________________
२०२ જીવ-અધિકાર.
[ પ્રથમ . અવયવે જેયાં. આ ઉપરાંત પક્ષ-શુદ્ધિ ઈત્યાદિ બીજા પાંચ અવયવે પણ છે, જોકે આને ઉપયોગ પક્ષાદિના યથાર્થ સ્વરૂપથી અનભિજ્ઞ જનને ઉદ્દેશીને છે. અનુમાનનું પ્રામાણ્ય
બૌદ્ધો અનુમાનને વ્યવહાર-સાધક માને છે, પરંતુ પ્રત્યક્ષ પ્રમાણ જેટલું ઉચ્ચ સ્થાન આપતા નથી. તેમની માન્યતા મુજબ અનુમાનને વિષય જે સામાન્ય છે તે કલ્પિત છે. એથી તેઓ અનુમાનને પ્રત્યક્ષથી ગૌણ ગણે છે. ચાર્વાકે તે સર્વથા અનુમાનને અસ્વીકાર કરે છે. પરંતુ પ્રત્યક્ષને સ્વીકાર તેઓ કયા પ્રમાણના આધારે કરે છે એ વિચારતાં તેઓ પણ અનુમાનને પ્રમાણુરૂપે મંજુર રાખે છે એમ ભાસ્યા વિના નહિ રહે. વળી પારકાના હૃદયની વૃત્તિનું જ્ઞાન પ્રત્યક્ષથી અશક્ય છે; એ તે તેની વિશિષ્ટ ચેષ્ટા ઉપરથી સમજાય છે એટલે કે આ પણ અનુમાનનું જ ફળ છે. આથી અનુમાનને પ્રમાણરૂપ માનવું એમાં પડિતેની શોભા છે,
આગમ-પ્રમાણ---
આગમનું લક્ષણ પ્રમાણુનય૦ (૫૦ ૪)માં એમ આપવામાં આવ્યું છે કે
" आप्तवचनादाविर्भतमर्थसंवेदनमागमः ॥१॥ उपचारादाप्तवचनं च ॥२॥"
અર્થાત્ આપ્તના વચનથી ઉત્પન્ન થયેલે અર્થને બોધ તે આગમ ” છે. (કાર્યમાં કારણને) ઉપચાર કરવાથી આપ્તના વચનને પણ “આગ” કહેવામાં આવે છે. આ પ્રમાણે આગમનું લક્ષણ વિચારતાં “આપ્ત” એટલે શું તે જાણ્યા વિના એને પૂરેપૂરો ખ્યાલ આવતું નથી, તેથી પ્રમાણુનય૦ (૫૦ ૪, સૂ૦ ૪)માંનું નીચે મુજબનું આપ્તનું લક્ષણ જોઈ લઈએ – ." अभिधेयं वस्तु यथाऽवस्थितं यो जानीते यथाज्ञानं चाभिधत्ते स आप्तः" અર્થાત કહેવા લાયક પદાર્થ જે છે તે તેને જે જાણે છે તેમજ જે જાણે તે પ્રકારે (નહિ કે અન્યરૂપે) જે તેનું કથન કરે છે તે “આપ્ત” છે. આગમ અને અનુમાનમાં અંતર–
આગમ–પ્રમાણ કહે કે શબ્દ-પ્રમાણુ કહે તે એક જ છે, કિન્તુ અનુમાન–પ્રમાણથી તે એ ભિન્ન છે. અર્થાત્ વૈશેષિકે શબ્દ-પ્રમાણને અનુમાનમાં દાખલ કરે છે તે વાત જેનોને માન્ય નથી. વસ્તુ-સ્થિતિ એમ છે કે ખરૂં બેટું સોનું પારખનારને સુવર્ણનું જ્ઞાન જેમ પ્રત્યક્ષ જ છે, અર્થાત્ એમાં સુવર્ણને લગતી અમુક વિશિષ્ટતાઓ છે કે નહિ ઈત્યાદિ ઊહાપોહ વિનાનું હોવાથી તે
૧ આ વાતને નિદેશ દશવૈકાલિક ( આદ્ય અધ્યયન )ની શ્રીભદ્રબાહસ્વામીએ રચેલી નિયુક્તિમાં છે, ત્યારે તેનું વિસ્તૃત વર્ણન એની શ્રી હરિભકયુરિકત ટીકા ( પત્રાંક ૬૩-૬૮ માં છે. એના જિજ્ઞાસુને આ ટીકા જેવા ખાસ વિનતિ કરવામાં આવે છે, જોકે અત્રે એ સંબંધમાં વિવેચન વધી જવાના ભયથી વિરમવામાં આવે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org