________________
૨૩.
જીવ-અધિકાર.
[ પ્રથમ એમાં કહેવું જ શું? સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો દાખલા તરીકે સામાન્ય સુવર્ણથી સ્વ(સુવર્ણ)વિશેષરૂપ કંકણ, મુદ્રિકા વગેરે ઉત્પન્ન થાય છે, એથી કંકણાદિ આના કાર્યરૂપ ગણાય છે, કિન્તુ સુવર્ણ કંકશુદિથી થતું નથી. એથી સુવર્ણ અને કાર્યરૂપ કહેવાતું નથી, કેમકે તે તો અન્ય કારણોથી થાય છે,
જ્યારે કંકણાદિરૂપ સુવર્ણ–વિશેષને ઉપરમ થાય ત્યારે તે સુવર્ણરૂપે પરિણમે છે. એવી જ રીતે સામાન્ય મતિ વડે સ્વવિશેષરૂપ શ્રુતપગ થાય છે, માટે કૃપયોગ મતિનું કાર્ય કહેવાય છે; કિન્ત મતિજ્ઞાન શ્રુતે પગથી ઉત્પન્ન થયું નથી એથી મતિને શ્રતનું કાર્ય કહેવામાં આવતું નથી, કેમકે મતિજ્ઞાનની ઉત્પત્તિ અન્ય કારણોને આભારી છે. વિશેષમાં જ્યારે મતિજ્ઞાનના વિશેષરૂપ શ્રતે પગને ઉપરમ થાય છે ત્યારે અનુક્રમે આવેલ મતિજ્ઞાનને નિવારી શકાય નહિ. શ્રુતજ્ઞાનના પ્રકારે
શ્રત”ની વ્યુત્પત્તિ કરતાં ક્ષમાશ્રમણ શ્રીજિનભદ્રગણિ પિતાને નીચે મુજબને અભિપ્રાય જાહેર કરે છે – तं तेण तओ तम्मि व सुणेइ सो वा सुयं तेगं"
–વિશેષાવશ્યક ગા૦ ૮૧ અર્થાત્ આત્મા વડે શબ્દ સંભળાય છે, વાતે આત્મા એ “શ્રત” છે. ક્ષયોપશમ શ્રતજ્ઞાનને હેતુ છે અને તેથી અથવા તે હેવ થી સંભળાય માટે આ ક્ષપશમ “શ્રુત” છે. શબ્દ શ્રુતજ્ઞાનનું કારણ હોવાથી તે પણ ઉપચારથી “શ્રુત કહેવાય. આથી સમજી શકાય છે કે શ્રુતજ્ઞાનના અનેક પ્રકારે પડે છે. જેમકે પ્રત્યેક અક્ષર અને તેના સંયોગની જેટલી સંખ્યા છે તેટલા અર્થાત્ અનન્ત શ્રતના પ્રકારે છે. જુઓ વિશેષાવની ૪૪૫ મી ગાથા. યુતના ૧૪ પ્રકારે
સામાન્ય રીતે વિચારતાં શ્રતના ચૌદ પ્રકારો પણ સંભવે છે. જેમકે (૧) અક્ષર-શ્રત,
૧ દાખલા તરીકે અકારના ૧૮ પ્રકાર છે. અકારના સાનુનાસિક અને અનનુનાસિક એમ બે ભેદ છે. વળી આ દરેકના હય, દીર્ધા અને લુત એમ ત્રણ ત્રણ ભેદે છે. આ પ્રત્યેકના (દાખલા તરીકે સાનુનાસિક હસ્ય અકારના ) ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત એમ ત્રણ ત્રણ ભેદે છે.
૨ શ્રીદેવેન્દસરિત પ્રથમ કર્મ-ગ્રન્થની જે સાતમી ગાથામાં શ્રત-જ્ઞાનના વીસ ભેદે પણ બતાવ્યા છે તે, નીચે મુજબ છે –
"पजय अक्खर पय संघाया पडिवत्ति तह य अणुओगो।
पाहुडपाहुड पाहुड वत्थू पुव्वा य ससमासा ॥" અર્થાત (૧) પર્યાય-શ્રત, (૨) અક્ષર-મૃત, (૩) પદ-શ્રુત, (૪) સંધાત-શ્રત, (૫) પ્રતિપત્તિ-શ્રત, (૬) અનુયેગ-શ્રત, ( ૭ ) પ્રાકૃત પ્રભુત-મૃત, (૮) પ્રાત–મૃત, ( ૯ ) વસ્તુ-શ્રત અને (૧૦) પૂર્વશ્રત તેમજ એ દરેકને સમાસ જેવાથી ઉત્પન્ન થતા બીજા દશ શ્રત, જેમકે પર્યાયસમાસ-ભૂત, અક્ષર-સમાસ–મૃત ઇત્યાદિ. આ બધાનું સ્થૂળ સ્વરૂપ ૨૩૫માં પૃષ્ઠમાં વિચારમાં આવનાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org