SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલાસ ] આહંત દર્શન દીપિકા. ૨૧૧ મનને પણ અર્થાવગ્રહાદિક કેવી રીતે હોય છે તે જોઈ લઈએ. જેમકે કે વિસ્મૃત થયેલી વસ્તુ પરત્વે તે કંઈક હતું એમ સમરણ કરાય છે, પછી તે આ હોવું જોઈએ, તે આ જ છે ઈત્યાદિક મવિષયક હા વગેરે ઘટાવી લેવાં. આ મનવિષયક મતિજ્ઞાન અનિન્દ્રિયનિમિત્તક છે. આ ઉપરથી જોઈ શકાય છે કે મતિજ્ઞાનના ત્રણ પ્રકારો છે. (૧) ઈન્દ્રિયનિમિત્તક, (૨) અનિન્દ્રિયનિમિત્તક અને (૩) ઉભયનિમિત્તક. પ્રથમ પ્રકારનું મતિજ્ઞાન મન વિનાના એવા એકેન્દ્રિયાદિકને હોય છે, કેમકે તેમને મનનો અભાવ છે અને તેઓને મતિજ્ઞાન થવામાં ઈન્દ્રિયે જ નિમિત્ત છે. સ્મૃતિજ્ઞાન થવામાં ઈન્દ્રિયની અપેક્ષા નથી, પરંતુ તે ફક્ત મનરૂપ અનિન્દ્રિય પર જ આધાર રાખે છે. વેલ વગેરેને જે ઘજ્ઞાન થાય છે તે પણ ઈન્દ્રિયોના નિમિત્ત વિનાનું જ કહેવાય છે, કેમકે તેમાં ઇન્દ્રિય કે મન એ બેમાંથી એક પણ નિમિત્ત નથી. આઘશાન થવામાં તે મતિજ્ઞાનાવરણીય કમને ક્ષયે પશમ જ હેતુ છે. વળી, જાગૃત અવસ્થામાં મનના ઉપયોગવાળાને જે સ્પર્શાદિનું જ્ઞાન થાય છે તે ઈન્દ્રિય અને અનિન્દ્રિય એ બંને નિમિત્તવાળું છે અર્થાત્ મિશ્ર છે. જુઓ તસ્વાર્થ-બૃહદવૃત્તિ (પૃ. ૭૯). વ્યંજનાવગ્રહાદિકનું કાલ-માન વ્યંજનાવગ્રહનું જઘન્ય કાલમાન આવલિના અસંખ્યાત ભાગ જેટલું છે, જ્યારે ઉત્કૃષ્ટ કાલમાન તો બેથી નવ પ્રાણ સુધીનું હોય છે. આ વાતની આદ્ય કમગ્રન્થની ટીકાના નવમા પત્રગત નિમ્ન–લિખિત ગાથા સાક્ષી પૂરે છે – " वंजणवग्गहकालो आवलियअसंखभागतुल्लो उ। थोवो उक्कोसो पुण आणपाणप्पहुत्तं ति ॥" વિશેષા૦ ની ૩૩૩ મી અને ૩૩૪ મી ગાથામાં સૂચવ્યા મુજબ નિશ્ચય-નય અનુસાર અર્થાવગ્રહને કાળ એક સમયને અને વ્યવહાર-નય પ્રમાણે અંતમુહૂર્ત છે. ઈહા અને અપાયને કાળ પણ અંતમું તને છે. ઉપયોગના કાળ પર્યત રહેનારા બોધરૂપ અવિસ્મૃતિનું કાલમાન અંન્તમુહૂર્તનું છે. અવિચ્યતિથી ઉત્પન્ન થનારા સંસ્કારરૂપ વાસનાને કાળ સંખ્યય અથવા અસંખ્યય છે, કેમકે જે વ્યકિતને વાસના ઉદ્દભવી હોય તે વ્યકિતના આયુષ્ય ઉપર આને ૧ છીયાव्यञ्जनावग्रहकाल आवलिकासख्यभागतुल्यस्तु । स्तोक उत्कृष्टः पुनरानप्राणपृथक्त्व मिति ॥ ૨ આ સંબંધમાં પ્રથકારના શબ્દો એ છે કે – કુપોrafuggistવભુતિઃ ? વા વાર્તાસ્ત્રોમrrr તતeતાડડ. हितो यः संस्कारः सा बासना। सा च सख्येयासङ्ख्येयकालमाना । ततः कालान्तरे कुतश्चित् तादृशार्थदर्शनादिकारणात् संस्कारं प्रबोधयत् सज्ज्ञानमुदयते तदेवेदं यन्मया प्रागुपलब्धम्' इत्यादि सा स्मतिः । एताश्चाविच्युति-वासना-स्मृतयो धारणालक्षणરામાપાથર્થયના ધારાકાવાયા ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy