________________
ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા.
૨૩૧ (૨) અનક્ષર–શ્રત, (૩) સંસિ-શ્રત, (૪) અસંગ્નિ-શ્રુત, (૫) સમ્યકર્ત , (૬) મિથ્યા–ત, (૭) સાદિ–ત, (૮) અનાદિ-શ્રત, (૯) સંપર્યાવસિતકૃત, (૧૦) અપર્યાવસિત-શ્રત, (૧૧) ગમિકથત, (૧૨) અગમિક-શ્રત, (૧૩) અંગપ્રવિષ્ટ-શ્રત અને (૧૪) અંગબાહ્ય-શ્રત. આ ચૌદ પ્રકારોનું આપણે યત્કિંચિત્ સ્વરૂપ વિચારીશું. તેમાં અક્ષર—તના સંજ્ઞાક્ષર, વ્યંજનાક્ષર અને લધ્યક્ષર એમ ત્રણ ભેદે છે. '૧૮ પ્રકારના લિપિ-અક્ષરના આકાર જાણવા તે “સંજ્ઞાક્ષરમૃત” છે. અકારથી હકાર સુધીના અક્ષરોને મુખેથી ઉચ્ચાર કરે તે “વ્યંજનાક્ષરશ્રત” છે. મતલબ કે જે વણ બેલવામાં ઉપયોગી છે તે “વ્યંજનાક્ષર કહેવાય છે. અક્ષરની પ્રાપ્તિ તે “લબ્ધિ” છે અને એ ઈન્દ્રિય અને મનરૂપ નિમિત્તવાળું શ્રતગ્રસ્થાનસારી વિજ્ઞાન (શ્રુતજ્ઞાનને ઉપયોગી પણ છે. આ તેમજ શ્રુતજ્ઞાનના આવરણને ક્ષપશમ એ બંને “લધ્યક્ષર ” કહેવાય છે. આ પ્રમાણે વિશેષાની ૪૬૬ મી ગાથામાં કહ્યું છે. પ્રથમ કર્મગ્રન્થની પજ્ઞ વૃત્તિના ૧૧ મા પત્રમાં કહ્યું છે તેમ શબ્દ સાંભળ, રૂપ જેવું ઇત્યાદિથી અર્થની પ્રતીતિ થાય છે તેની સાથે સાથે જે અક્ષરનું જ્ઞાન થાય છે તેને “લધ્યક્ષર” કહેવામાં આવે છે.
લધ્યક્ષર કોઈને ઈન્દ્રિય અને મન વડે પ્રત્યક્ષ થાય છે તો કેઈને લિંગ વડે તેમ થાય છે. વિશેષમાં જેમ અસંસીમાં આહારાદિ સંજ્ઞા દ્વારા ચૈતન્ય સ્વાભાવિક જણાય છે તેમ લધ્યક્ષરાત્મક
ઘજ્ઞાન પણ તેમને છે, પરંતુ આ જ્ઞાન અલ્પ હોવાથી સ્થૂળ દષ્ટિવાળાઓ પૃથ્વીકાયાદિ એકેન્દ્રિયના ચૈતન્યની જેમ તેને જાણી શકતા નથી. વિશેષમાં સંજ્ઞાક્ષર અને વ્યંજનાક્ષરના લાભની જેમ લધ્યક્ષર પરોપદેશજન્ય નથી.
અનક્ષર–શ્રુત
સંકેતસૂચક ઉચશ્વાસ-નિઃશ્વાસની ક્રિયા કરવી, થુંકવું, ઉધરસ ખાવી, છીંક ખાવી, બગાસું ખાવું, ખારે કરે, સુંઘવું, ચપટી વગાડવી, સીત્કાર કર એ અનેક્ષર-થત છે. અલબત આ દ્રવ્ય-શ્રત છે. આદ્ય કમગ્રન્થ ( ગા. ૬)ની પજ્ઞ ટીકામાં અભિપ્રાયદ્યોતક માથું હલાવવું વગેરેને પણ અનક્ષર–શ્રત તરીકે ઓળખાવેલ છે, પરંતુ, “સંભળાય તે મૃત” એ વ્યાખ્યા અત્રે નહિ ઘટી શકતી હોવાથી ભાષકાર તેને સ્વીકાર કરતા નથી. સંગ્નિ-શ્રુત અને અસંગ્નિ-શ્રુત
જેને સંજ્ઞા હોય તે સંજ્ઞી કહેવાય ” એ સામાન્ય અર્થ ન કરતાં જેને મને વિજ્ઞાન
૧ લખવાના કામમાં આવતી આ જુદી જુદી લિપિઓનું સ્થૂળ સ્વરૂપ શ્રીભક્તામરસ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્ય-સંગ્રહના દ્વિતીય વિભાગગત સરસ્વતીભક્તામરનાં પ્રાથમિક પદ્યોના સ્પષ્ટીકરણ (પૃ. ૫-૭ )માં આપવામાં આવ્યું છે.
૨-૩ આ બે શ્રુતજ્ઞાનના કારણરૂપ હોવાથી તે “શ્રત ” કહેવાય છે. અર્થાત આ બે “ દ્રવ્યશ્રત’ છે, જ્યારે લધ્યક્ષર “ભાવ–શ્રત' છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org