SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. પ્રત્યક્ષ છે, તેમ શબ્દ-જ્ઞાનમાં વ્યુત્પન્ન બનેલાને શબ્દ સાંભળતાં જ અર્થને જે બંધ થાય છે તે અનુમાન નહિ પણ શબ્દ-પ્રમાણ જ છે. કહેવાની મતલબ એ છે કે જે અભ્યાસીને સુવર્ણનું દર્શન થતાં કે શબ્દનું શ્રવણ થતાં વ્યાપ્તિની આવશ્યકતા ન રહે તેને માટે તે સુવર્ણ-જ્ઞાન પ્રત્યક્ષ-પ્રમાણ અને શાબ્દ–ધ શબ્દપ્રમાણ છે, પરંતુ જે અભ્યાસી સેનું જતાં આ સોનું હોવું જોઈએ, સેનાને લગતી આટલી વિશિછતાઓ તેમાં હોવાથી એ પ્રકારની વ્યાપ્તિની અપેક્ષા વડે એ સોનું હવાને નિર્ણય કરે તેને માટે એ જ્ઞાન અનુમાનરૂપ છે, નહિ કે પ્રત્યક્ષરૂપ. એવી રીતે જે અભ્યાસીને શબ્દ સાંભળતાં તરત શાબ્દ-બોધ ન થતાં વ્યાપ્તિ-ગ્રહણરૂપ વિચાર કર્યા બાદ શાબ્દ-બોધ થાય, તેને તે બોધ બેશક અનુમાન છે. આ પ્રમાણે પ્રમાણ-પરિચયના પ્રકરણમાં આગળ વધીએ તે પૂર્વે પ્રમાણેના પ્રકારે સંબંધી નિમ્નલિખિત કેBક જોઈ લઈએઃ પ્રમાણુ પ્રમાણુ પ્રત્યક્ષ પરાક્ષ સાંવ્યવહારિક પારમાર્થિક સ્મરણ પ્રત્યભિજ્ઞાન તક અનુમાન આગમ ઈન્દ્રિયજન્ય અનિન્દ્રિયજન્ય સકલ વિકલ _| _ |_ - કેવલ મતિ શ્રુત મતિ શ્રુત અવધિ મનઃપચય આપણે ૧૭૮ મા પૃષ્ઠમાં મતિજ્ઞાનના પર્યાને વિચાર કરતાં સાથે સાથે આટલે સુધી સ્મરણુદિ પાંચ પક્ષ પ્રમાણેનું સ્થૂળ સ્વરૂપ વિચારી લીધું. આગળ ઉપર નય-મીમાંસામાં યથાસાધન એ સંબંધમાં વિશેષ નિવેદન કરવાને ઈરાદે રાખી હાલ તુરત તે મતિજ્ઞાનના પ્રકારોને લગતા પ્રશ્ન હાથ ધરીએ. તેમાં સૌથી પ્રથમ તે મતિજ્ઞાનના ભેદ-પ્રભેદે છે કે નહિ અને હોય તે તે કેટલા અને કયા છે એ પ્રશ્નને ઉત્તર ગ્રન્થકારના શબ્દોમાં વિલોકીએ. सा च मतिधा-श्रुतनिश्रिता-ऽनिश्रितभेदात् અર્થાત્ એ મતિજ્ઞાન બે પ્રકારનું છેઃ-(૧) શ્રતનિશ્ચિત અને અશુતનિશ્ચિત. આ બેનાં લક્ષણો ગ્રન્થકાર અનુક્રમે નીચે મુજબ આપે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy