SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. વૃક્ષની સુવાસ છે કે હસ્તિના મદની, આ કસ્તૂરી બહેકી રહી છે કે વનહસ્તિના મદની પીમળ આવે છે ઈત્યાદિ સમાન ગંધવાળી બબ્બે વસ્તુઓ નાસિકેન્દ્રિયજન્ય ઈહાના વિષય છે. રાત્રે અંધારામાં જીભ ઉપર મૂકતાં આ ગોળ છે કે ખાંડ, આ દરાખ છે કે રાયણ, સંભૂત વાંસકારેલાં છે કે માંસ ઈત્યાદિ સમાન રસવાળા વિષયે રસનેન્દ્રિયજન્ય ઈહાના જાણવા. આ સર્પને સ્પર્શ છે કે કમળની નાળને, આ યુવતિને સ્પર્શ છે કે યુવકને એ પ્રમાણેના સમાન સ્પર્શરૂપ ધમવાળી વસ્તુઓ સ્પર્શનેન્દ્રિયજન્ય ઈહાના વિષય છે. એવી રીતે સ્વપ્નમાં કે અંધારા ઓરડામાં જ્યાં ઇન્દ્રિયના વ્યાપારને અભાવ છે ત્યાં વિચારણા માત્રથી સંભળાતા ગીત વગેરેના શબ્દ, જેવાતાં દેવાદિનાં રૂપ ઇત્યાદિ અનિન્દ્રિયજન્ય ઈહાના વિષય છે. અપાયનું લક્ષણ ગ્રન્થકારના શબ્દમાં એ છે કે ईहयेहितस्यार्थस्य 'इदमेव नान्यथा' इत्येवंप्रकारनिश्चयरूपत्वम्, ईहितस्यार्थस्य निर्णयरूपाध्यवसायविशेषरूपत्वं અપા વાસવાયરથ ઢાળમ્ (૨૨) અથાત્ ઈહાવિષયક અર્થ આ જ છે, અન્ય નહિ એવો જે નિશ્ચય તેને કે ઈહિ દ્વારા ગ્રહણ કરેલા વિષયને નિશ્ચય કરાવનારા જ્ઞાનને “અપાય” કહેવામાં આવે છે. ધારણનું લક્ષણ निर्णितस्यार्थस्य मनसा धारणरूपत्वम्, अपायरूपेण निर्णित. स्यार्थस्य धारणरूपत्वं वा धारणाया लक्षणम् । (२३) અપાયરૂપે નિશ્ચિત કરેલ અર્થને મન દ્વારા ધારી રાખવો તે “ધારણ” સમજવી. આ ધારણાના (૧) અવિસ્મૃતિ, (૨) વાસના અને (૩) સ્મૃતિ એમ ત્રણ પ્રકારે પડે છે. એનાં લક્ષણે અનુક્રમે નીચે મુજબ છે – અવિસ્મૃતિનું લક્ષણ– एकार्थविषयकोपयोगसातत्याऽनिवृत्तिरूपत्वं अविच्युतेर्लक्षणम्। २४ અર્થાત્ એક અર્થ વિષયક ઉપગમાં તેના કાળની અવધિ સુધી મસ્યા રહેવું અર્થાત્ એક વસ્તુ પરત્વે યથાયોગ્ય કાળ પર્યત ઉપગ રાખ તે “અવિશ્રુતિ” છે. ૧ સરખા જૈનતર્ક (પૃ. ૧૧૬ )ગત નિમ્ન-લિખિત નિર્દેશ – "तत्रैकार्थोपयोगसातत्याऽनिवृत्तिरविच्युतिः, तस्यैवार्थोपयोगस्य कालान्तरे तदे. वेत्युल्लेखेन समुन्मीलनं स्मृतिः, अपायाहितः स्मृतिहेतुः संस्कारो वासना." * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy