SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ અધિકાર. [ પ્રથમ બેધને શ્રતજ્ઞાન એવું નામ કેમ આપ્યું એવી શંકા ઉપસ્થિત થાય છે. આનું સમાધાન એ છે કે બન્ને જ્ઞાનમાં કર્ણ અને મન નિમિત્તે છે એ વાત સાચી છે, પરંતુ શ્રુતજ્ઞાનમાં એ વિશેષતા છે ગ્રન્થાનુસારિ છે. આ પ્રમાણે બીજી વ્યાખ્યા મતિજ્ઞાન મતિજ્ઞાન અને અને શ્રુતજ્ઞાન વચ્ચેનો તફાવત બતાવે છે. વળી એ ઉપરથી શ્રુતજ્ઞાનમાં અંતર તાત્પર્ય એ નીકળ્યું કે શબ્દજનિત અર્થધથી અતિરિક્ત એ જે ઇન્દ્રિયાથ–સંબંધ-જન્ય બોધ તે તિજ્ઞાન” છે. વળી મતિજ્ઞાન વર્તમાન પદાર્થ વિષયક છે, જ્યારે શ્રુતજ્ઞાનના તે ત્રણે કાળના પદાર્થો વિષય થઈ શકે તેમ છે. વળી, શ્રુતજ્ઞાન ભિન્ન ભિન્ન એવા અનેક સૂક્ષ્મ અર્થો ઉપર પ્રકાશ નાંખનારૂં હોવાથી વિશુદ્ધ છે. આ જ્ઞાનના સામર્થ્યને લઈને છમસ્થને પણ “શ્રુતકેવલી” કહેવામાં આવે છે. જ્ઞાન એ જીવને સ્વભાવ હેવાથી, નિગોદના જીવને પણ સર્વ પર્યાય પ્રમાણ અક્ષરજ્ઞાન અનન્તમ ભાગ આવરણ રહિત છે અર્થાત્ અનાદિ સંસારમાં ગમે ત્યાં પરિભ્રમણ કરનારા જીવને પણ પારિણામિક મતિજ્ઞાન રહેલું છે. અર્થાત્ આ અપેક્ષાએ મતિજ્ઞાન શાશ્વત છે, પરંતુ શ્રુતજ્ઞાન કંઈ શાશ્વત નથી. કેમકે તે તો મતિપૂર્વક આપ્તના ઉપદેશની અપેક્ષા રાખનારું છે. અતજ્ઞાન તે લબ્ધિ દ્વારા પણ પ્રાપ્ત થઈ શકે છે કે જે લબ્ધિવિશેષને મતિજ્ઞાનમાં સંભવ નથી. શ્રુતજ્ઞાનનું લક્ષણ શબ્દજનિત અર્થ બોધ કરવામાં આવે તે વાંધો નથી, કેમકે તે અતિવ્યાપ્તિ આદિ દેથી રહિત છે. કણેન્દ્રિય સંબંધી શબ્દના અવગ્રહાદિ શબ્દવિષયક છે, પરંતુ તે શાબ્દ બોધ-શબ્દજનિત અર્થ–બેધરૂપ નથી. આથી કરીને કણેન્દ્રિયને લગતા અવગ્રહાદિકને શ્રુતજ્ઞાનમાં સમાવેશ ન કરતાં, તેને પણ મતિજ્ઞાન તરીકે ઓળખાવવામાં આવે છે. વિચારણસ્વરૂપી ઈહિા આન્તરિક શબ્દ લેખનું સ્થાન છે, તે પણ તે શબ્દ બોધરૂપ નહિ હોવાથી તેને શ્રુતજ્ઞાન કહી શકાય નહિ. ઉધરસ, ખારે, હસ્તચેષ્ટા ઇત્યાદ્રિ શબ્દ નથી, છતાં પણ તેનાથી થતા બોધને શાબ્દબોધ સમજે, કારણ કે તેમાં સંકેતસ્મરણની પ્રધાનતા રહેલી છે. આ વાતની પુષ્ટિમાં જુઓ પ્રમાણુનયના ચેથા પરિચછેદનું નીચે મુજબનું ૧૧ મું સૂત્ર – માવિસામર્થનમાામર્થઘનિવારે અર્થાત સ્વાભાવિક સામર્થ્ય અને સમય વડે થતા અર્થ-બોધનું કારણ તે “શબ્દ” છે. અર્થને પ્રતિપાદન કરનારી ગ્યતા નામની શક્તિને “સામર્થ્ય ” કહેવામાં આવે છે. “સમય” કહો કે “સંકેત” કહો તે એક જ છે. આ ઉપરથી સમજી શકાય છે કે શબ્દથી જે અર્થનો બાધ થાય છે, તેમાં સ્વાભાવિક શક્તિ અને સંકેત એ બે કારણે છે. અમુક શબ્દને અમુક સંકેતજનિત અર્થ છે એમ જાણ્યા પછી, તે શબ્દનો અર્થ ઝટ માલુમ પડે છે. કહેવાની મતલબ એ છે કે સંકેત-મરણથી થતે બોધ શાબ્દ બંધ જ છે. પુસ્તકના પઠનમાં કન્દ્રિયનું કંઈ કામ ૧ જુઓ પૃ પક. ૨ જુઓ વિશેષાવની ગાત્ર ૪૯૬-૫૦૦. ૩ વસ્તુ-સ્થિતિને ઊડે વિચાર કરતાં શ્રતજ્ઞાન પણ એક જાતનું મતિજ્ઞાન છે એમ કહી શકાય. સમ્મતિતના સમગ્ર જ્ઞાન-કાના બહુ સુન્દર અને પરિષ્કત સંક્ષેપરૂપ જ્ઞાનબિન્દુમાં ઉપાયાયએ આ વાત ચર્ચા છે. આગળ ઉપર એ સંબંધમાં ઊહાપેલ કરવામાં આવનાર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy