________________
ઉલ્લાસ આહંત દર્શન દીપિકા.
૨૨૯ નથી, કેમકે તે કાર્ય તે નેન્દ્રિય દ્વારા થાય છે. છતાં પણ પુસ્તકપઠનથી થતું જ્ઞાન સંજ્ઞાઅક્ષર રૂપ સંકેત દ્વારા થતું હોવાથી તેને શ્રુતજ્ઞાન સમજવું.
વળી શ્રુતનિશ્ચિત મતિજ્ઞાન તે મતિજ્ઞાન જ છે, નહિ કે શ્રુતજ્ઞાન; કારણ કે તે કંઈ શબ્દજનિત અર્થ બંધ નથી. કેઈક બાળકને તેના ગુરુ પાઠ શીખવતાં કહે કે આ ઘેડો કહેવાય, આ બળદ કહેવાય. એ પ્રમાણે શીખવ્યા પછી, જ્યારે બાળક ઘોડાને જોઈને તે ઘોડો છે એમ જ્ઞાન પ્રાપ્ત કરે તો તે જ્ઞાન પૂર્વકાળમાં પ્રાપ્ત થયેલા શાબ્દબોધના સંસ્કારથી ઉત્પન્ન થયેલ હોવાથી અને તે જ સમયે જ્ઞાન થયું તે સમયે શાબ્દ ધરૂપ નહિ હોવાથી તે જ્ઞાન મતિજ્ઞાન કહેવાય છે. મતિજ્ઞાનપૂર્વક શ્રુતજ્ઞાન
ઉપર્યુકત હકીકત નિવેદન કરવાનું કારણ એ જ હતું કે મતિજ્ઞાન પૂર્વક શ્રુતજ્ઞાન છે એ વાત ધ્યાનમાં ઉતરે. આપણુ જોઈ ગયા તેમ શબ્દ-શ્રવણું, અક્ષરનું દશન, હસ્તાદિક ચેષ્ટાનું અવલોકન ઈત્યાદિ થયા પછી જ સંકેત-જ્ઞાન દ્વારા જ શબ્દ બોધ થાય છે અને અત એવા શબ્દધ થાય તે પહેલાં, શબ્દાદિવિષયક અને કન્દ્રિયથી ઉત્પન્ન થતા અવગ્રહાદિક જ્ઞાન હોય છે. આ ઉપરથી શ્રુતજ્ઞાનની પૂર્વે મતિજ્ઞાન થાય છે એમ સ્પષ્ટ સમજાય છે. વળી આગમમાં પણ “મફgari ક” મતિપૂર્વક શ્રત છે એમ કહ્યું છે, કિન્તુ યુતપૂર્વક મતિ છે એવું વચન નથી. વિશેષમાં પુનરાવર્તન કરતી વેળા વિચારીને મતિ વડે જ સુતનું પૂરણ કરાય છે તેમજ તેનાથી જ તે પુષ્ટ કરાય છે. વળી મતિ દ્વારા જ બીજા પાસેથી શુત મેળવાય છે અને મતિ વડે જ તે બીજાને અપાય છે–ઉપદેશાય છે. વિશેષમાં ગ્રહણ કરેલું શ્રત પુનરાવર્તન કે ચિંતન દ્વારા મતિજ્ઞાનને લઈને જ સ્થિર થાય છે. વિશિષ્ટ પ્રકારની વિચારણા, ધારણા ઈત્યાદિ વિના શ્રતજ્ઞાનના પૂરણદિ અર્થોની સિદ્ધિ થઈ શકતી નથી અને આ વિચારણા મતિજ્ઞાનરૂપ જ છે. આથી સમજાય છે કે મતિજ્ઞાન પ્રતજ્ઞાનનું કારણ છે અને શ્રુતજ્ઞાન એ એનું કાર્ય છે. અત્રે એ ઉમેરવું આવશ્યક સમજાય છે કે બીજાના શબ્દ સાંભળીને જે મતિજ્ઞાન ઉત્પન્ન
થાય છે તે અલબત શબ્દરૂપ દ્રવ્ય-શ્રત માત્રથી જ થાય છે એની ના મતિ અને શ્રતમાં પાણી શકાય તેમ નથી. ઉપર્યુક્ત વિવેચનથી એ સિદ્ધ કરવામાં આવ્યું કારણકાર્યતા છે કે ભાવકૃતપૂર્વક મતિ નથી. એટલે દ્રવ્યશ્રુતપૂર્વક મતિ થાય છે,
એ કથન દૂષિત નથી. વિશેષમાં ભાવથત પછી મતિ ઉત્પન્ન ન જ થાય એમ પણ નહિ. કેમકે ભાવકુતથી કાર્યપણે મતિજ્ઞાન થતું નથી, બાકી કમશઃ તે તે થાય છે. જે એમ ન થતું હોય તે મરણ પર્યન્ત કેવળ શ્રતને જ ઉપયોગ રહે અને વસ્તુસ્થિતિ છે તેમ નથી
1 પ્રથમ કર્મપ્રન્થની સ્વપજ્ઞ વૃત્તિના સાતમા પત્રમાં શ્રીદેવેન્દ્રસુરિ કથે છે તેમ નન્દી અધ્યયનની ચૂર્ણિમાં કહ્યું છે કે" तेसु पि य मइपुष्वयं सुयं ति किच्चा पुवं मानाणं कयं, तपिओ सयं ति।" [तयोरपि न मतिपूर्वक श्रतमिति कृत्वा पूर्व मतिज्ञान कृत, तत्पृष्ठतः
श्रुतज्ञानमिति]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org