________________
ઉલ્લાસ ]
આહંત દર્શન દીપિકા.
૨૩૭
પ્રાભૂત-પ્રાભૂત-સમાસ-શ્રત
એકથી અધિક પ્રાભૂત-પ્રાભૂતને બેધ તે “પ્રાકૃત-પ્રાભૃત-સમાસ-મૃત” છે. પ્રાભૂત-કૃત
વરતુગત અધિકાર–વિશેષ “પ્રાકૃત કહેવાય છે. જેમ કેટલાક ઉદેશે મળીને એક અધ્યયન થાય છે તેમ કેટલાક પ્રાભૃત–પ્રાભૃતને સમૂહ તે “પ્રાભૂત છે. એનું જ્ઞાન તે “પ્રાભૃતમૃત” છે. પ્રાભૂત-સમાસ-યુત
બે, ત્રણ ઈત્યાદિ પ્રાભૃતેને બેધ તે પ્રાભૃત-સમાસ–શ્રુત છે. વસ્તુ–મૃત
પૂર્વગત અધિકાર-વિશેષને “વસ્તુ” કહેવામાં આવે છે. આનું જ્ઞાન તે “વસ્તુ-કૃત” છે. વસ્તુ-સમાસ-સુત
બે કે તે કરતાં વધારે વસ્તુઓનું જ્ઞાન તે વસ્તુ-સમાસ-શ્રત છે. પૂર્વ–શ્રુત
ઉત્પાદ વગેરે પૂર્વો પૈકી એકનું જ્ઞાન તે “પૂર્વ–શ્રત છે. પૂર્વ-સમાસ-શ્રુત
એક કરતાં અધિક પૂર્વેને બેધ તે “પૂર્વ—સમાસ-થત છે,
આ પ્રમાણે આપણે મતિજ્ઞાન અને શ્રતજ્ઞાનનું દિગ્દર્શન કર્યું અને તેમ કરીને પક્ષ પ્રમાણુનું યત્કિંચિત્ સ્વરૂપ યથામતિ નિર્દેશ્ય એટલે પારમાર્થિક પ્રત્યક્ષનું પ્રતિપાદન કરવાને અવસર પ્રાપ્ત થાય છે. આથી સૌથી એના ભેદ-પ્રભેદેના સંબંધમાં ગ્રન્થકારનું કથન અવકીએ --
तञ्च (प्रत्यक्षं) द्विविधम्-सांव्यवहारिक-पारमार्थिक भेदात् । तत्र सांव्यवहारिकमिन्द्रियानिन्द्रियानिमित्तकमुक्तप्रायम् । पारमार्थिक तु त्रिविधम्-अवधि-मनःपर्याय-केवलभेदात् । અર્થાત્ પ્રત્યક્ષના (૧) સાંવ્યવહારિક અને (૨) પારમાર્થિક એમ બે પ્રકારે છે. તેમાં ઇન્દ્રિય અને મનરૂપ નિમિત્તવાળા સાંવ્યવહારિક પ્રત્યક્ષ વિષે ઘણું ખરું કહેવાઈ ગયું છે. તેમાં પારમાર્થિકના (૧) અવધિજ્ઞાન, (૨) મન:પર્યાયજ્ઞાન અને (૩) કેવલજ્ઞાન એમ ત્રણ ભેદ પડે છે. અન્યત્ર કહ્યું છે તેમ પારમાર્થિક પ્રત્યક્ષ પ્રમાણુના (૧) વિકલ અને (૨) સકલ એમ બે પ્રકારે છે. તેમાં વળી
૧ એકંદર પૂર્વો ચૌદ છે. એના નામ વગેરે માટે જુઓ “ શ્રીભક્તામરસ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહ 'ને પ્રથમ વિભાગ ( ૫૦ ૫૯-૬૨ ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org