SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ છવ-અધિકાર. [ પ્રથમ અક્ષિપ્રગ્રાહી જાણો. આ શબ્દ અમુક વારિત્રને હવે જોઈએ, એમ જાણવામાં જેને 'લિંગ વગેરે સાધનની જરૂર ન પડે તેને અનિશ્રિતગ્રાહી ” અને એથી વિપરીત લક્ષણવાળાને “નિશ્રતગ્રાહી ” સમજ. વસ્તુને સંશયાદિક સર્વ દેષથી રહિત જે જાણે તેને “અસંદિગ્ધગ્રાહી” અને (આમ હશે કે આમ હશે એવા) સંદેહ યુક્ત જાણે તેને “સંદિગ્ધગ્રાહી ” સમજો. વસ્તુને એક વખત જાણ્યા પછી, તે જ્ઞાન સંપાદન કરવામાં જેને ફરીથી ઉપદેશની આવશ્યકતા ન રહે, જેનું જ્ઞાન હમેશાં કાયમ રહે તે “ધ્રુવ ગ્રાહી ” સમજો અને તેથી ઉલટે તે અધૂવગ્રાહી જાણ. મતિજ્ઞાનના અનન્ત ભેદ– ઉપર્યુક્ત અઠ્ઠાવીસ ભેદેના દરેકના આ પ્રમાણે બાર બાર પ્રકાર પડતાં મૃતનિશ્રિતના ૧ જેમ કેઈક મકાન પર ધ્વજા જોવામાં આવે તે એમ અનુમાન કરી શકાય કે તે સુરાલય હોવું જોઈએ અથવા તે જે સ્થળે ધૂમ જોવામાં આવે તે સ્થળે અગ્નિ તે જોઈએ. આ પ્રકારના અનુમાનમાં, ધ્વજા અને ધમ “લિંગ' છે. ૨ નિશ્રિતને આ સિવાય અન્ય અર્થ પણ થાય છે. તે કયો એ વાત ઉપર વિશેષાની નિમ્નલિખિત ગાથા પ્રકાશ પાડે છે – " एत्तो च्चिय पडिवक्खं, साधेजा निस्सिए विसेसो वा। परधम्मेहिं विमिस्सं, निस्सियमविणिस्तियं इयरं ॥३१०॥" [पतस्मादेव प्रतिपक्षं साधयेत् निश्रिते विशेषो वः। परधमैवि मिथं निश्रितम विनिश्रितमितरत् ॥ ] અર્થાત એથી જ પ્રતિપક્ષ સાધી લે. વળી નિશ્રિતમાં વિશેષતા છે. તે એ છે કે પરધર્મોથી મિશ્રિત તે “નિશ્રિત' અને એથી અમિશ્રિત તે “ અનિશ્રિત' છે. એટલે કે ગાયને ઘોડે સમજ તે નિશ્રિત” - કહેવાય છે, પરંતુ ગાયને ગાય જ જાણવી એ “ અનિશ્ચિત ' છે. કહેવાનો મતલબ એ છે કે વિપરિત ઉપલબ્ધિ તે “નિશ્રિત' છે, જ્યારે યથાવસ્થિત–અવિપરીત ઉપલબ્ધિ તે “ અનિશ્રિત’ છે. તત્ત્વાર્થરાજ (પૃ. ૪૪ )માં તે અનિશ્ચિત અને અસંદિગ્ધને બદલે અનિઃસૃત અને અનુત એવાં બે નામો છે. આ સંબંધમાં ત્યાં એમ સૂચવાયું છે કે કેટલાક (બધા નહિ ) પુદગલોને ગ્રહ કરવા માટે અનિઃસૃતને નિર્દેશ કરવામાં આવ્યું છે, જ્યારે અભિપ્રાયથી પ્રતિપત્તિ થઈ જાય છે. એ દર્શાવવા અનુક્તનું ગ્રહણ કરવામાં આવ્યું છે. ૩ આ અઠ્ઠાવીસ ભેદની ગણને સંબંધે મતાંતર છે. જુઓ વિશેષાની ૩૦૧ મી ગાથા. કહેવાનું તાત્પર્ય એ છે કે કેટલાક આચાર્યો વ્યંજનાવગ્રહના ચાર ભેદને ગણતા નથી અર્થાત તેઓ વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ એમ બે ભેદે પૂર્વક અવગ્રહને વિચાર ન કરતાં તેને સામાન્ય રીતે વિચાર કરે છે. આમ થતાં મૃતનિશ્રિતના ૨૪ ભેદો થાય છે. તેમાં અમૃતનિશ્રિતના ૪ ઉમેરી તેઓ ૨૮ ભેદ માને છે. પરંતુ આ કથન શ્રીજિનભદ્ર ગણિને માન્ય નથી. તેઓ અર્થતનિશ્ચિતના ચાર ભેદમાં એટલે કે બુદ્ધિચતુષ્કમાં પણ અવગ્રહાદિ છે એમ સિદ્ધ કરી અમૃતનિશ્રિતને શ્રતનિશ્રિતમાં સમાવેશ સૂચવી મતિજ્ઞાનના ૨૮ ભેદ છે એમ સામાન્ય રીતે કહી શકાય એવો ઉલ્લેખ કરે છે. આ અપેક્ષાએ મતિજ્ઞાનના અવગ્રહાદિ ચાર પ્રકારો છે એમ પણ કહી શકાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy