SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ જીવ-અધિકાર. [ પ્રથમ (૨) નગરના ધૂર્ત, (૩) આંબાનું ઝાડ, (૪) શ્રેણિક રાજાની મુદ્રિકા, (૫) સરટ (સેરડા), (૬) કાગડાની સંખ્યા, (૭) વિષ્ટા, (૮) હાથીનું વજન, (૯) ભાંડ, (૧૦) લાખની ગેળી, (૧૧) થાંભલે, (૧૨) શુદ્ર, (૧૩) માગે મળેલી વ્યંતરી, (૧૪) પતિ, (૧૫) એ સ્ત્રીને એક પુત્ર, (૧૬) મધુયુક્ત સિસ્થ, (૧૭) મુદ્રિકા, (૧૮) સૂતર અને ઊનનું પટ, (૧૯) મુદ્રિકા, (૨૦) સિક્કા, (૨૧) ભિક્ષુક, (૨૨) બાળકનું નિધાન, (૨૩) ધનુર્વિદ્યાની શિક્ષા, (૨૪) અર્થશાસ્ત્ર, (૨૫) સિદ્ધપુત્ર ઇત્યાદિ ઉદાહરણોને નદીસૂત્ર (ગા. ૬૩-૬૫)માં ઉલ્લેખ છે. ગ્રન્થ-ગૌરવના ભયથી આ બધાં ઉદાહરણોનું સ્વરૂપ ન આલેખતાં ફત રેહકનું જ આપવામાં આવ્યું છે; બાકીનાની માહિતી માટે આ આગમની શ્રીમલયગિરિસૂરિકૃત ટીકા (પત્રાંક ૧૪૯-૧૫૯) જેવી. દુઃખે વહન કરી શકાય એવા મોટા કાર્યના ભારને નિસ્તાર કરવામાં સમર્થ, ધર્મ, અર્થ અને કામ એ ત્રિવર્ગનું પ્રતિપાદન કરનારા સ્વાર્થના સારને ગ્રહણ કરનારી તથા ઉભય લેકમાં ફલદાયિની એવી મતિને વનયિકી કહેવામાં આવે છે. આ સંબંધમાં નન્દી સૂત્રમાં (૧) નિમિત્ત દેવની પૂજા કરવા ગઈ હતી. ત્યાં તેની મનમોહક મૂતિ જોઈને મેં તેને હાથથી સ્પર્શ કર્યો, આથી હું કામાતુર થઈ ગઈ અને મને તેની સાથે ભોગ ભોગવવાની ઈચ્છા થઈ. ત્યાંથી પાછા આવતાં માગમાં મેં એક સ્વરૂપવાન ચાંડાળને જો એટલે ત્યાં પણ તેવી ઈચ્છા થઈ. આગળ ચાલતાં એક કાંકડે બેબી મળે તેને જોઈને પણું મને ભગની વાંછા થઈ. પછી મહેલમાં આવી ત્યારે તે દિને ઉત્સવ હોવાથી ખાવાને માટે લોટને સુન્દર વીંછી કર્યો હતો. તે હાથમાં લેતાં વળી આવી અભિલાષા થઈ. આ પ્રમાણે ઇચ્છા માત્રથી તારે બીજા ચાર પિતા ગણાતા હોય તે તે તું જાણે; બાકી પરમાર્થથી તે તારા પિતા એ જ તારા સત્ય પિતા છે. આ સાંભળી રાજા હકની બુદ્ધિથી અતિશય આશ્રયીંકિત થયે અને તેથી તેણે તેને સર્વ પ્રધાનમાં વડા પ્રધાનની પદવી આપી. - ૧ સરખાવો નન્દીસૂત્રની નિમ્નલિખિત ૬૬ મી ગાથા " भरनित्थरसमत्था तिवग्गसुत्तत्थगहि अपेमाला । उमओ लोगफलवई 'विणयसमुत्था' हवह बुद्वी ॥ १६॥" [ भरनिस्तरणसमर्था त्रिवर्गसूत्रार्थगृहीतप्रमाणा । उभतो लोकफलवती विनयसमुत्था भवति बुद्धिः ॥ ૨ કઈક નગરમાં એક સિદ્ધપુત્ર રહેતો હતો. તે પોતાના બે શિષ્યને નિમિત્તશાસ્ત્ર શીખવતે હતો: આમાંને એક વિનીત શિષ્ય ગુરુનું બહુમાન કરવા પૂર્વક શાસ્ત્રને અભ્યાસ કરતે હતે. ગુરુ જે જે ભણાવે તે બરાબર લક્ષ્યમાં રાખી તેનું તે મનન કરતા હતા. આમ કરતાં કોઈ શંકા ઉદભવે તો ગુરુની પાસે આવી વિનયથી તેને ખુલાસો મેળવતું હતું. આ પ્રમાણે અભ્યાસ કરતાં તેની બુદ્ધિ બહુ સતેજ થઇ. બીજે શિષ્ય આથી વિપરીત લક્ષણવાળો હતો. તેને ઊંડી આલોચના કરવાની ટેવ ન હતી. એક દિવસ આ બંને શિષ્યો ગુરુની આજ્ઞા અનુસાર કે ગામ જવા નીકળ્યા. માર્ગમાં જતાં મેટાં પગલાં જોઈને વિનીત શિષ્ય અન્યને પૂછયું કે આ કેનાં પગલાં છે ? બીજા શિષ્ય વિશેષ વિચાર કર્યા વિના જવાબ દીધો કે હાથીનાં. વિનયશાળીએ કહ્યું કે ના, એ હાથીનાં નથી, હાથિણીનાં છે. વળી તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy