________________
ઉલ્લાસ ]
આહંત દર્શન દીપિકા.
२४३
અધ્યવસાયાત્મક-મનનવ્યાપારરૂપ ભાવ-મનને તે પ્રત્યક્ષ જોઈ શકે નહિ; કારણ કે ભાવ-મન જ્ઞાનરૂપ છે અને તે અરૂપી છે. અરૂપી-અમૂર્ત પદાર્થોને સાક્ષાત્કાર બેધ તે કેવલજ્ઞાનીઓને જ હોઈ શકે.
કેવલજ્ઞાનનું લક્ષણ વિચારતાં ગ્રન્થકાર કર્થ છે કે
सर्वद्रव्य-पर्यायसाक्षात्कारित्वं केवलज्ञानस्य लक्षणम्, सकलવરતુસ્તોનવરિવાર વા . () અર્થાત સર્વ દ્રવ્ય અને તેના સમસ્ત પર્યાને સાક્ષાત્કાર તે “કેવલજ્ઞાન” છે. ક્ષેત્ર, કાળ વગેરે કેઈ પણ જાતની અવધિથી આ જ્ઞાન બાધિત નથી. આ જ્ઞાન ત્રણે કાળના પદાર્થોને બંધ કરાવે છે. એ વિશ્વમાં એક પણ પદાર્થ નથી કે જેના ઉપર આ જ્ઞાન પ્રકાશ ન પાડી શકે. અર્થાત આ જ્ઞાન લેકમલેકપ્રકાશક છે. આ જ્ઞાન અનુત્તમ ( સોત્તમ), અન્તિમ, અનન્ય, અનુપમ, અન્યની અપેક્ષા વિનાનું, અનન્ત, અપ્રતિપાતી, વિમળ, અખિલ આવરણથી મુક્ત અને શાશ્વત છે. કેવલજ્ઞાનીની સિદ્ધિ—
મીમાંસકાદિક દર્શનકારો સર્વને માનતા નથી. જૈન શાસ્ત્રો તેમની માન્યતા અનુચિત હેવાનું સિદ્ધ કરવા માટે નીચે મુજબ ઊહાપોહ કરે છે–
આપણે જગતમાં જોઈએ છીએ કે કઈ મનુષ્ય અતિશય બુદ્ધિશાળી તે કઈક અલ્પ બુદ્ધિમાન, કેઈક વિદ્વાન તે કઈ ભૂખ હોય છે. એ પ્રકારે ભિન્ન ભિન્ન જાતની બુદ્ધિવાળા મનુષ્યો નજરે પડે છે. અર્થાત્ જ્ઞાનની તરતમતા રહેલી છે. આ ઉપરથી એ વાત સિદ્ધ થાય છે કે જેમાં નાના મોટા પદાર્થોમાં રહેલી પહોળાઈ, વધતાં વધતાં આકાશમાં વિશ્રાન્તિ લે છે અર્થાત્ વધતી જતી પહોળાઈને અંત આકાશમાં આવે છે–આકાશમાં સંપૂર્ણ પહેળાઈ રહેલી છે, તેમ જ્ઞાનની માત્રા પણ વૃદ્ધિ પામતી જતી કેઈ વ્યક્તિમાં સંપૂર્ણ વિશ્રામ લેતી હોવી જોઈએ. અર્થાત્ જે વ્યક્તિમાં પરિપૂર્ણ જ્ઞાન–કેવલજ્ઞાન હોય, તેને જ “સર્વજ્ઞ કહેવામાં આવે છે.
આ સર્વજ્ઞ-સિદ્ધિના સમર્થનમાં એમ પણ નિવેદન કરવામાં આવે છે કે ચંદ્રગ્રહણાદિક ભૂત-ભવિષ્યકાલિક જ્ઞાનેને જગતમાં ક્યાંથી પ્રચાર થયે, એ જ્ઞાનેને મૂળ પ્રકાશક કોણ છે એ પ્રશ્ન વિચારતાં તે આદિ પ્રકાશકને સર્વજ્ઞ માનવે પડે છે. વળી જે જે વસ્તુ અનુમાનથી સિદ્ધ થાય છે, તે તે વસ્તુ કેઈને પણ પ્રત્યક્ષ હોવી જોઈએ, આ હકીક્ત, ધૂમના દર્શન દ્વારા અનુમાન પ્રમાણથી નિશ્ચિત થતે અગ્નિ કેઈને પણ પ્રત્યક્ષ હોય જ છે એથી સત્ય કરે છે. તે પછી પ્રસ્તુતમાં પણ સ્વર્ગ, નરક, કર્મ, પરમાણુ, કાલેક ઈત્યાદિ જ્ઞાનના વિષયે જે આપણને અનુમાનગમ્ય છે, તે કેઈને પણ પ્રત્યક્ષ હોવા જ જોઈએ. આ યુક્તિથી પણ સર્વજ્ઞનું અસ્તિત્વ સિદ્ધ થાય છે.
૧ આ વિશેષણની સાર્થકતા માટે જુઓ ઋષભનું સ્પષ્ટીકરણ ( પૃ૦ ૬૮ ),
૨ આ સંબંધમાં જુએ ચતુર્વિશતિકાનું સ્પષ્ટીકરણ ( પૃ૦ ૧૫૮-૧૫૯ ) તેમજ શ્રીયાકિનીમહારાસનું આચાર્યવયં શ્રીહરિભકત સર્વજ્ઞાસિદ્ધિપ્રકરણ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org