ષિત સમયમાં સિદ્ધ થયેલાની અપેક્ષાએ એની પછીના સમયમાં જે સિદ્ધ થયા હોય તે પર ગણાય, એનાથી પછી સિદ્ધ થાય તે વળી વિશેષ પર ગણાય. આ પ્રમાણે વિવક્ષિત સિદ્ધત્વના પ્રથમ સમયથી પ્રા દ્વિતીયાદિ સમયને વિષે છેક અનન્ત અતીત અદ્ધા (કાળ) સુધી વર્તનારા સિદ્ધો “પરંપર-સિદ્ધ’ કહેવાય છે. એમનું કેવલજ્ઞાન “પરંપર-સિદ્ધ” જાણવું. આ પ્રત્યેકના ભેદ-પ્રભેદે છે, પરંતુ તે તે ૧૧અનંતર–સિદ્ધ તેમજ પરંપર-સિદ્ધનાં સ્વરૂપે સત્યપ્રરૂપણ, દ્રવ્ય વગેરે અનુગ-દ્વાર દ્વારા ક્ષેત્રાદિ પંદર દ્વારને વિષે સિદ્ધપ્રાભૂતમાં જેમ વિચારવામાં આવ્યાં છે અને જેનું દિગ્દર્શન શ્રીમલયગિરિસૂરિએ નન્દીસત્રની વૃત્તિમાં ૧૧૩મા પત્રથી કરાવ્યું છે તેનું સ્થૂલ અવલોકન અંતિમ ઉલ્લાસમાં આપણે કરીશું ત્યારે ઘટાવી લેવાશે. અત્ર તો ઉપર્યુક્ત ભેદોની સંકલના નીચે મુજબ રજુ કરવામાં આવે છેઃ
1 ભવથી મનુષ્ય-ભવ જ સમજ, કેમકે અન્યત્ર આની ઉત્પત્તિને અભાવ છે.
૨-૩ જેને માનસિક, વાચિક અને કાયિક ગ-વ્યાપારે છે તે “ સગી ' કહેવાય છે; એનાથી વિપરીત વ્યક્તિને “ અયોગી ' કહેવામાં આવે છે. આ વ્યક્તિ શેલેશી અવસ્થાને વરેલી હોય છે.
૪-૫ પ્રથમ સમય થી કેવલજ્ઞાનની ઉત્પત્તિને સમય સમજ; આ સમય પછી સમય તે * અપ્રથમ સમય’ સમજો.
૫-૬ સોગિ-દશાને અન્તિમ સમય તે “ચરમ સમય’ અને એ સિવાયને એની પૂર્વેના છેક કેવલજ્ઞાનની પ્રાપ્તિ સુધીના સર્વ સમય “ અચરમ સમય’ છે.
૭-૮ અગત્યની ઉત્પત્તિનો સમય એટલે કે શિલેશ અવસ્થાની પ્રાપ્તિનો આદ્ય સમય તે * પ્રથમ ' સમય છે. આ સિવાયના સર્વ સમયે ‘અપ્રથમ’ છે અને તેમાં છેક શલેશી અવસ્થાના અતિમ સમયને પણ સમાવેશ થાય છે.
૯-૧૦ ‘ચરમ સમય' એટલે શલેશ અવસ્થાને અન્તિમ સમય સમજ; એ સિવાયના એની પૂર્વેના સેવે સમયે-ઠેઠ આ અવસ્થાની પ્રાપ્તિને સમય તે “અચરમ' જાણવા.
૧૧ આના તીર્થ-સિદ્ધ વગેરે પંદર ભેદે. અંતિમ ઉલ્લાસમાં વિચારવામાં આવનાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org