________________
ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા.
२२३ જ્ઞાન, (૨) અર્થશાસ્ત્ર, (૩) લેખ, (૪) ગણિત, (૫) કૂવે, (૬) ઘેડે, (૭) ગધેડે, (૮) લક્ષણ, (૯) ગ્રન્થી, (૧૦) વૈદ્ય, (૧૧) રથિક, (૧૨) ગણુકા વગેરે ઉદાહરણે આપવામાં આવ્યાં છે. તે પૈકી અત્રે પ્રથમ જ વિચાર કરવામાં આવ્યો છે. બાકીનાં માટે ઉપર મુજબ ભલામણ છે.
હાથિણી ડાબી આંખે કાણી છે. તેના ઉપર બેસીને કોઈ રાણી ગયેલી છે. વિશેષમાં તે રાણી સૌભાગ્યવતી છે તેમજ ગર્ભવતી છે. આજ કાલમાં તેને પ્રસવ થશે અને તેને પુત્ર જન્મશે. આ સાંભળી બીજે બેલ્યો કે તે આ હકીકત શાથી જાણી ? વિનયશાળીએ કહ્યું કે જ્ઞાનને સાક્ષાત પ્રત્યય છે, વાસ્તે આગળ ચાલે, સર્વ વાત પ્રકટ થશે. પછી તેઓ જે નગરે જવા નીકળ્યા હતા તેની બહારના ભાગમાં આવી પહોંચ્યા. ત્યાં સરોવરની તીરે તંબુમાં હાથિણી તેમના જેવામાં આવી. તે ડાબી આંખે કાણું હતી એમ તેમણે જાણ્યું. એટલામાં કોઈ દાસીએ કઈ વૃદ્ધ પુરૂષને કહ્યું કે રાજાને વધામણી આપે કે રાણીને પુત્ર જન્મે છે. આ સાંભળી વિનયશાળી શિષ્ય અન્યને કહ્યું કે આ દાસીનું વચન તેં સાંભળ્યું ? મેં કહી હતી તે વાત સાચી પડી કે નહિ ? તેણે ઉત્તર આપ્યો કે ભાઈ ! તારું જ્ઞાન સત્ય છે. ત્યાર પછી સરેવરના તીરે હાથ પગ ધોઈને ત્યાં વડના ઝાડ નીચે વિસામે લેવા બેઉ જણ બેઠા. એવામાં માથે જળથી ભરેલો ઘડો મૂકીને એક ડોશી જતી હતી. તેની નજર તેમના ઉપર પડી. આકાર ઉપરથી તેમને વિદ્વાન ધારી તેણે તેમને પૂછયું કે મારા પુત્ર પરદેશ ગયે છે તે ક્યારે આવશે ? આ પ્રશ્ન પૂછતાં વેંત જ તેને ઘડો ભૂમિ ઉપર પડી ગયો અને ભાંગીને તેના ટુકડા થઈ ગયા. આથી ઊંડે વિચાર કર્યા વિના બોલનારા શિષ્ય કહ્યું કે હે ડોશી ! તારો પુત્ર મરણ પામે છે. આ સાંભળીને વિનયશાળીએ કહ્યું કે અરે ભાઈ ! એમ ન બેલ; ખરી વાત તો એ છે કે આ બાઈને છોકરો હમણું જ ઘેર આવ્યો છે. આ સાંભળીને તે વૃદ્ધા સેંકડો આશીર્વાદ આપતી સ્વસ્થાનકે આવી. પિતાના પુત્રને આવેલ જેમાં તે બહુ રાજી થઈ પછી પુત્રને પૂછીને વસ્ત્રોની એક જોડી અને કેટલાક રોકડા રૂપિયા લઇને તે વિનયશાળી પાસે આવી અને તેને તે આપ્યાં. આથી બીજે શિષ્ય ખિન્ન હદયે વિચારવા લાગ્યું કે મને ગુરુએ બરાબર ન ભણાવ્યો; નહિ તે હું આની જેમ મારૂં નિમિત્તજ્ઞાન સાચું કેમ ન પડે ?
- ગુરુનું કાર્ય કરી આ બંને શિષ્યો પાછા પોતાને ગામ આવ્યા. ગુરુના દર્શન થતાં વિનયશાબીએ આનન્દાશ્ર પૂર્વક હાથ જોડીને ગુરુના ચરણમાં પ્રણામ કર્યો, જ્યારે બીજે તે પત્થરના થાંભલાની જેમ અકકડ ઊભે રહ્યો. એથી ગુરુએ તેને પૂછ્યું કે તું મને કેમ વન્દન કરતો નથી ? એણે જવાબ આપે કે જેને સારી રીતે ભણાવ્યો હોય તે પ્રણામ કરે. ગુરૂએ કહ્યું કે તું એમ કેમ બેસે છે ? શું મેં તને પણ રૂડી રીતે ભણાવ્યો નથી ? ના, એમ કહી તેણે સર્વ વૃત્તાન્ત કહી સંભળાવ્યો. આથી ગુરુએ પ્રથમ શિષ્યને પૂછયું કે તારું જ્ઞાન સચોટ થવાનું શું કારણ છે ? તેણે કહ્યું કે મેં વિચારવાની ટેવ પાડી છે તેથી. આ આદતને લઈને મે મેટાં પગલાં જોતાં વિચાર કરવા માંડો કે આ પગલાં હાથીની જાતિનાં છે એ તે સુપ્રતીત છે, પરંતુ તે હાથીનાં કે હાથિણીનાં ? ત્યાં લઘુ શંકા કરવામાં આવી હતી તે જોઈને હાથણીનાં હોવાને મેં નિશ્ચય કર્યો. વળી જમણી બાજુની વેલના પાંદડાં ખંડિત હતાં, જ્યારે ડાબી બાજુનાં પાંદડાં અખંડિત હતાં, એ જોઈ મને સમજાયું કે હાથિણી ડાબી આંખે કાણી હોવી જોઈએ. વિશેષમાં હાથિણી ઉપર સ્વાર થ ને કોઈ સામાન્ય માણસ મુસાફરી કરે નહિ, વાસ્તે આ રાજપરિવાર હે જઇએ. આ ઉપરાંત થોડે આઘે હાથિણી ઉપરથી ઉતરીને લઘુશંકા કરવામાં આવેલી મારી નજરે પડી. તેથી આ મુસાફર રાજરાણી હશે એમ મેં અનુમાન કર્યું. વળી ત્યાં ઝાડ ઉપર રાતા વસ્ત્રના અંશને જોઈ તે સૌભાગ્યવતી હોવી જોઈએ તેમજ ભૂમિ ઉપર હાથ ટેકવીને તે ઊભી થયેલી જણાયાથી તે ગર્ભવતી છે એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org