SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આર્હત દર્શન દીપિકા, પડછાયાને આંગળીથી અન્યદા ભરત ચાંદરણીમાં બેઠા હતા તેવામાં રાહકે પેાતાના શરીરના બતાવતાં તેના પિતાને કહ્યું કે હું પિતાજી! જીએ, આ કાઇ પુરૂષ જાય છે. ભરત તરવાર લઈને ઊભે થઇ ગયા એટલે રાહુકે કહ્યું કે આ રહ્યો, મેં એને પકડી રાખ્યા છે. આ બાલ–ચેષ્ટા જોઇને ભરતે વિચાર કર્યો કે હું નકામા મારી પત્ની ઉપર વહેમાયે. તે દિવસથી તે પોતાની પ્રિયા સાથે પૂર્વની પેઠે પ્રેમપૂર્વક વર્તવા લાગ્યા. આ તરફ્ રાહુકે વિચાર્યું કે મે મારી ઓરમાન માને દુ:ખ દીધું છે તે તે કા દહાડા મને ઝેર આપી મારા જાન લેશે, માટે મારે મારા પિતાની સાથે જ જમવું. ૨૧૯ એક વેળા ભરત ‘ ઉર્જાયની ' જવા નીકળ્યેા એટલે રાહુક પણ તેની સાથે જવા તૈયાર થયેા. તેને સાથે લઈને તે તે નગરમાં આવ્યેા. ત્યાં શહેરની શાભા જોઈ રાહક રાજી રાજી થઇ ગયા. કામ પૂરૂ થતાં પિતા-પુત્ર પોતાને ગામ જવા નીકળ્યા એટલામાં કાઇ ચીજ લેવાની ભરત ભૂલી ગયેલા હાવાથી રાહકને ‘ ક્ષિપ્રા ' નદીને કાંઠે બેસાડી તે નગરમાં ગયા. એકલા પડેલા રાહકે રેતીમાં રમત તરીકે આખી નગરી આલેખી. તેવામાં ધાડા ઉપર બેસીને તે નગરના રાજા ત્યાં ચડી આવ્યેા. - તેને આ માગે થને જતાં રાહકે અટકાવ્યા. એથી રાજાએ તેનું કારણ પૂછ્યું. શું આ રાજદરબાર આપ નથી જોતા એવા ઉત્તર મળ્યું. આ સાંભળી રાજા ઘેડેથી ઉતર્યો અને તેની આ આલેખના જોઇ ખુશી થઇ ખેલ્યા કે હે વત્સ ! તે ક્રાઇ દિવસ પૂર્વ નગર જોયું હતુ` કે આજે જ ? રાહકે જવાબ આપ્યા કે આજે જ, આ બાળકની આવી તીવ્ર બુદ્ધિથી ચકિત થયેલા રાજાએ તેને તેનુ નામ પૂછ્યું. એટલે તે ખેલ્યા કે મારૂ નામ રાહક છે. આ પ્રમાણે વાતચિત ચાલતી હતી એવામાં ભરત . આવી પહેાંચ્યા એટલે બાપદીકરા પોતાના ગામ ભણી વળ્યા અને રાજા પણ ચાલતા થયા. રાહકના ગયા પછી રાજાને વિચાર સ્ફુર્યો કે મારે ૪૯ પ્રધાને છે, પરંતુ આવા સતેજ બુદ્ધિશાળી પ્રધાન તા એકે નથી. આ પ્રમાણે વિચાર કરી રાહકની પરીક્ષા કરવા માટે એના ગામના લેાકાને ખેલાવી તેણે કહ્યું કે તમારા ગામની બહાર એક મેાટી શિલા છે. તે શિલાને ઉપાડયા વિના રાજમંડપ તૈયાર કરી એ શિલાનું તેના ઉપર ઢાંકણુ કરે. આવે! આદેશ સાંભળી તે લેાકે દિગ્મૂઢ બની ગયા. વિચારમાં ને વિચારમાં તે ખપેપર થઇ. ક્ષુધાથી આકુળ વ્યાકુળ બનેલા રાહક આ મેદિનીમાં હાજર રહેલા પોતાના પિતાને તેડવા આવ્યા. તેને જોઇને ભરતે કહ્યું કે તું તે નિશ્ચિન્ત છે, પરંતુ અમારા તેા જીવ ઠેકાણે નથી. એટલે ખાવાપીવાનું કેાને સૂઝે ? રાહકે આનું કારણ પૂછ્યું. એથી તેના પિતાએ તેને સઘળી વાત કહી. તે સાંભળી તે ખેલ્યા કે અહા એમાં શું છે ? મંડપ તૈયાર કરવા માટે શિલાની નીચે ખેાદવાનું કામ શરૂ કરે!. પછી જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં ત્યાં થાંભલા મૂકે અને શિલાને ઉપાડચા વિના ભોંયરાની જેમ કરતી ભીંત વગેરે કરે. આ પ્રમાણેની વાત સાંભળી લેાકેા ષિત થઈ જમવા ઊઠવા. પછી રાહુકના કથન મુજબ તેમણે રાજમંડપ તૈયાર કર્યાં. તે જોઇને રાજા પ્રસન્ન થયે। અને તપાસ કરતાં તેને માલૂમ પડયું કે આ રાહકની બુદ્ધિનું પરિણામ હતું. Jain Education International બીજી વાર રાજાએ આ ગામમાં ધેટ મેકલ્યુ અને કહાવ્યુ કે અત્યારે એ જેટલા વજનનું છે તેટલા જ વજનનું મને પંદર દિવસ પછી પાછું મેકલાવવુ. વજનમાં જરા પણ વધધટ ન થવી જોઇએ. આ સાંભળી લેાકા વિમાસણમાં પડયા. તેમણે રાહુકને માલાવી એના ઉપાય પૂછ્યો. તેણે કહ્યું કે આ ઘેટાને રાજ પુષ્ટિકારક ખોરાક ખવડાવા, પરંતુ જંગલમાંથી એક વરૂ પકડી લાવી એની પાસે બાંધે. આમ કરવાથી તેનું ખાધેલુ બધુ નિર્ક થઇ જશે અને તેના તેલમાં કશે ફેરફાર નહિ થાય. લોકાએ તેમ કર્યુ. અને પખવાડિયે ઘેટાને પાછા મેાકલાવ્યા. રાજાએ તેને તેાલી જોયા, પરંતુ વજન તે પહેલાના જેટલું જ હતું તે બ્લેઇ તેમજ આ પણ રાહકની ઔત્પાતિકી મતિનું પરિણામ જાણીને તેના આનંદને પાર રહ્યો નહિ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy