SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહુત દર્શન દીપિકા. २०७ * * અર્થાત્ ઉપકરણેન્દ્રિય અને શબ્દાદિરૂપે પરિણમેલાં દ્રબ્યા એ એને સબંધ તે વ્યંજન ’ કહેવાય છે. અથવા ઇન્દ્રિયથી અથ પ્રકટ થાય છે વાસ્તે તે પણ · વ્યંજન ' કહેવાય છે. અથવા શબ્દાદિરૂપે, પરિણત દ્રવ્યના સમૂહને પ્રકટ કરાય છે વાસ્તે તે પણ · વ્યંજન ” કહેવાય છે. આ પ્રમાણે ઉપલક્ષણથી આ ત્રણે ‘ વ્યંજન ' જાણવા. તેથી ઇન્દ્રિયરૂપ વ્યંજન વડે, શબ્દાદરૂપે પરિણમેલ દ્રવ્યના સબધરૂપ વ્યંજનના અવગ્રહ તે ‘ વ્યંજનાવગ્રહ ’ છે. અથવા તે ઉપકરણેન્દ્રિયરૂપ જ વ્યંજન વડે શબ્દાદિરૂપે પરિણમેલાં દ્રબ્યારૂપ વ્યંજનાના અવગ્રહ તે ‘ વ્યંજનાવગ્રહ ’ છે. આ પ્રમાણે ઉભય વ્યાખ્યામાં એક વાર વ્યંજન શબ્દને લેપ કરી સમાસ થયેલા છે. અર્થાત્ આ મધ્યમપદલાપી સમાસ છે, વ્યંજનાવગ્રહ ઇનપૂર્ણાંક છે. અર્થાત્ પ્રથમ દર્શન અને પછી વ્ય ંજનાવગ્રહ થાય છે. વ્યંજનાવગ્રહ પછી અર્થાવગ્રહ થાય છે. એથી કરીને તે ગ્રન્થકારે એનું લક્ષણ નીચે મુજબ આપ્યું છેઃ—— तस्मादू ( व्यञ्जनावग्रहात् ) मनाग् निश्चयरूपत्वमर्थावग्रहस्य રુક્ષળમ્ । ( ૨૦ ) અર્થાત્ વ્યંજનાવગ્રહ થયા બાદ તરત જ ઉત્પન્ન થતા અને તેના કરતાં કંઇક વધારે સ્ફુટ એવા જે એવિશેષ તે ‘ અર્થાવગ્રહ ’ જાણવા. વિષય અને ઇન્દ્રિયને પરસ્પર પ્રાથમિક સબંધ તે જ વ્યંજનાવગ્રહના વિષય છે. એથી કરીને ક, રસના, નાસિકા અને સ્પન એ ચાર પ્રાપ્યકારી ઇન્દ્રિયાથી વ્યંજનાવગ્રહ થતા હાવાથી, તેના ચાર પ્રકાર પડે છે (કેમકે નેત્ર અને મનથી વ્યંજનાવગ્રહ થતા નથી, કારણ કે સ્પનાદિ ઇન્દ્રયાની જેમ તેના ઉપઘાત અને અનુગ્રહ નહિ થતે હાવાથી તે અપ્રાપ્યકારી છે અર્થાત્ ક વગેરેની જેમ આ અર્થની સાથે સંયુક્ત થઈ તેનું ગ્રહણ કરતાં નથી ), જયારે અર્થાવગ્રહના તે છ ભેદો પડે છે. આ સબંધમાં વિશેષ વિવેચન હાલ તુરત મુલતવી રાખી ઇહાનું લક્ષણ ગ્રન્થકારના શબ્દોમાં જોઇ લઇએ. વ્યંજનાવગ્રહના પ્રકારા ૧ આ વાતને આ અધિકારગત ઇન્દ્રિય-પ્રકરણમાં વિચાર કરવામાં આવશે. ૨ જડચડી કામળીના સ્પર્શીથી સ્પર્શેન્દ્રિયને, તીખાં કડવાં પદાર્થોના આસ્વાદ લેતાં રસનાને, દુર્ગાન્ધમય દ્રવ્ય સુંઘતાં નાસિકાને અને બંદૂક વગેરેને શબ્દ સાંભળતાં કાનતે ઉપદ્માત થાય છે. એવી રીતે ચન્દન, ચતુરા વગેરેના સ્પર્શથી ચામડીને, દૂધ, સાકર વગેરેને સ્વાદ લેવાથી જીભને, અત્તર વગેરે સુધવાથી નાકને, મધુર અવાજ સાંભળવાથી કાનને અનુગ્રહ થાય છે. એવી રીતે તીક્ષ્ણ તરવાર વગેરે જાતાં નેત્રને ચીરાવારૂપ ઉપધાત કે ચન્દન વગેરે જોવાથી અનુગ્રહ થતા નથી. આગ વગેરેનું ચિન્તન કરતાં મનને દાદિ ઉપધાત કે જળ, આદિના ચિન્તનથી તૃષાની તૃપ્તિરૂપ અનુપ્રહ થતે નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy