________________
ઉલાસ
આત દર્શન દીપિકા.
૨૩૯
ભવતા અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી આ જ્ઞાન ઉત્પન્ન થાય છે. આથી કરીને આને ક્ષપશમના નિમિત્તવાળું એટલે કે “ગુણ-પ્રત્યય કહેવામાં આવે છે. અત્રે એ પ્રશ્ન ઊઠે છે કે અવધિજ્ઞાન તે ક્ષાપશમિક ભાવમાં છે અને નારકાદિ જન્મ તો દયિક ભાવમાં છે એટલે આ પ્રમાણે પરસ્પર વિરૂદ્ધ હોવાથી નારકાદિ જન્મ અવધિજ્ઞાનને હેતુ કેમ હોઈ શકે? આને ઉત્તર એ છે કે ખરી રીતે ભવ-પ્રત્યય જ્ઞાન પણ ગુણ-પ્રત્યય જ છે; કારણ કે ક્ષપશમ વિના આ જ્ઞાન થઈ શકે નહિ. વિશેષમાં નારક કે દેવ તરીકે ઉત્પત્તિ થતાં વેંત જ યથાગ્ય ક્ષપશમ થાય છે જહોય છે જ,
ગુણ-પ્રત્યય અવધિજ્ઞાનના છ પ્રકારો
ગુણ પ્રત્યય અવધિજ્ઞાનના (૧) અનુગામિક, (૨) અનનુગામિક, (૩) વર્ધમાન, (૪) હીયમાન, (૫) પ્રતિપાતિ અને (૬) અપ્રતિપાતિ એવા છ પ્રકારો પડે છે. અનુગામિકની વ્યાખ્યા
જેમ દેશાંતર જતા મનુષ્યની સાથે તેની આંખ પણ જાય છે તેમ જે અવધિજ્ઞાન જે ક્ષેત્રમાં ઉત્પન્ન થયું હોય ત્યાંથી અન્યત્ર પણ જીવને અનુસરે તે જ્ઞાન “અનુગામિક” (સાથે જનારું) અવધિજ્ઞાન કહેવાય છે. આવું જ અવધિજ્ઞાન નારક અને દેવોને હેય છે. અનનુગામિકનું સ્વરૂપ
જેમ દીવો જે ક્ષેત્રમાં સ્થળમાં રહ્યો હોય ત્યાં જ પ્રકાશ પાડે અને અન્ય ક્ષેત્રમાં પ્રકાશન પાડે તેમ જે અવધિજ્ઞાન જે ક્ષેત્રમાં ઉત્પન્ન થયું હોય ત્યાં જ બંધ કરાવે, પરંતુ અન્ય ક્ષેત્રમાં જતાં તે બંધ ન કરાવે તેને “અનનુગામિક”(નહિ સાથે જનારું) જ્ઞાન જાણવું. વર્ધમાનની વ્યાખ્યા
જે જ્ઞાન અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલા વિષય ઉપર પ્રકાશ નાંખતું નાંખતું વધીને અલકાકારમાં કાકાશ જેવડા અસંખ્યાત ગેળાઓને પ્રકાશવાને સમર્થ થાય તેને
વર્ધમાન” (વધતું જતું) સમજવું. જેમ અગ્નિમાં બળતણ નાંખવામાં આવે તેમ તે વધારે ને વધારે પ્રદીપ્ત થાય, એવી રીતે પરિણામની વિશુદ્ધિમાં વધારે થતાં આ જ્ઞાન પણ વધતું જાય છે.
૧ ઉત્પત્તિ-સ્થાનમાં રહીને જેટલા જન સુધી ક્ષેત્રે જાણી શકે તેટલા જન સુધી અન્યત્ર જવા છતાં જાણી શકે એ એને ફલિતાર્થ છે.
૨ વિશેષાવની ૭૧૬ મી ગાથામાં સૂચવ્યા મુજબ અવધિજ્ઞાન અનુગામિક અને અનનુગામિક એમ ઉભયસ્વરૂપી અથવા મિશ્ર પણ હોય છે. અર્થાત એક નેત્રવાળા પુરુષની જેમ જે અવધિજ્ઞાનને કઈક ભાગ અન્ય સ્થળે જવા છતાં સાથે જાય છે અને કેટલોક ભાગ સાથે જો નથી તે અવધિજ્ઞાન ‘મિશ્ર’ છે. મનુષ્ય અને તિર્યંચોને આ ( મિશ્ર ) તેમજ અનુગામિક અને અનનુગામિક એમ ત્રણે જાતનું અવધિજ્ઞાન સંભવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org