________________
૨૪૦ છવ-અધિકાર..
પ્રથમ હિમાનનું લક્ષણ
જે અવધિજ્ઞાન પ્રતિક્ષણ ઘટતું જાય તે હીયમાન” (ઓછું થતુ) અવધિજ્ઞાન કહેવાય છે. પ્રતિપાતિનું સ્વરૂપ
જે અવધિજ્ઞાન અંગુલના અસંખ્યય ભાગથી માંડીને તે સંખ્યાત હજાર અને અસંખ્યાત હજારે જન સુધી–એક કાકાશ પર્યત પણ પ્રકાશ પાને પાછું પડે તે “પ્રતિપાતિ” (પડનારું) જ્ઞાન સમજવું. આવી રીતે પતન થવામાં પ્રમાદ અથવા ભવાંતર કારણરૂપ છે. અપ્રતિપાતિને વિચાર–
જે જ્ઞાન અલકાકાશના એક પ્રદેશને પણ જોઈ શકે છે, તેને “અપ્રતિપાતિ” (નહિ પડનારૂ ) અવધિજ્ઞાન કહેવામાં આવે છે. આને પરમાવધિ પણ કહેવામાં આવે છે. આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી અંતમુહૂર્તમાં જ કેવલજ્ઞાનને પ્રાદુર્ભાવ થાય છે. હીયમાન અને પ્રતિપાતિને ભેદ–
હાયમાન એટલે ધીરે ધીરે ઓછું થવું અને પ્રતિપાતિ એટલે કુંક મારતાં દી જેમ એકદમ બુઝાઈ જાય તેમ એકદમ ઘટી જવું-શમી જવું. અર્થાત્ હીયમાન કમિક છે અને પ્રતિપાતિ અકમિક છે.
આ પ્રમાણે શ્રીદેવગિણિ ક્ષમાશ્રમણ નદીસૂત્રમાં નિર્દેશે છે. વાચકચક્રવર્તી શ્રીઉમા
સ્વાતિએ તે તત્વાર્થભાષ્ય (પૃ. ૯૮)માં પ્રતિપાતિ અને પ્રકારાન્તરને અપ્રતિપાતિ એ બે ભેદેને બદલે “અનવસ્થિત” અને “અવસ્થિત” વિચાર
એવા બે પ્રકારે આપ્યા છે. જે જ્ઞાનમાં વધઘટ થાય તે “અનવસ્થિત
છે. આવું જ્ઞાન જળના તરંગેની માફક શમી જાય છે અને પાછું ઉત્પન્ન થાય છે. જે જ્ઞાન જેટલા ક્ષેત્રમાં ઉત્પન્ન થયું હોય તેટલા ક્ષેત્રમાં કાયમ જ રહે-પડે નહિ અને ઉલટું કેવલજ્ઞાન પ્રાપ્ત થાય ત્યાં સુધી રહે તે “અવસ્થિત” જ્ઞાન કહેવાય છે. આથી તે આને ‘અપ્રતિપાતિ” તરીકે ગણી શકાય તેમ છે.'
મન:પર્યાયજ્ઞાનનું લક્ષણ ગ્રન્થકાર એમ સૂચવે છે કે–
मनोरूपेण परिणतद्रव्याणां परिच्छेदकत्वं सर्वतो भावेन मनोद्रव्यरिच्छेदकत्वं वा मनःपर्यायज्ञानस्य लक्षणम् । ( ३९)
૧ આ અવધિજ્ઞાનના સંબંધમાં ઘણું કહી શકાય તેમ છે, પરંતુ ગ્રન્થ-ગરવના ભયથી તેનો ઉલ્લેખ ન કરતાં તેના જિજ્ઞાસુને વિશેષાવશ્યક (ગા૦ ૫૬૭-૦૮) જેવા ભલામણ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org