________________
૨૪૨ જીવ-અધિકાર.
[ પ્રથમ અર્થાત્ સામાન્યાકાર અધ્યવસાયના કારણરૂપ અને મનરૂપે પરિણત થયેલાં દ્રવ્યને થોડાક પર્યા સહિત સાક્ષાત્કાર કરાવનારો બેધ તે જુમતિ મન:પર્યાયજ્ઞાન” સમજવું અને તે દ્રવ્યને ઘણું પર્યાની સાથે વિશિષ્ટ કારે સાક્ષાત્કાર કરાવનારે બોધ તે “વિપુલમતિ મનઃ પર્યાયજ્ઞાન” જાણવું.
ઋજુમતિના લક્ષણમાં જે “સામાન્યાકાર બોધ' કહ્યો છે તેથી એમ ન સમજવું કે તે જ્ઞાન મટીને દર્શન થયું, કેમકે જજુમતિ એક, બે અથવા ત્રણ વિશેને ગ્રહણ કરે છે; સર્વથા વિશિષ્ટ બને ત્યાં અભાવ નથી. સામાન્ય” શબ્દ અત્ર થડા પર્યાયવાચી છે, નહિ કે દર્શન વાચી એ વાત ધ્યાનમાં રાખવી. જુમતિ અને વિપુલમતિ વચ્ચે તફાવત–
જુમતિ મનરૂપે પરિણમેલ દ્રવ્યને અલ્પ પ સહિત બેધ છે, જ્યારે વિપુલમતિ ઘણા પર્યાયે પૂર્વકને પરિછેદ છે. જેમકે કે મનુષ્ય ઘટને વિચાર કરતે હૈય, તે ત્રાજુમતિ એટલું કહી શકે કે તે ઘટને વિચાર કરે છે, જ્યારે વિપુલમતિ તે તે અમુક વર્ણન, અમુક વસ્તુના, અમુક માપના ઇત્યાદિ વિશિષ્ટ પ્રકારના ઘટને વિચાર કરે છે એમ કહી શકે. વળી વિપુલમતિ ત્રાજુમતિ કરતાં વધારે શુદ્ધ છે. વિશેષમાં જુમતિ જ્ઞાન તે કેવલજ્ઞાન થાય ત્યાં સુધી ટકી રહે એ નિયમ નથી. આથી ઉલટું, વિપુલમતિ જ્ઞાન કેવલજ્ઞાનની પ્રાપ્તિ સુધી રહે છે. અવધિજ્ઞાન અને મન પર્યાયજ્ઞાનમાં રહેલી વિશિષ્ટતા
અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાન બને અતીન્દ્રિય-પ્રત્યક્ષ છે, તથા રૂપી દ્રવ્ય ઉપર પ્રકાશ પાડનારાં છે તેમજ અતીત, અનાગત અને વર્તમાન એમ ત્રિકાલવિષયી છે. અવધિજ્ઞાનનું ક્ષેત્ર મન:પર્યાયના કરતાં વિશાળ છે, કેમકે સમસ્ત લોકને બોધ અવધિજ્ઞાન કરાવવા સમર્થ છે, જ્યારે મન:પર્યાયજ્ઞાનનું ક્ષેત્ર તે મનુષ્યક્ષેત્ર–અઢી દ્વીપ છે. વળી સર્વ રૂપી પદાર્થોને પરિચછેદ અવધિ- જ્ઞાન દ્વારા થઈ શકે, પરંતુ આ વાત મન:પર્યાયથી બને તેમ નથી, કેમકે તે તે મનરૂપે પરિણુત થયેલા જ રૂપી પદાર્થોનું જ્ઞાન કરાવી શકે તેમ છે. અવધિજ્ઞાનને સ્વામી ગમે તે જીવ થઈ શકે,
જ્યારે મન પર્યાયજ્ઞાન તે અપ્રમાદી મુનિઓને જ થાય છે. વળી મન:પર્યાય અવધિ કરતાં વધારે વિશુદ્ધ છે તેમજ તેને વિષય પણ વિશેષ સૂક્ષ્મ છે. શ્રીસિદ્ધસેન દિવાકર અને તેમના અનુયાયિઓનું માનવું છે એવું છે કે મન:પર્યાયજ્ઞાન તે અવધિજ્ઞાનને એક પ્રકાર છે.
કેવલજ્ઞાન પરત્વે ઉલ્લેખ કરીએ, તે પૂર્વે મનઃ પર્યાયજ્ઞાનના સંબંધમાં એક વાત કહેવાની રહી જાય છે. તે એ છે કે મનઃ પર્યાયજ્ઞાની જેમ દ્રવ્ય-મનને પ્રત્યક્ષ જોઈ શકે છે, તેમ ભાવ–મનને તે જોઈ શક્તા નથી અર્થાત મનરૂપે પરિણમેલાં દ્રવ્યોને પ્રત્યક્ષ જોવાને તેને અધિકાર છે, કિન્તુ
૧ અવધિજ્ઞાની અતીત ( પસાર થઈ ગયેલી ) સંખ્યાતીત ( અસંખ્યય ) ઉત્સર્પિણી અને અવસર્પિણના પદાર્થો જાણી શકે છે, જ્યારે મન:પર્યાયજ્ઞાની પલ્યોપમના અસંય ભાગ જેટલા અતીત કાલ-વિષયક પદાર્થ જાણી શકે છે.
૨ જમ્બુદ્વીપ, ધાતકીપ અને પુષ્કરદ્વીપનો અર્ધ વિભાગ. ૩ આ હકીકત માટે જુઓ પૃ૦ ૨૫૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org