________________
૨૧૬
જીવ-અધિકાર.
[ પ્રથમ
આવા અવગ્રહનું નામ વ્યાવહારિક અર્થાવગ્રહ છે અને એનાં બાર ભેદ ઘટી શકે છે. અત્ર વળી
એ શંકા ઉદ્દભવે કે આ પ્રમાણે તે અંતમાં અવગ્રહ જ થવાને અવગ્રહને અંત અને ઈહા, અપાયને તે સ્થાન પણ નહિ મળવાનું. પરંતુ આ
શંકા અસ્થાને છે, કેમકે જ્યારે અમુક વસ્તુ સંબંધી કોઈ પણ વિશેષની આકાંક્ષા રહેશે નહિ ત્યારે તે જ્ઞાન અપાય જ કહેવાશે, નહિ કે અવગ્રહ, અર્થાત ત્યાં ઉપચારને સ્થાન મળતું નથી. અવગ્રહ અને ઈહાની જ્ઞાનરૂપતા
જેમ નેત્ર હોવા છતાં આ પુરૂષ છે કે સ્થાણુ છે એ જે સંશય ઉદભવે છે તે અવગ્રહ અને ઈહાની વિદ્યમાન દશામાં ઉપસ્થિત થાય છે, વાસ્તે એ પ્રમાણભૂત કેમ ગણાય? આને ઉત્તર એમ આપે કે અવગ્રહના વચનથી જ અવગ્રહ સંશયાત્મક ન હોવાનું સિદ્ધ થાય છે તે તે યુક્ત નથી, કેમકે નેત્રના અભાવમાં જેમ સંશયની નિવૃત્તિ થતી નથી તેમ અત્ર પણ છે. આ સંબંધમાં એમ દલીલ થઈ શકે કે અવગ્રહ અને સંશયમાં ભેદ છે એ એના લક્ષણથી સ્પષ્ટ માલુમ પડે છે. દાખલા તરીકે અગ્નિ અને જળ એ બે ભિન્ન લેવાની પ્રતીતિ અગ્નિના દહન, પ્રકાશન વગેરે ધર્મો અને જળની શીતલતા, પ્રવાહિતા વગેરે ગુણે કરાવે છે. એવી રીતે સંશયને વિષય એક કરતાં વધારે પદાર્થ છે, એમાં અનિશ્ચિતતા રહેલી છે તેમજ એ પ્રતિકુળ ધર્મોનું નિરાકરણ કરવા અસમર્થ છે, જ્યારે અવગ્રહ અને ઈહા એક પદાર્થવિષયક છે, તેમાં તેના સૂચન પૂરતે તે નિર્ણય છે જ તેમજ તે અન્ય પર્યાને પથુદાસ કરી શકે છે. આથી આ બે ભિન્ન છે. આ સંબંધમાં એમ શંકા ઊઠાવવી કે અવગ્રહ અને ઈહા સંશયતુલ્ય છે, કેમકે તેમાં પ્રતિકૂળ ધર્મોને પૂરેપૂરે પર્યદાસ કરવાની શક્તિ નથી તે તે અસ્થાને છે. એનું કારણ એ છે કે જેમ સંશય-કાલ નિર્ણયને નિરાધક છે, તેમ અવગ્રહ કે ઈહા નથી. એ તે નિર્ણયની સન્મુખ છે. આથી અવગ્રહને અપ્રમાણિક–સંશયાત્મક કહેવાનું પડતું મૂકી તેને જ્ઞાનરૂપ સ્વીકારી ઇહાને સંશયસ્વરૂપી ગણવા તૈયાર થતા હો તે પણ યુક્તિ-યુક્ત નથી, કેમકે સંશય તે ઈહાની પૂર્વે ઉત્પન્ન થાય છે. અવગ્રહાદિની આનુપૂર્વી –
અવગ્રહ પછી ઈહા, ત્યાર પછી અપાય અને ત્યાર બાદ ધારણુ એ જે ક્રમ રાખવામાં આવ્યું છે તેનું શું કારણ છે? એને ઉત્તર એ છે કે આ ઉત્પત્તિ--કિયાને લક્ષ્મીને છે. અર્થાત્ સૌથી પ્રથમ અવગ્રહ થાય છે. ત્યાર બાદ અવગ્રહે ગ્રહણ કરેલા વિષયની આકાંક્ષારૂપ ઈહા પ્રવર્તે છે, ઇત્યાદિ. વિશેષમાં ઉત્કમ (પશ્ચાનુપૂર્વી ) કે વ્યતિક્રમ (અનાનુપૂર્વી) પૂર્વક અવગ્રહાદિ ઉત્પન્ન
૧ સન્મુખ હોવાને લીધે તો એને “અપાય ' કહેવામાં આવતું નથી, કેમકે નિશ્ચય સમીપને નહિ પણ નિશ્ચયરૂપને “અપાય ” કહેવામાં આવે છે.
૨ વ્યંજનાવગ્રહમાં જોકે જ્ઞાન અનુભવાતું નથી તે પણ જ્ઞાનનું કારણ હોવાથી તે જ્ઞાન છે અથવા એમાં પણ જ્ઞાન છે કિન્તુ તેની માત્રા અલ્પ હોવાથી તે અવ્યક્ત છે એમ સૂચવાય છે.
૩ જુઓ તસ્વાર્થરાજ (પૃ૦ ૪૩ ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org