SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૨૨૫ લવક (૭) દરજી, (૮) સુથાર, (૯) સુખડીઓ (આપૂપિક), (૧૦) કુંભાર અને (૧૧) ચિતારાનાં દાન્તો નજરે પડે છે. અત્ર ખેડુતનું જ ઉદાહરણ આપવામાં આવ્યું છે. બાકીનાને માટે પૂર્વ મુજબ સમજવું. લાંબા કાળ પર્યત પૂર્વાપર અર્થના આલોચનાદિકથી ઉત્પન્ન થયેલા આત્મસ્વભાવરૂપ પરિણામથી ઉદ્ભવેલ મતિને પરિણામિકી મતિ સમજવી. આવી મતિવાળો પુરુષ સ્વાર્થીતુમાન અને હેતુ એ બેની જ મદદથી સાધ્યને સિદ્ધ કરી શકે છે. આવી મતિ (૧) અભયકુમાર, (૨) કાષ્ઠ શેઠ, (૩) મોદકપ્રિય કુમાર, (૪) પુષ્પવતી દેવી, (૫) ઉદિતેદય રાજા, (૬) નંદિષેણ મુનિ, (૭) ધનદત્ત, (૮) 'શ્રાવક, (૯) અમાત્ય (વરધનુના પિતા), (૧૦) મુનિ, (૧૧) વરધનુ, (૧૨) ચાણકય, (૧૩) સ્થલભદ્ર, (૧૪) નન્દને બાંધવ, (૧૫) વજસ્વામી, (૧૬) સ્થવિરો, (૧૭) બનાવટી આમળા, (૧૮) મણિ, (૧૯) ચણ્ડશિક, (૨૦) ખડગ અને (૨૧) ફૂલવાલકનાં દાન્તથી સમજી શકાય છે. અત્ર તે ગ્રંથનું કલેવર વધી જવાના ભયથી આ પૈકી શ્રાવકનું દષ્ટાન્ડ આપી સંતોષ માનવામાં આવ્યું છે. વૈયિકી મતિ અને શ્રુત-નિશ્ચિતતા વૈનાયિકી મતિ એ કૃતનિશ્ચિત જણાય છે, છતાં એને અમૃતનિશ્રિત તરીકે કેમ ઓળખાવી છે, એ હકીકત આપણે વિચારીશું. ત્રિવર્ગના સારને ગ્રહણ કરનારી આ મતિમાં કૃતનિશ્ચિતપણું એના લક્ષણથી જ સિદ્ધ થાય છે, છતાં એને અને બાકીની ત્રણ પ્રકારની મતિઓને આગમમાં અશુતનિશ્ચિત કહેલી છે તે એમાં થતનિશ્ચિતપણાની અલ્પતાને લક્ષ્મીને છે. આ વાત ઔત્તિકી બુદ્ધિમાં અને એવી રીતે અન્ય મતિ ત્રયીમાં અવગ્રહાદિ માટે અવકાશ છે એને વિચાર કરતાં સમજાશે. રેહકની બુદ્ધિની પરીક્ષા કરવા માટે મેકલેલ (અને ૨૨૦ મા પૃષ્ટમાં આપેલ) કૂકડાનું દાન્ત આપણે વિચારીએ. બીજા કૂકડા સિવાય યુદ્ધ કરાવવા માટે આ કૂકડાને એનું ૧ પર સ્ત્રીને બેન સમાન ગણવાનું વ્રત લીધેલ એક શ્રાવક એક વેળા પિતાની પત્નીની સુન્દર રૂપવાળી સખીને જોઈને અતિશય કામાતુર બની ગયો. તેની ચતુર ચતુરા આ વાતથી ચેતી ગઈ. તેણે વિચાર કર્યો કે આવા મલિન અધ્યવસાયમાં જે મારા પતિનું મરણ થાય, તે તે નરકગતિમાં કે તિયંગ-ગતિમાં ઉત્પન્ન થાય; તેથી આનો મારે કોઈ ઉપાય કરે જોઈએ. આમ વિચારી તેણે પોતાના પતિને કહ્યું કે તમે આકુળ વ્યાકુળ ન થાઓ; હું સંધ્યા સમયે મારી સખીને આપ સમક્ષ તેડી લાવી આપની ઈચ્છા તૃપ્ત કરાવીશ. સાંઝ પડતાં થોડું ઘણું અંધારું થતાં આ સ્ત્રીએ પોતે પોતાની સખીનાં વસ્ત્રો અને આભૂષણો પહેર્યા. પછી તે છાનીમાની પિતાના પતિ પાસે આવી. આ શ્રાવકે અને પોતાની સુંદરીની સખી ધારીને તેની સાથે ભોગ ભોગવ્યા. ભેગથી નિવૃત્ત થતાં તેની કામ-વાસના દૂર થઇ ગઈ અને તેને ભાન આવ્યું કે આવું દુષ્કૃત્ય કરી મેં પૂર્વે લીધેલા પદાર.--સહોદર સ્વરૂપ વ્રતને ખડિત કર્યું. આથી તેને ઘણો પસ્તાવો થયો. તે જોઈ તેની પત્નીએ તેને યથાર્થ વૃત્તાન્તથી વાકેફગાર કર્યો. ત્યાર બાદ તે ગુરુ પાસે ગયો અને મનથી જે વ્રતનો ભંગ કર્યો હતો તેનું પ્રાયશ્ચિત્ત લીધું. આ ઉદાહરણગત શ્રાવિકાની મતિ તે “પારિણમિકી ' જાણવી. ૨ ખડ એ એક જાતનું પ્રાણી છે. એના સંબંધમાં નન્દીની ટીકાના ૧૬ ૭મ પત્રમાં કહ્યું છે કે ચી છat દરgિ Tiઐયંત્રકળ તે રવિશ્વ: ' વહુNT: ', स चाटव्यां चतुष्पथे जन मारयित्वा खादति ।" 09 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy