________________
૨૨૪ જીવ-અધિકાર
[ પ્રથમ આદિ અને જ્યારે તેને નાશ થાય ત્યારે અન્ત એટલે કે આ રીતે વિચારતાં શત સાદિ-સાન્ત છે. સાદિ-અનન્ત એ પ્રકાર ફક્ત કહેવા રૂપ છે, કેમકે એ ક્યાંએ સંભવ નથી. ભવ્ય જીવનું શુત તેના ભવ્યત્વની પેઠે અનાદિ–સાન્ત છે, જ્યારે અભવ્યનું શ્રત તેના જીવત્વ કે અભવ્યત્વની જેમ અનાદિ-અનન્ત છે. વિવિધ જીવરૂપ દ્રવ્યોની અપેક્ષાએ શ્રત અનાદિ-અનન્ત છે.
ક્ષેત્રથી એક જીવ-દ્રવ્યની અપેક્ષાએ ભરત-ઐરાવત ક્ષેત્રમાં સમ્યક-શ્રત સાદિ-સાન્ત છે, કેમકે એ ક્ષેત્રમાં પ્રથમ તીર્થકરના વખતમાં દ્વાદશાંગીરપ શ્રતની ઉત્પત્તિ થાય છે અને છેલ્લા (ચોવીસમા ) તીર્થકરના તથિને અંત આવતાં એને નાશ થાય છે. મહાવિદેહ ક્ષેત્રની અપેક્ષાએ વિવિધ છ સંબંધી કૃતજ્ઞાન અનાદિ-અનન્ત છે, કેમકે ત્યાં સર્વદા તીર્થકરને સદ્ભાવ છે એટલે શ્રુતને કદાપિ ઉચ્છેદ થતો નથી.
કાળથી ઉત્સર્પિણી અને અવસર્પિણીની અપેક્ષાએ ભરત-ઐરાવતમાં શ્રુત સાદિ-સાન્ત છે, કેમકે બંને કાળના ત્રીજા આરામાં તેની ઉત્પત્તિ છે અને અનુક્રમે ચેથા અને પાંચમા આરામાં તેને નાશ છે. કાળથી મહાવિદેહને વિષે તે દ્રવ્ય અને ક્ષેત્રની જેમ તે અનાદિ-અનન્ત છે, કેમકે ત્યાં ઉત્સર્પિણી અને અવસર્પિણીરૂપ કાલ-ચક નથી, ત્યાં તો સદા અવસર્પિણીના ચોથા આરા જેવો કાળ પ્રવર્તે છે.
ભાવથી ગુરુ જણાવવા લાયક ભાવે જાણીને કહે એટલે એક જીવની અપેક્ષાએ શ્રુત સાદિ–સાન્ત છે. ભાવથી ક્ષપશમની અપેક્ષાએ શ્રુત-જ્ઞાન નિરંતર છે એટલે તે અનાદિઅનન્ત કર્યું. ગમિક બુત અને અગમિક કૃત–
જેમાં ઘણું ભાંગા અને ગણિતાદિ હોય અથવા જેમાં કારણવશાત્ સમાન પાઠો ઘણા હોય તે “ગમિક કૃત” કહેવાય છે. પ્રાયઃ દષ્ટિવાદરૂપ બારમું અંગ આવું છે. ગાથા, પ્લેકાદિરૂપ અસમાન પાઠવાળું શ્રુત “અગમિક છે. જેમકે પ્રાયઃ કાલિક શ્રત.
૧ શ્રતને નાશ થવામાં મિથ્યાત્વની પ્રાપ્તિ, ભવાંતર–ગમન, કેવલજ્ઞાનની ઉત્પત્તિ, ગ્લાન અવસ્થા, પ્રમાદ ઈત્યાદિ કારણે છે. શ્રત કે જીવનો સ્વભાવ હોવાથી જીવ જ છે, કિન્તુ જીવ કેવળ મૃત જ નથી. એથી તે શ્રતને નાશ થતાં તદંશે જીવને પણ નાશ થાય છે, પરંતુ તે પર્યાયવિશિષ્ટ માત્ર અન્વયવાળા, જીવને નાશ થાય છે, નહિ કે સર્વથા પર્યાયાન્તરવિશિષ્ટ જીવને.
આનું બીજું નામ “ ભૂતવાદછે. સંપૂર્ણ વિશેષથી વિભૂષિત સમય વસ્તુના સમુદાયનું એમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે એટલે કે સંપૂર્ણ વાત્મયને એમાં અન્તર્ભાવ થયેલો છે. આ અપૂર્વે અંગનું ગ્રહણ કરવા મન્દુમતિ-સ્ત્રીએ અશક્ત છે. આવા જીવો ઉપર ઉપકાર કરવા માટે આ સિવાયનાં ૧૧ અંગેની રચના કરાય છે.
૩ અંગબાહ્ય શ્રતનો આ એક પ્રકાર છે. નન્દીસત્રની ટીકામાં શ્રીમલયગિરિસૂરિ કથે છે તેમ અંગબાહ્ય શ્રતના બે ભેદે છે:-(અ) સામાયિકાદિ છ પ્રકારનું આવશ્યક અને (આ) એથી વ્યતિરિક્ત (ભિન્ન). આ વ્યતિરિક્તના (અ) કાલિક અને (આ) ઉત્કાલિક એમ બે પ્રકાર છે. તેમાં જે શ્રત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org